રાજયમાં સતત ચોથા દિ’એ કોરોનાનો આંકડો ૧૧૦૦ને પાર : કુલ કેસ ૬૧૪૩૮ પર પહોંચ્યો

0
24
Share
Share

સુરત ૨૮૫, અમદાવાદ ૧૭૬, વડોદરા ૯૪, રાજકોટ ૭૯, ભાવનગર ૪૭, જૂનાગઢ ૨૦, જામનગર ૪૨ અને ગાંધીનગર ૪૦ મળી ૩૧ જિલ્લા અને ૮ મહાનગરોમાં નવા કેસ નોંધાયા

 

૨૪ કલાકમાં ૮૩૩ ડિસ્ચાજર્ સાથે કુલ ૪પ૦૦૦ લોકોએ કોરોનાને મ્હાત આપી, ૨૩ દર્દીના મોત સાથે કુલ મૃત્યુઆંક ૨૪૪૧,  ૮૧ વેન્ટિલેટર પર : ૧૪૦૦૦ દર્દી સારવારમાં

 

રાજકોટ તા.૨૮

કોરોનાની મહામારી ચાર માસ બાદ પણ થમવાનું નામ લેતો નથી. સરકાર દ્વારા કોરોનાના વાયરસને અટકાવવા લોકડાઉન કર્યા બાદ અનલોકમાં આપેલી છુટછાટથી અવર-જવર વધતાં કોરોનાના કેસો મોટા શહેરોથી લઇ નાના ગામડાઓ સુધી ચેપ પ્રસરતા પોઝીટીવ દર્દીઓમાં ઉછાળો જોવા મળ્યો છે. જેમાં અનલોકમાં મોટા ભાગના કેસો નોંધાયા છે. સરકાર દ્વારા કોરોનાને કાબુમાં લેવા અનેક પગલાઓ લેવામાં આવી રહ્યા છે. જેમાં તંત્ર દિવસ રાત કામ કરી રહ્યું છે. પરંતુ કેસનો આંકડો દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે મૃત્યુ દર પર કાબુ મેળવવામાં આવી રહ્યો છે. તેમજ ડિસ્ચાજર્ દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે.  આથી સરકાર દ્વારા થોડી રાહત અનુભવી રહી છે. તેમજ મેટ્રો શહેરોની અંદર સુપર સ્પ્રેડરો બનતા અટકાવવા હેલ્થ ચેકઅપ કેર યોજવામાં આવી રહ્યા છે.

રાજયમાં સતત ચોથા દિવસે પોઝીટીવ દર્દીનો આંકડો ૧૧૦૦ને પાર કર્યો છે. જેમાં  છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૧૫૩ કેસ સાથે કુલ કેસનો આંકડો ૬૧૪૩૮ પર પહોંચ્યો છે. સાથે સાથે ૮૩૩ દર્દીઓ સ્વસ્થ થયા છે. કુલ ૪પ૦૦૦ લોકો કોરોના સામે જંગ જીત્યા છે. ૨૩ દર્દીના મોત સાથે કુલ મૃત્યુઆંક ૪૩૪૧ નોંધાયા છે. ૮૧ દર્દીઓને ગંભીર હોવાથી વેન્ટિલેટર પર સારવાર આપવામાં આવી રહી છે. હાલ ૧૪ હજાર દર્દીઓ એકટીવ છે.

સુરતમાં છેલ્લા એક પખવાડીયાથી ૨૫૦થી ૩૦૦ની વચ્ચે રોજ બરોજ કેસ નોંધાયા છે. જેમાં છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૨૮૪ કેસ નોંધાયા છે. કુલ કેસનો આંકડો ૧૩૬૬૩ પર પહોંચ્યો છે. રાજયમાં આજે કુલ મોતનો આંકડો પૈકી સુરતમાં પ૦ ટકા દર્દીઓના મોત થયા છે. કુલ મૃત્યુઆંક ૫૯૭ નોંધાયા છે. જયારે અમદાવાદમાં ધીરે-ધીરે કોરોના પરની સ્થિતિમાં કાબુ મેળવવામાં આવી રહ્યો છે. અમદાવાદમાં વધુ ૧૭૬ કેસ નોંધાયા છે. કુલ કેસનો આંકડો ૨૬૫૧૭ પર પહોંચ્યો છે. કુલ મૃત્યુઆંક ૧૬૦૦ની નજીક છે.

સૌરાષ્ટ્રના ૧૦ જિલ્લા અને ચાર મહાનગરોમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાનો વિસ્ફોટ સર્જાયો છે. ૨૮૮ વધુ કેસ નોંધાયા છે. જેમાં રાજકોટ અને ભાવનગરમાં દિવસેને દિવસે વધી રહેલા કેસથી તંત્ર હરકતમાં આવી પગલાઓ લઇ રહ્યું છે. જેમાં રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ, સુરેન્દ્રનગર, અમરેલી, પોરબંદર, ગીર સોમનાથ અને મોરબીમાં નવા દર્દીઓ મળી આવ્યા છે.

રાજયના ૩૧ જિલ્લા અને ૮ મહાનગરોમાં છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૧૫૩ કેસ નોંધાયા છે. જેમાં સુરત ૨૮૫, અમદાવાદ ૧૭૬, વડોદરા ૯૪, રાજકોટ ૭૯, ભાવનગર ૪૭, જૂનાગઢ ૨૦, જામનગર ૪૨, ગાંધીનગર ૪૦, મોરબી ૨૯, બોટાદ ૪, દાહોદ ૧૪, સાબરકાંઠા ૧૧, કચ્છ ૨૦, પંચમહાલ ૨૧, બનાસકાંઠા ૧૪, મહેસાણા ૪૦, અમરેલી ૨૬, ગીર સોમનાથ ૧૬, મહિસાગર ૧૨, તાપી-૨, ખેડા ૧૪, આણંદ ૧૧, પાટણ ૧૩, સુરેન્દ્રનગર ૩૬, ભરૂચ ૨૧, નર્મદા ૯, નવસારી ૧૬, દાહોદ ૧૪, પોરબંદર ૯, અરવલ્લી ૨, વલસાડ ૨૬ અને અન્ય રાજયના પાંચ નવા કેસ નોંધાયા છે.

રાજકોટ શહેર અને ગ્રામ્યમાં વધુ ૭૯ કેસ

રાજકોટ શહેર અને ગ્રામ્યમાં ૭૯ કેસથી તંત્ર હરકતમાં આવ્યું છે રાજકોટની હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ૧૨ દર્દીના મોત નિપજ્યા છે ગોંડલ, જેતપુર, ધોરાજીમાં કોવિડ હોસ્પિટલો શરૂ કરવામાં આવી છે. રાજકોટ શહેરની અદાલતના બે ન્યાયધિશો, કેન્સર હોસ્પિટલની ત્રણ નર્સ પિતા-પુત્ર સહિત ૪૮ લોકો કોરોનાનો શિકાર બન્યા છે. કલેકટર કચેરીના વધુ એક કર્મચારી કોરોનાના સંક્રમણમાં આવતા અત્યાર સુધીમાં ૭ કર્મચારીઓને પોઝીટીવ રીપોર્ટ આવ્યો છે. ગ્રામ્ય પંથકમાં ગોંડલ સબ જેલમાં એકી સાથે ૧૦ કેદીઓનો કોરોના રીપોર્ટ આવતા જેલ સતાવાળાઓમાં દોડધામ મચી ગઈ છે. ગોંડલ, જસદણ અને ધોરાજી પંથકમાં મળી કુલ ૩૧ પોઝીટીવ કેસ નોંધાયા છે.

રાજ્યમાં કોરોનાના કેસો

ગુજરાતમાં કોરોના વિસ્ફોટ જારી રહ્યો છે. આજે વધુ ૧૧૫૩ કેસ સપાટી પર આવ્યા હતા.  રાજ્યમાં કોરોનાના કેસો નીચે મુજબ છે.

શહેર   કેસ

સુરત કોર્પોરેશન        ૨૧૯

અમદાવાદ કોર્પોરેશન   ૧૪૦

વડોદરા કોર્પોરેશન     ૮૦

સુરત   ૬૫

રાજકોટ કોર્પોરેશન      ૪૮

મહેસાણા        ૪૦

અમદાવાદ     ૩૬

સુરેન્દ્રનગર     ૩૬

જામનગર કોર્પોરેશન    ૩૩

રાજકોટ ૩૧

મોરબી ૨૯

અમરેલી        ૨૬

વલસાડ        ૨૬

ગાંધીનગર      ૨૫

ભાવનગર કોર્પોરેશન   ૨૪

ભાવનગર      ૨૩

ભરુચ   ૨૧

પંચમહાલ      ૨૧

કચ્છ   ૨૦

ગીર સોમનાથ  ૧૬

નવસારી        ૧૬

ગાંધીનગર કોર્પોરેશન   ૧૫

બનાસકાંઠા     ૧૪

દાહોદ  ૧૪

ખેડા    ૧૪

વડોદરા        ૧૪

જુનાગઢ કોર્પોરેશન     ૧૩

પાટણ  ૧૩

મહીસાગર      ૧૨

આણંદ  ૧૧

સાબરકાંઠા      ૧૧

જામનગર      ૯

નર્મદા  ૯

પોરબંદર       ૯

જુનાગઢ        ૭

બોટાદ  ૪

અરવલ્લી       ૨

તાપી   ૨

અન્ય રાજ્ય    ૫

કુલ     ૧૧૫૩

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here