રાજયમાં કોરોનાનો ફૂંફાડો યથાવત, વધુ ૧૧૨૬ કેસ : કુલ કેસ ૮૦૯૪૨

0
25
Share
Share

૨૪ કલાકમાં ૨૦ દર્દીના મોત સાથે કુલ મૃત્યુઆંક ૨૮૨૨, ૧૧૩૧ દર્દી ડિસ્ચાજર્ સાથે કુલ ૬૩૭૧૦ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી : ૧૪૩૩૨ દર્દી સ્ટેબલ

 

સુરત ૨૫૨, અમદાવાદ ૧૬૫, વડોદરા ૧૧૧, રાજકોટ ૯૮, જામનગર ૫૮, ભાવનગર ૪૩, ગાંધીનગર ૨૭, જૂનાગઢ ૨૧ મળી ૩૩ જિલ્લા અને ૮ મહાનગરોમાં નવા દર્દી મળી આવ્યા

 

રાજકોટ તા.૧૮

કોરોનાના પ્રારંભે જે દેશોમાં ફૂંફાડો હતો તેમાં ઘટાડો જોવા મળ્યો છે. જયારે ભારત સહિત અન્ય દેશોમાં કેસોમાં ઉછાળો જોવા મળે છે. ત્યારે ભારત અમેરીકા અને બ્રાઝીલ પછી ત્રીજા ક્રમે કોરોનાના દર્દીઓની સંખ્યામાં પહોંચી ગયો છે.  સરકારી દાવાઓ અને આંકડાઓ મુજબ સબ સલામત કહેવામાં આવ્યું છે. ત્યારે જમીની સ્તરની હકિકત અલગ જ જોવા મળી રહી છે.

રાજયમાં છેલ્લા ૨૪ કલાકમાં વધુ એક વખત પોઝીટીવ દર્દીનો આંકડો ૧૧૦૦ને પાર કર્યો છે. જયારે ડિસ્ચાજર્ થનારા દર્દીઓની સંખ્યા ૧૧૩૧ દર્દીઓ સાથે કુલ ૬૩૭૧૦ લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જયારે ૨૦ દર્દીના મોત સાથે કુલ મૃત્યુઆંક ૨૮૨૨ નોંધાયો છે. ૭૮ દર્દીઓને વેન્ટિલેટર પર સારવાર આપવામાં આવી રહી છે. ૧૪૩૩૨ દર્દીઓની સ્થિતિ સ્ટેબલ છે.

સુરત અને અમદાવાદમાં ધીરે-ધીરે કોરોનાની પરિસ્થિતિ પર કાબુ મેળવવામાં આવી રહ્યાનું દેખાઇ રહ્યું છે. જયારે સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારો મળી છેલ્લા ૨૪ કલાકમાં ૨૫૨ નવા કેસ નોંધાયા છે. જયારે અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં વધુ ૧૬૫ પોઝીટીવ દર્દીઓ મળી આવ્યા છે. સુરતમાં વણસતી જતી પરિસ્થિતિને ઘ્યાને લઇ રાજય સરકારે આરોગ્ય તંત્રને દોડતું કર્યુ છે. જેમાં છેલ્લા એક પખવાડીયાથી સુરતમાં ૨૫૦નો આંકડો જોવા મળી રહ્યો છે.

સૌરાષ્ટ્રના ૧૧ જિલ્લા અને ૪ મહાનગરોમાં વધુ ૩૨૩ કેસ નોંધાયા છે. જેમાં રાજકોટમાં આજે કોરોનાનો બોમ્બ ફૂટયો હોય તેમ ૯૮ કેસ મળી આવ્યા છે. જેમાં આજે સફાઇ કામદારોના યોજાયેલા કેમ્પમાં ૪૫ લોકો કોરોનાના સંક્રમિત થયાનું ખુલ્યું છે. જયારે સોની બજારમાંથી ૧૦ લોકો કોરોના પોઝીટીવ આવ્યા છે. રાજકોટમાં ટેસ્ટીંગ જો વધારવામાં આવે તો હોટસ્પોટ બને તો નવાઇ નહી. રાજકોટની ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં સારવાર લઇ રહેલા ૧૩ થી વધુ દર્દીઓના મોત થયાનું બહાર આવ્યું છે. જયારે ગ્રામ્ય પંથકના ગોંડલમાં ૧૦ અને જસદણમાં ૩ નવા કેસ મળી આવ્યા છે. જામનગર, ભાવનગર, જૂનાગઢ, અમરેલી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથ જિલ્લામાં પણ વધતા જતાં કેસથી સ્થાનિક તંત્ર અને આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે.

રાજયમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૩ જિલ્લા અને ૮ મહાનગરોમાં વધુ ૧૧૨૬ દર્દીઓ મળી આવ્યા છે. જેમાં સુરત ૨૫૨, અમદાવાદ ૧૬૫, વડોદરા ૧૧૧, રાજકોટ ૯૮, જામનગર ૫૮, ભાવનગર ૪૩, ગાંધીનગર ૨૭, જૂનાગઢ ૨૧, મોરબીમાં ૪૬, પંચમહાલમાં ૩૯, દાહોદમાં ૨૮, બનાસકાંઠામાં ૨૬, ભરૂચમાં ૨૬, મહેસાણા ૧૭, કચ્છ ૧૭, અમરેલી ૧૫, ગીરસોમનાથ ૧૫, નવસારી ૧૦, પાટણ ૧૦, વલસાડ ૧૦, સુરેન્દ્રનગર ૧૦, પોરબંદર ૯, આણંદ ૮, ખેડા ૭, નર્મદા ૭, છોટાઉદેપુર ૬, સાબરકાંઠા ૬, દેવભૂમિ દ્વારકા પ, અરવલ્લી ૩, બોટાદ ૩, તાપી ૩ અને ડાંગ ૧ તેમજ અન્ય રાજયના ૮ નવા કેસો મળી આવ્યા છે.

રાજ્યમાં કોરોનાના કેસો

ગુજરાતમાં કોરોના વિસ્ફોટ જારી રહ્યો છે. આજે વધુ ૧૧૨૬ કેસ સપાટી પર આવ્યા હતા.  રાજ્યમાં કોરોનાના કેસો નીચે મુજબ છે.

શહેર   કેસ

સુરત કોર્પોરેશન        ૧૭૫

અમદાવાદ કોર્પોરેશન   ૧૪૯

વડોદરા કોર્પોરેશન     ૮૯

સુરત   ૭૭

રાજકોટ કોર્પોરેશન      ૬૫

જામનગર કોર્પોરેશન    ૫૩

મોરબી ૪૬

પંચમહાલ      ૩૯

રાજકોટ ૩૩

દાહોદ  ૨૮

ભાવનગર કોર્પોરેશન   ૨૭

બનાસકાંઠા     ૨૬

ભરુચ   ૨૬

વડોદરા        ૨૨

મહેસાણા        ૧૮

કચ્છ   ૧૭

અમદાવાદ     ૧૬

ભાવનગર      ૧૬

ગાંધીનગર      ૧૬

અમરેલી        ૧૫

ગીર સોમનાથ  ૧૫

મહીસાગર      ૧૫

જુનાગઢ કોર્પોરેશન     ૧૩

ગાંધીનગર કોર્પોરેશન   ૧૧

નવસારી        ૧૦

પાટણ  ૧૦

સુરેન્દ્રનગર     ૧૦

વલસાડ        ૧૦

પોરબંદર       ૯

આણંદ  ૮

જુનાગઢ        ૮

ખેડા    ૭

નર્મદા  ૭

છોટા ઉદેપુર    ૬

સાબરકાંઠા      ૬

દેવભૂમી દ્વારકા ૫

જામનગર      ૫

અરવલ્લી       ૩

બોટાદ  ૩

તાપી   ૩

ડાંગ    ૧

અન્ય રાજ્ય    ૮

કુલ     ૧૧૨૬

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here