રાજસ્થાનમાં ચંબલ નદીમાં હોડી પલટી જતાં દુર્ઘટનાઃ ૧૪ના મોત

0
12
Share
Share

બુંદી,તા.૧૬

રાજસ્થાનના બુંદીમાં ચંબલ નદીને પાર કરતી વખતે એક હોડી પલટી ગઈ હતી. બોટમાં સવાર ૩૦ લોકો ડૂબી ગયા હતા, જોકે તેમાંથી ૧૬ લોકોને નદીમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. આ સિવાય બાકીના ૧૪ લોકોનાં મોત થયા છે અને ગુમ લોકોની શોધખોળ ચાલી રહી હોવાના અહેવાલ છે. કહેવામાં આવી રહ્યું છે કે આ તમામ લોકો કમલેશ્વર ધામ જવા માટે બોટમાં બેસીને ચંબલ નદી પાર કરી રહ્યા હતા.

આ અકસ્માત ઇટાવા શહેરથી જોડાયેલા ખાતોલી વિસ્તાર નજીક બન્યો હતો, ઘટના દરમિયાન ૩૦ લોકો બોટમાં સવાર હતા. લોકો સિવાય, બોટમાં ૧૪ બાઇક પણ રાખેલી હતી, જેને નદી પાર કરવા માટે રાખવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતાં જ નજીકના વિસ્તારોમાંથી ગામલોકો મદદ માટે દોડી આવ્યા હતા.

મળતી માહિતી મુજબ આ ઘટના કમલેશ્વર ધામ તરફ જતા ગોથલા કલા નજીક બની હતી. જણાવી દઈએ કે આ અકસ્માતમાં ડૂબી ગયેલા ૩૦ લોકોમાંથી ૨૦ લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને દસ લોકો હજી લાપતા છે. ઘટનાની માહિતી મળતાં પોલીસ અને વહીવટીતંત્ર બંને ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

એવું કહેવામાં આવી રહ્યું છે કે બોટમાં વધારે વજન હોવાને કારણે આ અકસ્માત થયો હતો. માહિતી મળતાની સાથે જ ઇટાવા પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા, હાલમાં ગુમ થયેલા દસ લોકોની માહિતી એકઠી કરવાના પ્રયાસો ચાલુ છે. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ આ અકસ્માત અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમજ લોકસભા સચિવાલય દ્વારા જિલ્લા વહીવટીતંત્ર સાથે સંપર્ક સાધવામાં આવ્યો છે. આ ઉપરાંત કોટાથી એસડીઆરએફ ટીમોને ઘટના સ્થળે રવાના કરવામાં આવી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here