રાજયમાં કોરોનાનો ફૂંફાડો, ૧૩૨૫ : કુલ કેસ ૧ લાખને પાર

0
19
Share
Share

છેલ્લા ૨૪ કલાકમાં ૧૧૨૬ દર્દી સ્વસ્થ સાથે ૮૧૧૮૦ લોકોએ કોરોનાને મ્હાત આપી, ૧૨ દર્દીના મોત સાથે કુલ મૃત્યુઆંક ૩૦૬૦, ૧૬૦૪૨ દર્દી એકટીવ

રાજકોટ તા.૩

રાજયમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૩૨૫ કેસ સાથે કુલ કેસનો આંકડો ૧ લાખને પાર પહોંચ્યો છે. ૧૧૨૬ દર્દી સ્વસ્થ થયા છે. કુલ ૮૧૧૮૦ દર્દીઓ કોરોના સામે જંગ જીત્યા છે. ૧૨ દર્દીના મોત સાથે કુલ મૃત્યુઆંક ૩૦૬૪ નોંધાયો છે. ૧૬૦૪૨ દર્દીઓ એકટીવ છે.

સૌરાષ્ટ્રના ૧૧ જિલ્લા અને ૪ મહાનગરોમાં વધુ કેસ નોંધાયા છે. જેમાં રાજકોટમાં વધુ ૧૩૫ ને આંકડો પાર કર્યો છે. રાજકોટ શહેરમાં આજે ૯૫ અને ગ્રામ્યમાં ૪૦  કેસ નોંધાયા છે. રાજકોટમાં કુલ ૫૨૦૬ કેસ નોંધાયા છે.

રાજયમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૩ જિલ્લા અને ૮ મહાનગરોમાં વધુ ૧૩૨૫ દર્દીઓ મળી આવ્યા છે. જેમાં સુરત ૨૭૨ , અમદાવાદ ૧૬૬, વડોદરા ૧૨૩, રાજકોટ ૧૩૫, જામનગર ૧૧૫, ભાવનગર ૫૮, ગાંધીનગર ૩૯, જૂનાગઢ ૨૭, બોટાદ ૬, દાહોદ ૧૮, સાબરકાંઠા ૯, કચ્છ ૧૪, ડાંગ ૭, પંચમહાલ ૩૨, બનાસકાંઠા ૩૦, મહેસાણા ૨૩, અમરેલી ૨૯, ગીર સોમનાથ ૧૪, મહિસાગર ૯, તાપી ૧૬, પાટણ ૨૬, નર્મદા ૯, ખેડા ૧૦, આણંદ ૧૫, નવસારી ૯, પોરબંદર ૧, અરવલ્લી ૧૨, વલસાડ ૧૦, સુરેન્દ્રનગર ૨૨, છોટાઉદેપુર ૭ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વધુ ૧૨ દર્દીઓ મળી આવ્યા છે.

સૌરાષ્ટ્ર-રાજકોટમાં કોરોનાના ફેલાવાનું સાચુ કારણ શોધવામાં તંત્રની નિષ્ફળતા

કોરોનાની ઝપટે કોરોના વોરિયર્સ ઉપરાંત સરકારી કર્મચારીઓ અને લોકો સતત ચડી રહ્યા છે, જેથી જરૂરી સરકારી કામો અટવાય પડે છે

રાજકોટમાં કોરોનાના રોકેટની ગતિએ વધતી દર્દીઓની સંખ્યા તેમજ મૃત્યુઆંક નિષ્ણાંતોની ટીમ મેદાનમાં ઉતાર્યા બાદ પણ ચાર-પાંચ દિવસથી સ્થિતિમાં કોઇ મોટો ફરક નજરે ચડતો નથી. રાજય સરકારે રાજકોટ-સૌરાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ પર કાબુ મેળવવા આરોગ્ય અગ્ર સચિવનાં વડપણ હેઠળ ૧૦ જેટલા નિષ્ણાંત તબીબોને રાજકોટ ખાતે સારવાર આપવા મેદાનમાં ઉતાર્યા છે. પરંતુ તેની અસર જોવા મળતી નથી! કોરોનાના વધતા વ્યાપ મામલે સરકારી તંત્ર મગનું નામ મરી પાડવા પણ તૈયાર નથી! રાજકોટ-સૌરાષ્ટ્રમાં કોરોનાના વધતા કિસ્સાઓ મામલે રાજકોટ ઉપરાંત અમદાવાદ, સુરત, મુંબઇ, પુના અને દિલ્હીના તબીબો પણ સતત ચિંતા વ્યકત કરી રહ્યા છે. પરંતુ વ્યાપ વધવા પાછળનું કોઇ સાચુ કારણ શોધવામાં સરકારનું આરોગ્યતંત્ર હજુ પણ નિષ્ફળ જ સાબિત થઇ રહ્યું છે. રાજકોટમાં પ્રતિકલાકે એકથી વધુ કોરોનાના દર્દી મૃત્યુ પામી રહેલ છે. બીજી તરફ એક દિવસ દરમ્યાન ૨૪થી વધુ દર્દી મૃત્યુ પામતા મૃતકોની અંતિમવિધિમાં પણ ઘણો લાંબો સમય લાગી રહ્યો છે. જેથી મૃતકના પરિવારજનોમાં સરકાર તથા સ્થાનિક તંત્રની કામગીરી સામે તિવ્ર આક્રોશ જન્મી રહ્યો છે.

રાજકોટ શહેરમાં કોરોનાના ટેસ્ટીંગ વધારવા તેમજ મ્યુ.કોર્પોરેશન તેમજ આરોગ્યની ટીમો દ્વારા શહેરનાં તમામ વોર્ડમાં ઘર-ઘર ફરી કોરોના ટેસ્ટ કરવાની વાતો થઇ રહી છે. પણ હજુ પ્રારંભ થયો નથી! જનતા પાસે માસ્ક અને સેનેટાઇઝરનો ફરજીયાત ઉપયોગ કરાવતા તંત્ર વાહકોના ઘ્યાને સરકારી હોસ્પિટલ કે મહાપાલિકાના આરોગ્ય કેન્દ્રોમાં સેનેટાઇઝર કયાંય જોવા મળતુ નથી!

રાજ્યમાં કોરોનાના કેસો
ગુજરાતમાં કોરોના વિસ્ફોટ જારી રહ્યો છે. આજે વધુ ૧૩૨૫ કેસ સપાટી પર આવ્યા હતા. રાજ્યમાં કોરોનાના કેસો નીચે મુજબ છે.
શહેર કેસ
સુરત કોર્પોરેશન ૧૭૯
અમદાવાદ કોર્પોરેશન ૧૫૦
જામનગર કોર્પોરેશન ૯૭
રાજકોટ કોર્પોરેશન ૯૫
સુરત ૯૩
વડોદરા કોર્પોરેશન ૮૬
રાજકોટ ૪૦
વડોદરા ૩૭
પંચમહાલ ૩૨
ભાવનગર ૩૧
બનાસકાંઠા ૩૦
અમરેલી ૨૯
ભાવનગર કોર્પોરેશન ૨૭
ભરુચ ૨૬
પાટણ ૨૬
મોરબી ૨૪
મહેસાણા ૨૩
સુરેન્દ્રનગર ૨૨
ગાંધીનગર કોર્પોરેશન ૨૦
ગાંધીનગર ૧૯
દાહોદ ૧૮
જામનગર ૧૮
અમદાવાદ ૧૬
તાપી ૧૬
આણંદ ૧૫
જુનાગઢ કોર્પોરેશન ૧૫
ગીર સોમનાથ ૧૪
કચ્છ ૧૪
અરવલ્લી ૧૨
દેવભૂમી દ્વારકા ૧૨
જુનાગઢ ૧૨
ખેડા ૧૨
વલસાડ ૧૦
મહીસાગર ૯
નર્મદા ૯
નવસારી ૯
સાબરકાંઠા ૯
છોટા ઉદેપુર ૭
ડાંગ ૭
બોટાદ ૬
પોરબંદર ૧
કુલ ૧૩૨૫

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here