રાજયમાં કોરોના બેકાબુ, વધુ ૧૩૨૯ કેસ : ૧.૦૮ લાખ કુલ કેસ

0
37
Share
Share

૨૪ કલાકમાં ૧૩૩૬ ડિસ્ચાજર્ સાથે ૮૮૮૧૫ લોકોએ કોરોનાને મ્હાત આપી, કુલ મૃત્યુઆંક ૩૧૫૨ : ૯૪ વેન્ટિલેટર પર

 

સુરત ૨૬૮, અમદાવાદ ૧૭૧, વડોદરા ૧૨૬, રાજકોટ ૧૫૪, જામનગર ૧૧૩, ભાવનગર  ૪૬, જૂનાગઢ ૩૭ અને ગાંધીનગર ૩૫ મળી ૩૨ જિલ્લા અને ૮ મહાનગરોમાં નવા કેસ નોંધાયા

 

રાજકોટ તા.૩

રાજયમાં દિવસેને દિવસે કોરોના બેકાબુ બની રહ્યો છે. ત્યારે અમદાવાદને સુરત બાદ રાજકોટ તેમજ જામનગર હોટસ્પોટ તરફ જઇ રહ્યા છે. રાજકોટે વડોદરા કરતાં વધુ પોઝીટીવ દર્દીઓ નોંધાયા છે. સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતુ રાજકોટમાં કોરોનાને કાબુમાં લેવા રાજય વહિવટી તંત્ર દ્વારા આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિને રાજકોટ મોકલ્યા છે. ત્યારે  કેસ ઘટવાને બદલે વિસ્ફોટ થઇ રહ્યો છે. રાજકોટમાં રાજયની અંદર સૌથી વધુ કોરોનાથી મોત થઇ રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા પ્રથમ કોરોનાના દર્દીની માહિતી આપવાની બંધ કરી દીધા બાદ હવે કોરોનાથી મૃત્યુ પામતા દર્દીઓના આંકડાની સંખ્યા પણ આપવાની બંધ કરી દીધી છે. રાજકોટની અંદર કોરોનાની સારવાર લઇ રહેલા વધુ ૩૦ દર્દીના મોત થયાનું બહાર આવ્યું છે.

રાજયમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૩૨૯ કેસ સાથે કુલ કેસનો આંકડો ૧.૦૮ લાખ પર પહોંચ્યો છે. ૧૩૩૬ દર્દી સ્વસ્થ થયા છે. કુલ ૮૮૮૧૫ દર્દીઓ કોરોના સામે જંગ જીત્યા છે. ૧૬ દર્દીના મોત સાથે કુલ મૃત્યુઆંક ૩૧૫૨ નોંધાયો છે. ૯૪ દર્દીઓ વેન્ટિલેટર પર છે. રાજકોટ પીજીવીસીએલમાં ૨૪ બાદ આજે વધુ ૧૬ ર્મચારીના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે.

સૌરાષ્ટ્રના ૧૨ જિલ્લા અને ૪ મહાનગરોમાં આજે કોરોનાનો વિસ્ફોટ થયો હોય તેમ સૌથી હાઇએસ્ટ ૪૧૪થી વધુ કેસો નોંધાયો છે. જેમાં રાજકોટમાં શહેરમાં ૯૪ નવા કેસ સાથે હાહાકાર મચી જતાં લોકોમાં ગભરાટનો માહોલ ઉભો થયો છે. લોકો બહાર નીકળતા પણ ગભરાટ અનુભવી રહ્યા છે. ત્યારે આજે ૧૦૬ દર્દીઓને ડિસ્ચાજર્ કરવામાં આવ્યા છે અને સારવારમાં ૧૩૪૩ દર્દીઓ છે. ગ્રામ્યમાં ૬૦ કેસ નોંધાયા છે. રાજકોટમાં કુલ ૬૧૩૬ની નજીક પહોંચી ગયા છે.

રાજયમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૩ જિલ્લા અને ૮ મહાનગરોમાં વધુ ૧૨૯૫ દર્દીઓ મળી આવ્યા છે. સુરત ૨૬૮, અમદાવાદ ૧૭૧, વડોદરા ૧૨૬, રાજકોટ ૧૫૪, જામનગર ૧૧૩, ભાવનગર  ૪૬, જૂનાગઢ ૩૭, ગાંધીનગર ૩૫, મોરબી ૩૦, અમરેલી ૨૯, પંચમહાલ ૨૯, પાટણ ૨૫, ભરૂચ ૨૪, દાહોદ ૨૨, મહેસાણા ૨૨, દેવભૂમિ દ્વારકા ૧૮, મહિસાગર ૧૬, સોમનાથ ૧૪, તાપી ૧૪, કચ્છ ૧૩, સુરેન્દ્રનગર ૧૩, વલસાડ ૧૩, આણંદ ૧૨, બનાસકાંઠા ૧૨, છોટાઉદેપુર ૧૧, ખેડા ૧૧, નવસારી ૧૧, સાબરકાંઠા ૧૧, બોટાદ ૯, નર્મદા ૮, અરવલ્લી ૭ અને પોરબંદરમાં ૭ નવા કેસ નોંધાયા છે.

રાજ્યમાં કોરોનાના કેસો

ગુજરાતમાં કોરોના વિસ્ફોટ જારી રહ્યો છે. આજે વધુ ૧૩૨૯ કેસ સપાટી પર આવ્યા હતા.  રાજ્યમાં કોરોનાના કેસો નીચે મુજબ છે.

શહેર   કેસ

સુરત કોર્પોરેશન        ૧૭૪

અમદાવાદ કોર્પોરેશન   ૧૪૯

રાજકોટ કોર્પોરેશન      ૯૪

સુરત   ૯૨

જામનગર કોર્પોરેશન    ૯૧

વડોદરા કોર્પોરેશન     ૮૬

રાજકોટ ૬૦

વડોદરા        ૪૦

મોરબી ૩૦

અમરેલી        ૨૯

પંચમહાલ      ૨૯

ભાવનગર કોર્પોરેશન   ૨૭

પાટણ  ૨૫

ભરૂચ   ૨૪

અમદાવાદ     ૨૨

દાહોદ  ૨૨

જામનગર      ૨૨

મહેસાણા        ૨૨

ગાંધીનગર      ૨૦

ભાવનગર      ૧૯

જુનાગઢ કોર્પોરેશન     ૧૯

દેવભૂમિ દ્ધારકા ૧૮

જુનાગઢ        ૧૮

મહીસાગર      ૧૬

ગાંધીનગર કોર્પોરેશન   ૧૫

ગીર સોમનાથ  ૧૪

તાપી   ૧૪

કચ્છ   ૧૩

સુરેન્દ્રનગર     ૧૩

વલસાડ        ૧૩

આણંદ  ૧૨

બનાસકાંઠા     ૧૨

છોટા ઉદેપુર    ૧૧

ખેડા    ૧૧

નવસારી        ૧૧

સાબરકાંઠા      ૧૧

બોટાદ  ૯

નર્મદા  ૮

અરવલ્લી       ૭

પોરબંદર       ૭

કુલ     ૧૩૨૯

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here