રાજયમાં કોરોના જેટ ગતીમાં : વિક્રમજનક ૧પ૧પ કેસ

0
22
Share
Share

૧૨૭૧ ડીસ્ચાજર્ સાથે ૧,૭૮,૭૮૬ લોકો કોરોના સામે જંગ જીત્યા, કુલ કેસ ૧.૯૬ લાખ : ૮ના મોત

 

અમદાવાદ ૩૭૩, સુરત ૨૬૨, વડોદરા ૧૬૪, રાજકોટ ૧૩૭, ગાંધીનગર ૮૯, જામનગર ૪૧, જુનાગઢ ૨૦ અને ભાવનગરમાં ૧૯ નવા કેસ :  સૌરાષ્ટ્રમાં ૨૮૯ કેસ

 

રાજકોટ તા.૨૧

રાજયમાં તહેવારો પુર્ણ થતા જ કોરોનાની બીજી લહેર જોવા મળતાની સાથે જ તંત્ર હરકતમાં આવી ગયુ છે. અમદાવાદ બાદ રાજકોટ, સુરત અને  વડોદરામાં  રાત્રી કર્ફયુના અમલ વચ્ચે આજે કોરોના જેટ ગતીમાં જોવા મળ્યો છે. અને વિક્રમજનક   કેસ નોંધાયા છે. રાજયમાં વધતા જતા કેસને ધ્યાને લઇ કેન્દ્રીય આરોગ્યની ટીમ અમદાવાદ દોડી આવી છે. નવા બેડ અંગેની વ્યવસ્થા કરવા તેમજ લોકોએ ભયભીત થવાની જરૂર નથી. પરંતુ ગાઇડલાઇનનું સંપુર્ણ પણે પાલન અને તકેદારી રાખવા અપીલ કરી છે.  સરકાર  એકશન મોડમાં આવી આરોગ્યતંત્રને દોડતુ કર્યુ છે.  અનલોક-૬ માં આપેલી છુટછાટ અને  લોકોની બેદરકારી અને પેટાચુંટણી તેમજ દીવાળીના પર્વ બાદ કોરોના  ધીરેધીરે રાજયમાં વકરી રહયો છે.

રાજયમાં આજે વધુ ૧૫૧૫ કેસ નોંધાયા છે.   જયારે ૧૨૭૧  દર્દીઓ  સ્વસ્થ થયા છે.   કુલ કેસનો આંકડો ૧.૯૬ લાખ અને  ૧,૭૮,૭૮૬   લોકોએ કોરોનાને મહાત આપી છે. ૮ દર્દીઓ કોરોના સામે જંગ હારી ચુકયા છે. કુલ મૃત્યુઆંક ૩૮૮૫ પર પહોંચ્યો છે. ૯૫ દર્દીઓને વેન્ટીલેટર પર સારવાર આપવામાં આવી રહી છે. ૧૩૧૯૦ દર્દીઓની સ્થીતી સ્ટેબલ છે.

સૌરાષ્ટ્રના ૧૨ જિલ્લા અને ૪ મહાનગરોમાં કોરોનાનો કહેર જોવા મળ્યો છે. તેમાં વધુ ૨૮૯ કેસ નોંધાયા છે. રાજકોટ શહેરમાં ૮૯  કેસ નોંધાયા છે.   ૭૩ દર્દીને ડીસ્ચાજર્ કરવામાં આવ્યા.     કુલ કેસ ૧૦૧૦૮ની નજીક   જયારે ગ્રામ્યમાં ૪૮  કેસ નોંધાયા છે.

રાજયમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૧  જિલ્લા અને ૮ મહાનગરોમાં વધુ  ૧૫૧૫   દર્દીઓ મળી આવ્યા છે.     અનલોક બાદ અમદાવાદમાં  સતત બીજા દીવસે  ૩૦૦ ને આંકડો પાર કર્યો છે. જયારે  સુરત ૨૬૨ , વડોદરા ૧૬૪ , રાજકોટ ૧૩૭, ગાંધીનગર ૮૯, જામનગર ૪૧, ભાવનગર ૧૯, જુનાગઢ ૨૦, બનાસકાંઠા ૫૫, મહેસાણા ૫૩, પાટણ ૫૧, કચ્છ ૩૦, અમરેલી ૨૪, પંચમહાલ ૨૩, ખેડા ૨૦, મહીસાગર ૧૯, સાબરકાંઠા ૧૭, સુરેન્દ્રનગર ૧૫, દાહોદ ૧૪, મોરબી ૧૪, અરવલી ૧૨, નર્મદા ૧૨, ગીર સોમનાથ ૧૦, આણંદ ૮, ભરુચ ૬, છોટા ઉદેપુર ૬, તાપી ૬, બોટાદ ૪, દેવભુમી દ્વારકા ૪, નવસારી ૩, વલાસડ ૩ અને પોરબંદરમાં ૧ નવા કેસ નોંધાયા છે.

રાજ્યમાં કોરોનાના કેસો

ગુજરાતમાં કોરોના વિસ્ફોટ જારી રહ્યો છે. આજે વધુ ૧૫૧૫ કેસ સપાટી પર આવ્યા હતા.  રાજ્યમાં કોરોનાના કેસો નીચે મુજબ છે.

શહેર   કેસ

અમદાવાદ કોર્પોરેશન   ૩૫૪

સુરત કોર્પોરેશન        ૨૧૧

વડોદરા કોર્પોરેશન     ૧૨૫

રાજકોટ કોર્પોરેશન      ૮૯

બનાસકાંઠા     ૫૫

ૈગાંધીનગર કોર્પોરેશન ૫૩

મહેસાણા        ૫૩

પાટણ  ૫૧

સુરત   ૫૧

રાજકોટ ૪૮

વડોદરા        ૩૯

ગાંધીનગર      ૩૬

કચ્છ   ૩૦

અમરેલી        ૨૪

પંચમહાલ      ૨૩

જામનગર કોર્પોરેશન    ૨૧

જામનગર      ૨૦

ખેડા    ૨૦

અમદાવાદ     ૧૯

મહીસાગર      ૧૯

સાબરકાંઠા      ૧૭

સુરેન્દ્રનગર     ૧૫

ભાવનગર કોર્પોરેશન   ૧૪

દાહોદ  ૧૪

મોરબી ૧૪

અરવલ્લી       ૧૨

જૂનાગઢ કોર્પોરેશન     ૧૨

નર્મદા  ૧૨

ગીરસોમનાથ   ૧૦

આણંદ  ૮

જૂનાગઢ        ૮

ભરુચ   ૬

છોટાઉદેપુર     ૬

તાપી   ૬

ભાવનગર      ૫

બોટાદ  ૪

દેવભૂમિ દ્વારકા  ૪

નવસારી        ૩

વલસાડ        ૩

પોરબંદર       ૧

કુલ     ૧૫૧૫

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here