રાજયમાં નવા ૧૨૪૩ કેસ સામે સ્વસ્થ થનારા ૧પ૧૮ દર્દી

0
15
Share
Share

કુલ કેસ ૧.૫૦ લાખની નજીક : ૧.ર૯.૪૪૧ લોકોએ કોરોનાને હરાવ્યો  : ૮૩ વેન્ટીલેટર પર : ૯ મોત

 

સુરત ૨૬૪, અમદાવાદ ૧૮૦, વડોદરા ૧૨૨, રાજકોટ ૧૩૨, જામનગર ૯૫, ભાવનગર  ૨૦, જૂનાગઢ ૩૭, ગાંધીનગર ૩૪ મળી ૩૫ જિલ્લા અને ૮ મહાનગરોમાં નવા કેસ નોંધાયા

 

રાજકોટ તા.૯

રાજયમાં નવા કેસ સામે સ્વસ્થ થનારા દર્દી ઓની સંખ્યા ઓ વધી છે આથી રીકવરી રેટમાં ઉછાળો જોવા મળ્યો છે. જયારે મૃત્યુઆંક પર કાબુ મેળવવામાં તંત્ર સફળતા તરફ જઇ રહયુ છે. કુલ કેસનો આંક ૧.૫૦ લાખ નજીક પહોંચી છે. ડીસ્ચાજર્ થનારા દર્દી ઓએ ૧.ર૯ લાખ થયા છે.  મૃત્યુ દરનો આંક ઘટી રહયો છે. આરોગ્ય તંત્ર દ્વારા માત્ર લક્ષણો દેખાતા લોકોના પરીક્ષણ કરવામાં આવી રહયા છે. પોઝીટીવ આવેલા દદર્ીઓ ઘરે જ સારવાર લઇને સ્વસ્થ થઇ રહયા છે. આથી ખાનગી હોસ્પીટલોમાં બેડ ખાલી પડી રહયા છે. તાલુકા કક્ષાએ કોવિડ હોસ્પિટલ-સેન્ટરો શરૂ કરવામાં આવેલ છે જેના કારણે જિલ્લા કક્ષાએ સારવાર માટે આવતા દર્દી ઓની સંખ્યા ઘટવા પામેલ છે.

રાજયમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૨૪૩  કેસ સાથે કુલ કેસનો આંકડો ૧.૫૦ લાખ પર પહોંચ્યો છે. ૧૫૧૮  દર્દી સ્વસ્થ થયા છે. કુલ ૧.૨૯ લાખ દર્દી ઓ કોરોના સામે જંગ જીત્યા છે.૯ દર્દી ના મોત સાથે કુલ મૃત્યુઆંક ૩૫૫૦  છે.  ૮૩ દર્દી ઓ વેન્ટિલેટર પર છે. ૧૬૧૨૦ એકટીવ કેસ છે.

સૌરાષ્ટ્રના ૧૨ જિલ્લા અને ૪ મહાનગરોમાં આજે કોરોનાના વધુ ૨૭૩ કેસો નોંધાયો છે. જેમાં રાજકોટમાં શહેરમાં ૮૭ નવા કેસ સાથે ૭૦૪૭ ને પાર. ૧૦૫ દર્દીને ડીસ્ચાજર્ કરવામાં આવ્યા. અને હાલ ૯૪૭ દર્દી સારવારમાં છે. ગ્રામ્યમાં ૪૫  કેસ નોંધાયા છે.  કુલ રાજકોટ શહેર અને ગ્રામ્યના પોઝીટીવ દર્દી નો આંકડો ૧૦૫૪૫ ને પાર કર્યો. રાજકોટની સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા વધુ ૧૨ લોકોના મોત થયા છે.

રાજયમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૩ જિલ્લા અને ૮ મહાનગરોમાં વધુ ૧૨૪૩ દર્દી ઓ મળી આવ્યા છે. સુરત ૨૬૪, અમદાવાદ ૧૮૦, રાજકોટ ૧૩૨, બરોડા ૧૨૨, જામનગર ૯૫, જુનાગઢ ૩૭, ગાંધીનગર ૩૪, ભાવનગર ૧૮, બનાસકાંઠા ૩૯, મહેસાણા ૩૮, કચ્છ ૨૯, અમરેલી ૨૫, સાબરકાંઠા ૨૫, ભરુચ ૨૩, પંચમહાલ ૨૩, સુરેન્દ્રનગર ૨૩, પાટણ ૨૦, ગીર સોમનાથ ૧૯, મોરબી ૧૩, નર્મદા ૧૩, આણંદ ૧૨, ખેડા ૧૧, દેવભુમિ ૯, મહીસાગર ૯, તાપી ૮, નવસારી ૬, દાહોદ ૫, છોટાઉદેપુર ૪, વલસાડ ૩, અરવલી ૧, બોટાદ, ડાંગ અને પોરબંદરમાં ૧-૧ નવા કેસ નોંધાયા છે.

રાજ્યમાં કોરોનાના કેસો

ગુજરાતમાં કોરોના વિસ્ફોટ જારી રહ્યો છે. આજે વધુ ૧૨૪૩ કેસ સપાટી પર આવ્યા હતા.  રાજ્યમાં કોરોનાના કેસો નીચે મુજબ છે.

શહેર   કેસ

સુરત કોર્પોરેશન        ૧૭૩

અમદાવાદ કોર્પોરેશન   ૧૬૪

સુરત   ૯૧

રાજકોટ કોર્પોરેશન      ૮૭

વડોદરા કોર્પોરેશન     ૭૯

જામનગર કોર્પોરેશન    ૭૦

રાજકોટ ૪૫

વડોદરા        ૪૩

બનાસકાંઠા     ૩૯

મહેસાણા        ૩૮

કચ્છ   ૨૯

અમરેલી        ૨૫

જામનગર      ૨૫

સાબરકાંઠા      ૨૫

ભરૂચ   ૨૩

પંચમહાલ      ૨૩

સુરેન્દ્રનગર     ૨૩

જુનાગઢ        ૨૦

પાટણ  ૨૦

ગાંધીનગર કોર્પોરેશન   ૧૯

ગીર સોમનાથ  ૧૯

જુનાગઢ કોર્પોરેશન     ૧૭

અમદાવાદ     ૧૬

ગાંધીનગર      ૧૫

મોરબી ૧૩

નર્મદા  ૧૩

આણંદ  ૧૨

ભાવનગર કોર્પોરેશન   ૧૧

ખેડા    ૧૧

દેવભૂમિ દ્ધારકા ૯

મહીસાગર      ૯

તાપી   ૮

ભાવનગર      ૭

નવસારી        ૬

દાહોદ  ૫

છોટા ઉદેપુર    ૪

વલસાડ        ૩

અરવલ્લી       ૧

બોટાદ  ૧

ડાંગ    ૧

પોરબંદર       ૧

કુલ     ૧૨૪૩

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here