કુલ કેસ ૨,૧૨,૭૬૯ , સ્વસ્થ થનારા૧૫૭૦ દર્દી ઓ, ૧.૯૪ લાખ લોકોએ કોરોનાને મ્હાત આપી : ૯૩ વેન્ટિલેટર પર
અમદાવાદમાં ૩૨૫, સુરત ૨૫૨, વડોદરા ૧૭૬, રાજકોટ ૧૫૩, ગાંધીનગર ૬૨, જામનગર ૫૫, જૂનાગઢ ૨૨ અને ભાવનગરમાં ૧૮ નવા કેસ નોંધાયા : સૌરાષ્ટ્રમાં ચિંતાજનક ૩૧૬ કેસ
રાજકોટ તા.૨
રાજયમાં લગ્નની સીઝન અને શિયાળાની ઋતુનો પ્રારંભ થતાની સાથે જ કોરોનાની બીજી લહેર જોવા મળી છે. જેમાં અનલોકની અંદર સતત પોઝીટીવ દર્દી ઓની સંખ્યા વધી રહી છે. તેમજ દિવસેને દિવસે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. જેમાં આજે વધુ ૧૫૧૨ કેસ નોંધાયા છે.
રાજયમાં વધુ એક વખત ૧૫૧૨ કેસ નોંધાયા છે. જયારે ૧૫૭૦ દર્દી ઓ સ્વસ્થ થયા છે. કુલ કેસનો આંકડો ૨.૧૨,૭૬૯ લાખ પર પહોંચ્યો છે. જયારે ૧.૯૪ લાખ લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેમજ ૧૪ દર્દી ના મોત થયા છે અને ૯૩ દર્દી ઓને વેન્ટિલેટર પર સારવાર આપવામાં આવી રહી છે. ૧૪૭૨૦ લોકોની તબિયત સ્ટેબલ છે.
સૌરાષ્ટ્રના ૧૨ જિલ્લા અને ૪ મહાનગરોમાં કોરોનાનો ફૂંફાડો યથાવત રહ્યો છે. જેમાં આજે વધુ ૩૧૬ કેસ નોંધાયા છે. રાજકોટ શહેરમાં કોરોનાએ વધુ એક વખત ૧૦૦નો આંકડો પાર કર્યો છે અને ૧૦૮ કેસ નોંધાયા છે. ૮૩ દર્દી ઓને ડિસ્ચાજર્ કરવામાં આવ્યા છે. ૭૬૮ દર્દી ઓ સારવારમાં છે. કુલ કેસનો આંકડો ૧૧૧૨૯ પર પહોંચ્યો છે. રાજકોટ ગ્રામ્યમાં ૪૫, દર્દી ઓ નોંધાયા છે.
રાજયમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૧ જિલ્લા અને ૮ મહાનગરોમાં વધુ ૧૫૧૨ કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં સતત ૩૦૦ને આંકડો પાર કરી આજે ૩૨૫ કેસ નોંધાયા છે. સુરતમાં ૨૫૨ , વડોદરા ૧૭૬, રાજકોટ ૧૫૩, ગાંધીનગર ૬૨, જામનગર ૫૫, જૂનાગઢ ૨૨, ભાવનગર ૧૮, બનાસકાંઠા ૪૪, ખેડા ૪૩, દાહોદ ૩૫, કચછ ૨૮, પાટણ ૨૮, મોરબી ૨૭, ભરૂચ ૨૬, પંચમહાલ ૨૨, અમરેલી ૨૦, નવસારી ૧૮, સાબરકાંઠા ૧૮, નર્મદા ૧૪, આણંદ ૧૧, મહિસાગર ૧૧, અરવલ્લી ૧૦, ગીર સોમનાથ ૮, સુરેન્દ્રનગર ૫, વલસાડ પ, બોટાદ ૩, છોટાઉદેપુર ૩, દેવભૂમિ દ્વારકા ૩, તાપી ૨ અને પોરબંદરમાં નવા ૨ કેસ નોંધાયા છે.
રાજ્યમાં કોરોનાના કેસો
ગુજરાતમાં કોરોના વિસ્ફોટ જારી રહ્યો છે. આજે વધુ ૧૫૧૨ કેસ સપાટી પર આવ્યા હતા. રાજ્યમાં કોરોનાના કેસો નીચે મુજબ છે.
શહેર કેસ
અમદાવાદ કોર્પોરેશન ૩૦૨
સુરત કોર્પોરેશન ૨૦૪
વડોદરા કોર્પોરેશન ૧૩૫
રાજકોટ કોર્પોરેશન ૧૦૮
મહેસાણા ૭૪
સુરત ૪૮
રાજકોટ ૪૫
બનાસકાંઠા ૪૪
ખેડા ૪૨
વડોદરા ૪૧
ગાંધીનગર ૩૮
દાહોદ ૩૫
જામનગર કોર્પોરેશન ૩૩
કચ્છ ૨૮
પાટણ ૨૮
મોરબી ૨૭
ભરૂચ ૨૬
ગાંધીનગર કોર્પોરેશન ૨૪
અમદાવાદ ૨૩
પંચમહાલ ૨૨
અમરેલી ૨૦
નવસારી ૧૮
સાબરકાંઠા ૧૮
નર્મદા ૧૪
ભાવનગર કોર્પોરેશન ૧૩
જામનગર ૧૨
આણંદ ૧૧
જુનાગઢ ૧૧
જુનાગઢ કોર્પોરેશન ૧૧
મહીસાગર ૧૧
અરવલ્લી ૧૦
ગીર સોમનાથ ૮
ભાવનગર ૫
સુરેન્દ્રનગર ૫
વલસાડ ૫
બોટાદ ૩
છોટા ઉદેપુર ૩
દેવભૂમિ દ્ધારકા ૩
પોરબંદર ૨
તાપી ૨
કુલ૧૫૧૨