રાજયમાં કોરોના ધીરેધીરે રફતાર પર, નવા ૧૧૨૫ દર્દી : ૧૩૫૨ ડીસ્ચાજર્

0
17
Share
Share

કુલ કેસ ૧,૮૩,૮૪૪  :  ૧,૬૭,૮૨૦ લોકો કોરોના સામે જંગ જીત્યા  : ૧૨૧૭૧ એકટીવ કેસ : સૌરાષ્ટ્રમાં  કોરોનાનો ફુફાડો છેલ્લા ર૪ કલાકમાં ૨૭૭ કેસ

 

સુરત ૧૮૪, અમદાવાદ ૨૦૭, વડોદરા ૧૩૦, રાજકોટ ૧૩૪, ગાંધીનગર ૪૭, જામનગર ૩૪, જુનાગઢ ૧૭, ભાવનગર ૧૪ નવા કેસ નોંધાયા

 

રાજકોટ તા.૧૧

રાજયમાં પેટાચુંટણી પુર્ણ થતા અને દીવાળી ના પર્વનો પ્રારંભ  થતાની સાથે જ કોરોના ધીરે ધીરે રફતાર પકડી રહયો છે.   બજારમાં ભીડભાડ થી  કોરોના ફરી માથુ ઉચકી રહયો છે.   સરકાર અગમ ચેતીના પગલા નહી લે તો અને લોકો બેદરકારી દાખવસે તો આવનારા દીવસો માં કોરોના ફરી બેકાબુ બને તો નવાઇ નહીં.     રાજયમાં બીજી લહેરના મંડાણ દેખાઇ રહયા છે. ત્યારે રાજય સરકાર જો બોધપાળ નહીં લે તો કોરોના ફરી માથુ ઉચકે તો નવાઇ નહીં. તેવુ નીષ્ણાંતો દ્વારા કહેવામાં આવી રહયુ છે.

રાજયમાં  કોરોનાના  વધુ  ૧૧૨૫   કેસ   નોંધાયા છે.         જયારે ૧૩૫૨  દર્દી સ્વસ્થ થયા. કુલ કેસનો આંકડો ૧,૮૩,૮૪૪  લાખ નોંધાયો છે. ૧,૬૭,૮૨૦   લોકોએ કોરોના સામે જંગ જીત્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૬  ના મોત સાથે કુલ મુત્યુઆંક  ૩૭૭૯   છે.  ૭૪ દર્દી ઓને વેન્ટીલેટર પર સારવાર આપવામાં આવી રહી છે. જયારે ૧૨૧૭૧  દર્દી ની સ્થીતી સ્થીર છે.

સૌરાષ્ટ્રના ૧૨ જિલ્લા અને ૪ મહાનગરોમાં કોરોનાના  વધુ  ૨૭૭   કેસ નોંધાયા છે.  જેમાં રાજકોટ અને જામનગર હોટ ગણાતા શહેરોમાં  આરોગ્ય તંત્રની રાત-દીવસની મહેનત બાદ કોરોના પર કાબુ મેળવવામાં મહદઅંશે સફળતા જોવા મળી છે.   જેમાં રાજકોટમાં શહેરમાં  ૮૬  નવા કેસ સામે ૬૩ દર્દીને ડીસ્ચાજર્ કરવામાં આવ્યા.    ૪૮૬ લોકો સારવામાં. કુલ કેસ ૯૨૫૭  જયારે ગ્રામ્યમાં ૪૮  કેસ નોંધાયા છે.

રાજયમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૨  જિલ્લા અને ૮ મહાનગરોમાં વધુ  ૧૧૨૫  દર્દી ઓ મળી આવ્યા છે.     સુરત  ૧૮૪, અમદાવાદ ૨૦૭ , રાજકોટ ૧૩૪, વડોદરા ૧૩૦, ગાંધીનગર ૪૭, જામનગર ૩૪, ભાવનગર ૧૪ , જુનાગઢ ૧૭, મહેસાણા ૭૦,  બનાસકાંઠા ૪૧, પાટણ ૩૮, સાબરકાંઠા ૨૩, મોરબી ૨૨, સુરેન્દ્રનગર ૨૦, પંચમહાલ ૧૭, ભરુચ ૧૮, આણંદ ૧૪, ખેડા ૧૩, કચ્છ ૧૩, અમરેલી ૧૨,  દાહોદ ૧૨, મહીસાગર ૧૧, ગીર સોમનાથ ૭, નર્મદા ૬, અરવલી ૫, નવસારી ૪, તાપી ૪, દેવભુમી દ્વારકા ૩, છોટા ઉદેપુર ૨, પોરબંદર ૨  અને  બોટાદમાં ૧ નવો કેસ નોંધાયો છે

રતમાં એક દિવસમાં ૩૮૦૦૦ કરતા વધારે કેસ સામે આવ્યા છે. ગુજરાતમાં પણ કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં પણ ૨૪ કલાકમાં કોરોનાના ૧૧૨૫ નવા કેસ સામે આવ્યા છે અને વિવિધ જગ્યાએથી ૬ લોકોના મોત નીપજ્યાં છે. જેથી કોરોનાનો કુલ આંકડો પણ વધીને ૧૮૩૮૪૪ થયો છે.

રાજ્યમાં ૧૧૨૫ નવા દર્દીઓ સામે ૧૩૫૨ દર્દીઓ કોરોનાને હરાવવામાં સફળ રહ્યાં છે. જેથી હવે સ્વસ્થ દર્દીઓનો આંકડો પણ ૧૬૭૮૨૦એ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. ૨૪ કલાકમાં રાજ્યમાં વધુ ૬ મોત સાથે કુલ મૃત્યુઆંક પણ ૩૭૭૯એ પહોંચ્યો છે. એવું લાગી રહ્યું છે કે જેમ જેમ તહેવારો નજીક આવતા જઈ રહ્યાં છે તેમ તેમ કોરોના ફરી માથુ ઉંચકી રહ્યો છે.

રાજ્યમાં કોરોના વાયરસના કુલ એક્ટિવ કેસ પણ ૧૨,૨૪૫ થયાં છે. રાજ્યમાં ૨૪ કલાકમાં ૬ લોકોના મોત થયા છે.  ૭૪ દર્દી વેન્ટીલેટર પર છે જ્યારે ૧૨,૧૭૫ દર્દી સ્ટેબલ છે. અત્યાર સુધી ૧,૬૭,૮૨૦ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર ૯૧.૨૮ ટકા છે. આજે કુલ ૪,૯૫,૯૮૬ વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે જે પૈકી ૪,૯૫,૮૯૦ વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઈન કરાયા છે અને ૯૬ વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.

રાજ્યમાં કોરોનાના કેસો

ગુજરાતમાં કોરોના વિસ્ફોટ જારી રહ્યો છે. આજે વધુ ૧૧૨૫ કેસ સપાટી પર આવ્યા હતા.  રાજ્યમાં કોરોનાના કેસો નીચે મુજબ છે.

શહેર   કેસ

અમદાવાદ કોર્પોરેશન   ૧૮૬

સુરત કોર્પોરેશન        ૧૪૪

વડોદરા કોર્પોરેશન     ૯૨

રાજકોટ કોર્પોરેશન      ૮૬

મહેસાણા        ૭૦

રાજકોટ ૪૮

બનાસકાંઠા     ૪૧

સુરત   ૪૦

પાટણ  ૩૮

વડોદરા        ૩૮

ગાંધીનગર કોર્પોરેશન   ૨૮

સાબરકાંઠા      ૨૩

મોરબી ૨૨

અમદાવાદ     ૨૧

સુરેન્દ્રનગર     ૨૦

ગાંધીનગર      ૧૯

ભરૂચ   ૧૮

જામનગર કોર્પોરેશન    ૧૮

પંચમહાલ      ૧૭

જામનગર      ૧૬

આણંદ  ૧૪

ખેડા    ૧૩

કચ્છ   ૧૩

અમરેલી        ૧૨

દાહોદ  ૧૨

ભાવનગર કોર્પોરેશન   ૧૧

મહીસાગર      ૧૧

જુનાગઢ        ૯

જુનાગઢ કોર્પોરેશન     ૮

ગીર સોમનાથ  ૭

નર્મદા  ૬

અરવલ્લી       ૫

નવસારી        ૪

તાપી   ૪

ભાવનગર      ૩

દેવભૂમિ દ્વારકા  ૩

છોટાઉદેપુર     ૨

બોટાદ  ૧

કુલ     ૧૧૨૫

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here