રાજસ્થાનના આગરા લખનઉ એક્સપ્રેસ હાઈવે પર કારે પલટી મારતા ૪ સાધુ ઘાયલ

0
24
Share
Share

રાજસ્થાન,તા.૨૬

કન્નોજમાં મહાદેવી ઘાટ પર સ્નાન કરવા જઈ રહેલા સાધુઓની કાર આગાર લખનઉ એક્સપ્રેસ હાઈવે પર ટાયર ફાટતા કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ અક્સમાતમાં કારમાં સવાર ૪ સાધુઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘટના સ્થળ પહોંચેલી પોલીસ ટીમે ઘાયલો સાધુઓને સારવાર અર્થ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

રાજસ્થાનના અજમેરના કિશનગઢના રહેવાસી ૭ સાધુઓ કારમાં સવાર થઈ આગરા-લખનઉ એક્સપ્રેસ હાઈવે પરથી કન્નોજ મહાદેવી ગંગા ઘાટ પર સ્નાન કરવા જઈ રહ્યા હતા. કાર તાલાગ્રામ વિસ્તારના અમોલર અંડર પાસે પહોંચી તે દરમિયાન ડ્રાઈવરને ઝોકું આવી જતા કાર બેકાબુ થતાં ડિવાઈડર સાથે અથડાઈ હતી. અક્સમાત નજીકના ખેતરમાં કામ કરી રહેલા લોકોએ સમગ્ર ઘટનાની જાણ અધિકારીઓની કરી હતી. ઘટના સ્થળ પર પહોંચેલા પોલીસ અધિકારી રાજેશ પ્રતાપ સિંહે ઘાયલોને એમ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડ્યા હતા.

જ્યાં ૪ સાધુની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે.સાધુ નંદકિશોરે જણાવ્યું કે, કિશનગઢથી ગંગાધાટ સ્નાન કરવા જઈ રહ્યા હતા. કારમાં કુલ ૭ લોકો સવાર હતા. કારનું ટાયર ફાટવાથી સમગ્ર અક્સમાત સર્જાયો હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here