રાજયમાં નવા કેસ ૧૧૩૭, સ્વસ્થ થનારા દર્દી ૧૧૮૦ : ૯ મોત

0
34
Share
Share

૧.૬૩ લાખ કુલ કેસ, ૧.૪પ લાખ લોકોએ કોરોનાને મ્હાત આપી : ૩૬૬૩ કુલ મૃત્યુઆંક

 

સુરત ૨૩૯, અમદાવાદ ૧૭૭, વડોદરા ૧૧૮, રાજકોટ ૧૦૪, જામનગર ૬૫, ભાવનગર  ૧૨, જૂનાગઢ ૨૬, ગાંધીનગર ૪૬ મળી ૩૨ જિલ્લા અને ૮ મહાનગરોમાં નવા કેસ નોંધાયા

 

રાજકોટ તા.૨૧

રાજયમાં કોરોનાને કાબુમાં લેવા આરોગ્ય તંત્ર દ્વારા દિવસ રાત એક કરી નવા કેસો સામે રીકવરી રેટમાં વધારો થયો છે. સાથે સાથે મૃત્યુદરમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. કોરોનાગ્રસ્ત દર્દી ઓની સંખ્યામાં ખરેખર ઘટાડો થઇ રહ્યો છે અને વધુમાં વધુ દર્દી ઓ સ્વસ્થ થઇ રહ્યા છે તેમજ મૃત્યુઆંક ઘટી રહ્યાના સરકારી દાવાઓમાં કેટલી સત્યતા છે! રાજયમાં ફરી ટેસ્ટીંગની ગતિ પર બ્રેક લગાવવામાં આવ્યાનું જાણવા મળેલ છે. તેમજ જિલ્લા કક્ષાએ દર્દી ઓની સંખ્યા ઘટાડવા તાલુકા કક્ષાએ કોવિડ હોસ્પિટલ-સેન્ટરો શરૂ કરવામાં આવેલ છે જેના કારણે જિલ્લા કક્ષાએ સારવાર માટે આવતા દર્દી ઓની સંખ્યા ઘટવા પામેલ છે. પરંતુ હકિકતે કોરોનાગ્રસ્તો સ્થાનિક કક્ષાએ સારવાર મેળવતા થયા છે.

રાજયમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૧૩૭ કેસ સાથે કુલ કેસનો આંકડો ૧.૬૩ લાખ પર પહોંચ્યો છે. ૧૧૮૦ દર્દી સ્વસ્થ થયા છે. કુલ ૧.૪૫ લાખ નજીક દર્દી ઓ કોરોના સામે જંગ જીત્યા છે. ૯ દર્દી ના મોત સાથે કુલ મૃત્યુઆંક ૩૬૬૩ નજીક છે. ૭૫ દર્દી ઓ વેન્ટિલેટર પર છે. ૧૪૧૪૦ એકટીવ કેસ છે.

સૌરાષ્ટ્રના ૧૨ જિલ્લા અને ૪ મહાનગરોમાં આજે કોરોનાનો વિસ્ફોટ થયો હોય તેમ વધુ ૨૭૮  કેસો નોંધાયો છે. જેમાં રાજકોટમાં શહેરમાં ૬૯ નવા કેસ સાથે ૧૦૨ દર્દી ને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ૬૭૮ દર્દી સારવારમાં છે. કુલ મૃત્યુઆંક ૧૧૬ પર પહોંચ્યો છે. શહેરમાં કુલ કેસ ૭૯૮૯ નોંધાયા છે. ગ્રામ્યમાં ૩૫ કેસ નોંધાયા છે. રાજકોટની સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા વધુ લોકોના મોત થયા છે. કુલ કેસનો આંકડો ૧૧૮૮૪ ને પાર પહોંચી ગયો છે.

રાજયમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૩ જિલ્લા અને ૮ મહાનગરોમાં વધુ ૧૧૩૭  દર્દી ઓ મળી આવ્યા છે. સુરત ૨૩૯, અમદાવાદ ૧૭૭, વડોદરા ૧૧૮, રાજકોટ ૧૦૪, જામનગર ૬૫, ભાવનગર  ૧૨, જૂનાગઢ ૨૬, ગાંધીનગર ૪૬, કચ્છ ૨૬, મહેસાણા ૪૮, પાટણ ૨૬, ભરૂચ ૨૩, દાહોદ ૨૩, પંચમહાલ ૨૨, સાબરકાંઠા ૨૨, સુરેન્દ્રનગર ૨૦, અમરેલી ૧૯, નર્મદા ૧૯, બનાસકાંઠા ૧૬, આણંદ ૧૩, ખેડા ૧૨, ગીર સોમનાથ ૧૧, મોરબી ૯, અરવલ્લી ૭, મહિસાગર ૭, છોટાઉદેપુર પ, દેવભૂમિ દ્વારકા પ, નવસારી ૪, પોરબંદર ૪, તાપી ૪, બોટાદ ૩, ડાંગ અને વલસાડમાં ૧-૧ નવા કેસ મળી આવ્યા છે.

રાજ્યમાં કોરોનાના કેસો

ગુજરાતમાં કોરોના વિસ્ફોટ જારી રહ્યો છે. આજે વધુ ૧૧૩૭ કેસ સપાટી પર આવ્યા હતા.  રાજ્યમાં કોરોનાના કેસો નીચે મુજબ છે.

શહેર   કેસ

સુરત કોર્પોરેશન        ૧૬૯

અમદાવાદ કોર્પોરેશન   ૧૬૫

વડોદરા કોર્પોરેશન     ૭૭

સુરત   ૭૦

રાજકોટ કોર્પોરેશન      ૬૯

મહેસાણા        ૪૮

વડોદરા        ૪૧

જામનગર કોર્પોરેશન    ૪૦

રાજકોટ ૩૫

ગાંધીનગર કોર્પોરેશન   ૨૯

કચ્છ   ૨૬

પાટણ  ૨૬

જામનગર      ૨૫

ભરૂચ   ૨૩

દાહોદ  ૨૩

પંચમહાલ      ૨૨

સાબરકાંઠા      ૨૨

સુરેન્દ્રનગર     ૨૦

અમરેલી        ૧૯

નર્મદા  ૧૯

ગાંધીનગર      ૧૭

બનાસકાંઠા     ૧૬

જુનાગઢ        ૧૫

આણંદ  ૧૩

અમદાવાદ     ૧૨

ખેડા    ૧૨

ગીર સોમનાથ  ૧૧

જુનાગઢ કોર્પોરેશન     ૧૧

ભાવનગર કોર્પોરેશન   ૯

મોરબી ૯

અરવલ્લી       ૭

મહીસાગર      ૭

છોટા ઉદેપુર    ૫

દેવભૂમિ દ્ધારકા ૫

નવસારી        ૪

પોરબંદર       ૪

તાપી   ૪

ભાવનગર      ૩

બોટાદ  ૩

ડાંગ    ૧

વલસાડ        ૧

કુલ     ૧૧૩૭

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here