રાજયમાં સરકારી આકડા મુજબ કોરોના નિયંત્રણમાં : નવા કેસ ૯૦૮

0
32
Share
Share

સ્વસ્થ થનારા દર્દી ૧૧૦૦, ૧.પ૦ લાખ લોકો કોરોના સામે જંગ જીત્યા, કુલ કેસ ૧.૬૮ લાખ : ૧૩૬૭૭ સ્ટેબલ

 

સુરત ૨૨૮, અમદાવાદ ૧૭૩, બરોડા ૧૧૧, રાજકોટ ૬૮, જામનગર ૨૮, ગાંધીનગર ૨૬, જુનાગઢ ૧૮ અને ભાવનગર ૧૦ નવા કેસ નોંધાયા

 

રાજકોટ તા.૨૬

રાજયમાં સરકારી આકડાઓ મુજબ કોરોના નીયંત્રણમાં છે. જયારે ઘણા લોકોનું માનવુ છે કે પરીક્ષણ ઘટાડવાથી પોઝીટીવ દર્દી ઓની સંખ્યા ઘટી છે. જયારે વિશ્વના અનેક દેશોમાં કોરોનાએ ઉથલો માર્યો છે. જેના આકડા પર દૃષ્ટિ કરતા અને આપણા દેશમાં શિયાળાની શરૂઆત તા. ર૦ નવેમ્બર આસપાસ થઇ રહી છે. ત્યારે કોરોના વધુ સક્રીય થશે તેવુ નિષ્ણાંતોએ મત વ્યકત કર્યો છે.

રાજયમાં કોરોનાના કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે. જયારે રીકવરી રેટમાં વધારો જોવા મળ્યો છે. તેમજ મૃત્યુદર પર આરોગ્યતંત્ર કાબુ મેળવવામાં મહદઅંશે સફળ રહયુ છે. પેટાચુંટણી અને દીવાળી જેવા તહેવારોમાં લોકો બેદરકાર રહેશે તો કોરોના વિસ્ફોટ થાય તો નવાઇ નહીં.

રાજયમાં કોરોનાનો કહેર ધીરે ધીરે હળવો થઇ રહયો છે. નવા કેસ ૯૦૮ સાથે ૧૧૦૦ દર્દી સ્વસ્થ થયા. કુલ કેસનો આંકડો ૧.૬૮ લાખ નોંધાયો છે. ૧.પ૦ લાખ લોકોએ કોરોના સામે જંગ જીત્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૪ ના મોત સાથે કુલ મુત્યુઆંક ૩૬૯૩ પર પહોંચ્યો છે. ૧૩૬૭૭ દર્દી ની સ્થીતી સ્થીર છે.

સૌરાષ્ટ્રના ૧૨ જિલ્લા અને ૪ મહાનગરોમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો જોવા મળ્યો છે. તેમજ રીકવરી રેટ પણ વધયો છે. અને આજે વધુ ૧૮૯ કેસ નોંધાયા છે. જેમાં રાજકોટમાં શહેરમાં ૪૮ નવા કેસ સામે ૮૧ દર્દીને ડીસ્ચાજર્ કરવામાં આવ્યા.   પ૪૯ સારવારમાં જયારે ગ્રામ્યમાં ૨૦ કેસ નોંધાયા છે.

રાજયમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૦ જિલ્લા અને ૮ મહાનગરોમાં વધુ ૯૦૮ દર્દી ઓ મળી આવ્યા છે. સુરત ૨૨૮, અમદાવાદ ૧૭૩, વડોદરા ૧૧૧, રાજકોટ ૬૮, જામનગર ૨૮, ગાંધીનગર ૨૬, જુનાગઢ ૧૮, ભાવનગર ૧૦, મહેસાણા ૨૭, મોરબી ૨૩, સુરેન્દ્રનગર ૨૨, ભરુચ ૨૦, અમરેલી ૧૭, પાટણ ૧૭, કચ્છ ૧૪, આણંદ ૧૩, બનાસકાંઠા ૧૧, ગીરસોમનાથ ૧૧, ખેડા ૧૧, સાબરકાંઠા ૧૦, નર્મદા ૯, પંચમહાલ ૮, દેવભુમી દ્વારકા ૭, દાહોદ ૬, અરવલી ૪, છોટા ઉદેપુર ૪, તાપી ૪, મહીસાગર ૪, નવસારી ૨, બોટાદ ૧, પોરબંદર ૧ અને વલસાડમાં ૧ નવા કેસ નોંધાયો છે.

રાજ્યમાં કોરોનાના કેસો

ગુજરાતમાં કોરોના વિસ્ફોટ જારી રહ્યો છે. આજે વધુ ૯૦૮ કેસ સપાટી પર આવ્યા હતા.  રાજ્યમાં કોરોનાના કેસો નીચે મુજબ છે.

શહેર   કેસ

સુરત કોર્પોરેશન        ૧૬૪

અમદાવાદ કોર્પોરેશન   ૧૬૦

વડોદરા કોર્પોરેશન     ૭૧

સુરત   ૬૪

રાજકોટ કોર્પોરેશન      ૪૮

વડોદરા        ૪૦

મહેસાણા        ૨૭

મોરબી ૨૩

સુરેન્દ્રનગર     ૨૨

ભરૂચ   ૨૦

રાજકોટ ૨૦

અમરેલી        ૧૭

જામનગર કોર્પોરેશન    ૧૭

પાટણ  ૧૭

ગાંધીનગર કોર્પોરેશન   ૧૫

કચ્છ   ૧૪

અમદાવાદ     ૧૩

આણંદ  ૧૩

બનાસકાંઠા     ૧૧

ગાંધીનગર      ૧૧

ગીર સોમનાથ  ૧૧

જામનગર      ૧૧

જુનાગઢ        ૧૧

ખેડા    ૧૧

સાબરકાંઠા      ૧૦

નર્મદા  ૯

પંચમહાલ      ૮

દેવભૂમિ દ્ધારકા ૭

જુનાગઢ કોર્પોરેશન     ૭

ભાવનગર કોર્પોરેશન   ૬

દાહોદ  ૬

અરવલ્લી       ૪

ભાવનગર      ૪

છોટા ઉદેપુર    ૪

તાપી   ૪

મહીસાગર      ૩

નવસારી        ૨

બોટાદ  ૧

પોરબંદર       ૧

વલસાડ        ૧

કુલ     ૯૦૮

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here