રાજયમાં કોરોનાનો પ્રકોપ યથાવત વધુ ૧૩૬૪ કેસ : કુલ કેસ ૧,૧૭,૭૦૯

0
13
Share
Share

૨૪ કલાકમાં ૧૪૪૭ સાથે કુલ કેસ ૯૮ હજાર, મૃત્યુઆંક ૩૨૫૯ , ૯૮ વેન્ટિલેટર પર : ૧૬૯૬૯ સ્ટેબલ

સિવિલ હોસ્પિટલમાં કોરોનાના વોર્ડમાં સીસીટીવી કેમેરા લગાવી મોટી સ્ક્રીન હોસ્પિટલના દરવાજા પાસે લગાવો જેથી દર્દી

ના સગા અને પરિચીતો જાણી શકે કે શું સારવાર થઇ રહી છે

સુરત ૨૮૧ , અમદાવાદ ૧૬૫, વડોદરા ૧૨૨, રાજકોટ ૧૪૩, જામનગર ૧૨૬, ભાવનગર  ૪૩, જૂનાગઢ ૩૮, ગાંધીનગર ૪૧ મળી ૩૨ જિલ્લા અને ૮ મહાનગરોમાં નવા કેસ નોંધાયા

રાજકોટ તા. ૧૬

સૌરાષ્ટ્રમાં દિન પ્રતિદિન વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહેલા કોરોનાને નાથવા તંત્ર વામણુ સાબિત થઇ રહ્યું છે. એક તરફ ચેપી દદર્ીઓનો ગ્રાફ સતત ઉંચો જઇ રહ્યો છે તયારે સારી સારવાર મળી રહે તેવા પ્રચાર કરી રહ્યા છે. વધુ હોસ્પિટલો શરૂ કરવા તેમજ વેન્ટિલેટર ફાળવવાની વાતો થઇ રહી છે. કોરોનાગ્રસ્ત દર્દીઓને હોસ્પિટલમાં જગ્યા મળતી નથી. આખરે કંટાળી દર્દીના સગાઓ દ્વારા ખાનગી હોસ્પિટલમાં ના છુટકે ખસેડવામાં આવી રહ્યા છે. જયાં મનફાવે તેવા ઉઘરાણા કરવામાં આવી રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં કોરોનાના વોર્ડમાં સીસીટીવી કેમેરા લગાવી મોટી સ્ક્રીન હોસ્પિટલના દરવાજા પાસે લગાવો જેથી દદર્ીના સગા અને પરિચીતો દર્દીની સ્થિતિ જાણી શકે કે શું સારવાર થઇ રહી છે. ત્યારે સિવિલ હોસ્પિટલમાં ઉભો કરાયેલો કંટ્રોલ રૂમ ખાતે સ્ક્રીન લગાડવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. જો સ્ક્રીન પર દર્દીની હાલત જાણી શકાય આથી  હોસ્પિટલના સત્તાવાળાઓ અને દદર્ીના સગાઓ વચ્ચે ઘર્ષણ પણ ઓછુ થઇ શકે તેમ છે.

રાજયમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૩૬૪ કેસ સાથે કુલ કેસનો આંકડો ૧.૧૭ લાખ પર પહોંચ્યો છે. ૧૪૪૭ દર્દીસ્વસ્થ થયા છે. કુલ ૯૮૦૦૦ દર્દીઓ કોરોના સામે જંગ જીત્યા છે. ૨૬ દર્દીના મોત સાથે કુલ મૃત્યુઆંક ૩૨૫૯ નજીક છે. ૯૮ દર્દીઓ વેન્ટિલેટર પર છે.

સૌરાષ્ટ્રના ૧૨ જિલ્લા  અને ૪ મહાનગરોમાં આજે કોરોનાનો વિસ્ફોટ થયો હોય તેમ ૪૭૦ કેસો નોંધાયો છે. જેમાં રાજકોટમાં શહેરમાં ૯૯ નવા કેસ સાથે હાહાકાર મચી જતાં લોકોમાં ગભરાટનો માહોલ ઉભો થયો છે.લોકો બહાર નીકળતા પણ ગભરાટ અનુભવી રહ્યા છે. ગ્રામ્યમાં ૪૪ કેસ નોંધાયા છે. રાજકોટની સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા છેલ્લા ચાર દિવસમાં ૧૦૦થી વધુ લોકોના મોત થયા છે. રાજકોટ ડિસ્ટ્રીકટ બેંકના ૧૪ કર્મચારીઓ પોઝીટીવ આવ્યા છે.  તેમજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ધનવંતરી રથ સાંજે ૪ થી ૮ અને આરોગ્ય કેન્દ્ર ૪ થી ૯ ખુલ્લા રહેશે.

રાજયમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૩ જિલ્લા અને ૮ મહાનગરોમાં વધુ ૧૩૬૪ દર્દીઓ મળી આવ્યા છે. સુરત ૨૮૧ , અમદાવાદ ૧૬૫, વડોદરા ૧૨૨, રાજકોટ ૧૪૩, જામનગર ૧૨૬, ભાવનગર  ૪૩, જૂનાગઢ ૩૮, ગાંધીનગર ૪૧, મહેસાણા ૩૬, બનાસકાંઠા ૩૪, કચ્છ ૩૪, પંચમહાલ ૨૮, અમરેલી ૨૭, મોરબી ૨૬, પાટણ ૨૬, ભરૂચ ૨૫, મહિસાગર ૨૧, સુરેન્દ્રનગર ૧૯,  તાપી ૧૬, ગીર સોમનાથ ૧૫, ખેડા ૧૪, સાબરકાંઠા ૧૦, આણંદ ૯, દાહોદ ૯, બોટાદ ૮, દેવભૂમિ દ્વારકા ૮, નર્મદા ૮, છોટાઉદેપુર ૭, વલસાડ ૭, અરવલ્લી પ, ડાંગ પ, નવસારી પ અને પોરબંદરમાં ૩ નવા કેસ મળી આવ્યા છે.

સાંસદ અભય ભારદ્વાજની તબિયત સુધારા પર

રાજયસભાના સાંસદ અને જાણીતા ધારાશાસ્ત્રી અભય ભારદ્વાજને ૧૨ દિવસ પૂર્વે કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા. જેમાં એક સપ્તાહ બાદ તબિયત લથડતાં શરૂઆતમાં ઓકસીજન પર બાદ વધુ તબિયત ગંભીર બનતાં છેલ્લા બે દિવસથી વેન્ટિલેટર પર સારવાર આપવામાં આવી રહી હતી. જેમાં ગત મંગળવારે  મુખ્યમંત્રી દ્વારા અમદાવાદના નામાંકિત તબીબોની ટીમોને હવાઇ માર્ગે રાજકોટ મોકલી હતી. જેઓએ અભય ભારદ્વાજની સારવાર કરી રહેલા તબીબોને જરૂરી સૂચનો કર્યા હતા. બાદ ફેફસાના નિષ્ણાંત સમીર ગામી સુરતથી મોડી રાત્રે સ્પેશ્યલ પ્લેન દ્વારા રાજકોટ આવી પહોંચ્યા હતા અને વહેલી સવારથી જ ઇકો મશીન ઉપર સારવાર આપવામાં આવી રહી છે અને તબિયતમાં થોડો સુધારો જણાઇ રહ્યો છે.

રાજ્યમાં કોરોનાના કેસો
ગુજરાતમાં કોરોના વિસ્ફોટ જારી રહ્યો છે. આજે વધુ ૧૩૬૪ કેસ સપાટી પર આવ્યા હતા. રાજ્યમાં કોરોનાના કેસો નીચે મુજબ છે.
શહેર કેસ
સુરત કોર્પોરેશન ૧૭૪
અમદાવાદ કોર્પોરેશન ૧૪૭
જામનગર કોર્પોરેશન ૧૦૮
સુરત ૧૦૭
રાજકોટ કોર્પોરેશન ૯૯
વડોદરા કોર્પોરેશન ૮૧
રાજકોટ ૪૪
વડોદરા ૪૧
મહેસાણા ૩૬
બનાસકાંઠા ૩૪
કચ્છ ૩૪
ભાવનગર કોર્પોરેશન ૨૮
પંચમહાલ ૨૮
અમરેલી ૨૭
મોરબી ૨૬
પાટણ ૨૬
ભરૂચ ૨૫
ગાંધીનગર ૨૩
મહીસાગર ૨૧
જુનાગઢ ૨૦
સુરેન્દ્રનગર ૧૯
અમદાવાદ ૧૮
ગાંધીનગર કોર્પોરેશન ૧૮
જામનગર ૧૮
જુનાગઢ કોર્પોરેશન ૧૮
તાપી ૧૬
ભાવનગર ૧૫
ગીર સોમનાથ ૧૫
ખેડા ૧૪
સાબરકાંઠા ૧૦
આણંદ ૯
દાહોદ ૯
બોટાદ ૮
દેવભૂમિ દ્ધારકા ૮
નર્મદા ૮
છોટા ઉદેપુર ૭
વલસાડ ૭
અરવલ્લી ૫
ડાંગ ૫
નવસારી ૫
પોરબંદર ૩
કુલ ૧૩૬૪

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here