રાજય સરકારના સુશાનનાં ૪ વર્ષની સિદ્ધિઓ-જનહિતનાં કાર્યો અને વિકાસ સાથે સોનો વિશ્વાસ મુર્તિમંત-ભંડેરી-ભારદ્વાજ -મીરાણી

0
104
Share
Share

રાજકોટ, તા.૭

ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી અને પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજે રાજયની નિર્ણાયક સરકારના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલના નેતુત્વમાં ચાર વર્ષ પુર્ણ થવાના અવસરે ખુબ ખુબ શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતુત્વવાળી રાજયની ભાજપ સરકારના સફળ સુશાસનના ચાર વર્ષની સિદ્ધિઓ,જનહિત કાર્યોમાં સૌનો સાથ, સૌનો વિકાસની સાથો સાથ સૌનો વિશ્વાસ મૂર્તિમંત થયો છે ત્યારે વિજયભાઈ રૂપાણીના નેતુત્વવાળી રાજયની ભાજપ સરકારના છેલ્લા ચાર વર્ષની સિદ્ધિઓ જેમ કે સુજલામ સુફલામ જળસંગ્રહ અભિયાન થકી જનભાગીદારી દ્વારા ૪૨,૦૦૦ લાખ ધનફુટ વધારાના પાણીનો સંગ્રહ કરાયો. છેલ્લા ચાર વર્ષમાં ૧ લાખ યુવાનોને સરકારી નોકરી મળી અને ૪૦૦૦ ભરતીમેળા દ્વારા ૧૦ લાખથી વધુ યુવાનોને નોકરી આપવામાં આવી, તેમજ ગામડાઓમાં આધુનિક શિક્ષણ મળી રહે તે માટે ૧૫૦૦૦ ડિજિટલ કલાસરૂમનું નિર્માણ અને કોલેજના ૮ લાખ વિદ્યાર્થીઓને ટેબલેટનું વિતરણ કરાયુ અને છેલ્લા ૪ વર્ષમાં ૭ નવી મેડિકલ કોલેજ અને ૧૯૭૦ નવી મેડિકલ બેઠકો ઉમેરવામાં આવી ભષ્ટાતારને નાથવા માટે કાયદામાં વ્યાપક ફેરફારો અને એબીસી અને સીબીઆઈ જેવી સતાઓ, ટેકનોલોજી થી સજ્જ બનાવાઈ ઐતિહાસિક રીતે શહેરોની પ્રગતિને વેગ આપવા ૪૦૦ થી વધુ ટાઉન પ્લાનીંગ સ્કીમોની પારદર્શક અને ઝડપી મંજુરી આપવામાં આવી. તેમજ રાજયમાં કોરોના દદર્ીઓનો રીકવરી રેટ ૭૪ ટકા એ પહોંચાડયો તેમજ મૃત્યદરમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.

આમ વિજયભાઈ રૂપાણીના નેતુત્વમાં રાજયની ભાજપ સરકારે સતાન સેવાનું માધ્યમ બનાવી, પરિશ્રમ પરાકાષ્ઠા સર્જી, પ્રમાણીકતાથી લોકોની આશા-અપેક્ષા અને આંકાક્ષા સંતોષવાનો સંનિષ્ઠ પ્રયાસ કર્યોે છે, પદ કે પ્રતિષ્ઠા નહી, જવાબદારી થી રાજયના વિકાસ માટે સમર્પિત થવા ક્ષણ-ક્ષણ અર્પણ કરી છે ત્યારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને નિર્ણાયક નેતુત્વના ૪ વર્ષ પૂર્ણ કરવાના અવસરે ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી અને પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજે ખુબ ખુબ શુભેચ્છા પાઠવેલ હતી.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here