રાજયમાં કોરોનાનો કહેર હળવો, વધુ ૧૧૬૧ કેસ, સ્વસ્થ દર્દી ૧૨૭૦

0
18
Share
Share

કુલ કેસ ૧,૫૮,૬૩૫ : ૧,૪૦,૪૧૯ લોકો કોરોના સામે જંગ જીત્યા : એકટીવ કેસ ૧૪૫૦૦

સુરત ૨૩૯, અમદાવાદ ૧૮૩, વડોદરા ૧૧૬, રાજકોટ   ૧૦૮, જામનગર ૭૪, ગાંધીનગર ૩૯, જુનાગઢ ૪૧ અને ભાવનગર ૧૮ મળી ૩૫ જિલ્લા અને ૮ મહાનગરોમાં નવા કેસ નોંધાયા

રાજકોટ તા.૧૭

રાજયમાં કોરોનાનો કહેર ધીરે ધીરે હળવો થઇ રહયો છે. જો લોકો હજુ ગંભીરતા નહી સમજે તો સ્પ્રેટ થઇ શકે તેમ છે. પોઝીટીવ દર્દી માં ઘટાડો જોવા મળ્યો છે. જેની સામે સ્વસ્થ થનારા દર્દી ઓની સંખ્યા સતત વધી રહી છેે. જયારે મૃત્યુઆંક પર કાબુ મેળવવામાં તંત્ર સફળ રહયુ છે.  પોઝીટીવ આવેલા દર્દી ઓ ઘરે જ  સારવાર લઇને સ્વસ્થ થઇ રહયા છે. સરકારી અને ખાનગી હોસ્પીટલોમાં બેડ ખાલી પડી રહયા છે. નવરાત્રી, દીવાળી અને પેટાચુંટણીમાં લોકો જાગૃતતા નહી દાખવે તો કોરોના બેકાબુ બની શકે તેમ છે. અને છ મહીનાની આરોગ્ય વીભાગની મહેનત ઉપર પાણી ફરી શકે તેમ છે.

રાજયમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૧૬૧  કેસ સાથે કુલ કેસનો આંકડો ૧,૫૮,૬૩૫  છે. ૧૨૭૦  દર્દી સ્વસ્થ થયા છે. કુલ ૧,૪૦,૪૧૯ દર્દી ઓ કોરોના સામે જંગ જીત્યા છે.૯ દર્દી ના મોત સાથે કુલ મૃત્યુઆંક ૩૬૨૯  છે.  ૭૯ દર્દી ઓ વેન્ટિલેટર પર છે. ૧૪૫૦૦ એકટીવ કેસ છે. સૌરાષ્ટ્રના ૧૨ જિલ્લા અને ૪ મહાનગરોમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો જોવા મળ્યો છે. આજે વધુ ૩૩૩ કેસ નોંધાયા છે.  જેમાં રાજકોટમાં શહેરમાં ૭૧ નવા કેસ સામે ૮૭ દર્દીને ડીસ્ચાજર્ કરવામાં આવ્યા.  કુલ કેસ ૭૭૨૧ જયારે ગ્રામ્યમાં ૩૪  કેસ નોંધાયા છે.  કુલ રાજકોટ શહેર અને ગ્રામ્યના પોઝીટીવ કેસનો  આંકડો ૧૧૪૮૨ પર પહોંચ્યો છે.

રાજયમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૩ જિલ્લા અને ૮ મહાનગરોમાં વધુ ૧૧૬૧ દર્દી ઓ મળી આવ્યા છે. સુરત ૨૩૯, અમદાવાદ ૧૮૩, બરોડા ૧૧૬, રાજકોટ ૧૦૮, જામનગર ૭૪, જુનાગઢ ૪૧, ગાંધીનગર ૩૯, ભાવનગર ૧૮, મહેસાણા ૪૧, પાટણ ૩૩, ભરુચ ૨૭, સાબરકાંઠા ૨૪, મોરબી ૨૧, અમરેલી ૨૦, સુરેન્દ્રનગર ૨૦, ગીર સોમનાથ ૧૮, બનાસકાંઠા ૧૭, ખેડા ૧૭, નર્મદા ૧૬, પંચમહાલ ૧૬, કચ્છ ૧૫, દાહોદ ૧૨, મહીસાગર ૧૨, આણંદ ૧૨, દેવભુમી ૬, પોરબંદર ૬, છોટા ઉદેપુર ૫, અરવલી ૩, નવસારી ૩, બોટાદ ૨ અને વલસાડમાં ૧ જયારે તાપીમાં છેલ્લા ૨૪ કલાકમાં એકપણ કેસ નોંધાયો નથી.

રાજ્યમાં કોરોનાના કેસો

ગુજરાતમાં કોરોના વિસ્ફોટ જારી રહ્યો છે. આજે વધુ ૧૧૬૧ કેસ સપાટી પર આવ્યા હતા.  રાજ્યમાં કોરોનાના કેસો નીચે મુજબ છે.

શહેર   કેસ

સુરત કોર્પોરેશન        ૧૭૧

અમદાવાદ કોર્પોરેશન   ૧૬૮

વડોદરા કોર્પોરેશન     ૭૪

રાજકોટ કોર્પોરેશન      ૭૧

સુરત   ૬૮

જામનગર કોર્પોરેશન    ૫૦

વડોદરા        ૪૧

રાજકોટ ૩૭

પાટણ  ૩૩

ભરૂચ   ૨૭

જામનગર      ૨૪

સાબરકાંઠા      ૨૪

જુનાગઢ        ૨૩

ગાંધીનગર કોર્પોરેશન   ૨૧

મોરબી ૨૧

અમરેલી        ૨૦

સુરેન્દ્રનગર     ૨૦

ગાંધીનગર      ૧૮

ગીર સોમનાથ  ૧૮

જુનાગઢ કોર્પોરેશન     ૧૮

બનાસકાંઠા     ૧૭

ખેડા    ૧૭

નર્મદા  ૧૬

પંચમહાલ      ૧૬

અમદાવાદ     ૧૫

કચ્છ   ૧૫

ભાવનગર કોર્પોરેશન   ૧૨

દાહોદ  ૧૨

મહીસાગર      ૧૨

આણંદ  ૮

ભાવનગર      ૬

દેવભૂમિ દ્ધારકા ૬

પોરબંદર       ૬

છોટા ઉદેપુર    ૫

અરવલ્લી       ૩

નવસારી        ૩

બોટાદ  ૨

વલસાડ        ૧

કુલ     ૧૧૬૧

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here