રાજયમાં કોરોનાની માર્ગદર્શિકાઓનાં પાલનમાં ગલ્લા-તલ્લા અટકાવો, વડી અદાલત

0
25
Share
Share

રાજયમાં વધતા જતા કોરોના દર્દીઓની સંખ્યા મામલે રાજયની વડી અદાલતે ચિંતા દર્શાવી આક્રોશ વ્યકત કર્યો

રાજકોટ તા. ૧૬

રાજયમાં વર્તમાન સમયમાં કોરોના સતત બેકાબૂ બની રહયો છે ત્યારે રાજયની વડી અદાલતે એક સુઓમોટો (સંજ્ઞાન અરજી) ની સુનાવણી દરમ્યાન રાજયમાં કોરોનાની માર્ગદર્શિકાઓનો રાજેનતાઓ તેમજ કેટલાક અમલદારો તેમજ જનતા દ્વારા જે ઉલાળીયો કરવામાં આવી રહયો છે તે બાબતે આક્રોશ વ્યકત કરી, ચિંતા દર્શાવી રાજનેતાઓ, રાજકીય પક્ષો તેમજ કેટલાક બેફિકર લોકો પાસે ગાઇડલાઇન (માર્ગદર્શિકા)નું ચુસ્તપણે પાલન કરાવવાની ટકોર રાજય સરકાર ત્થા વહિવટી તંત્રને આદેશ કરેલ છે. કોરોનાની માર્ગદર્શિકાનાં પાલનમાં કેટલાક અમલદારો ભેદભાવભરી નીતિ અપનાવતા હોવાથી કોરોના ફૂલીફાલી રહયો છે. ત્યારે વધતા જતા કોરોનાના કેસોની સંખ્યા નિયંત્રીત કરવા મામલે તંત્રના અમલદારોને શેહશરમ છોડવા તાકિદ કરેલ છે.

રાજયનાં અનેક શહેરોમાં સામાજીક અંતર (સોશ્યિલ ડીસ્ટન્સ)નું પાલન થતું નથી તેનાં પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવા રાજનેતાઓ જાહેર કાર્યક્રમો દ્વારા લોકોના ટોળા એકત્રિત ન કરે તે બાબત પર પણ વિશેષ ભાર મુકવામાં આવેલ છે. તેમજ રાજયની વડી અદાલતે હજુ પણ કેટલાક બેફિકર લોકો ગાઇડલાઇનનું પાલન ન કરતા હોવાની ટકોર કરી, કોરોનાની ગાઇડલાઇનનું રાજયમાં તમામ લોકો પાસે કરવવા આદેશ આપેલ છે. વડી અદાલતે રાજકીયપક્ષો તેમજ નેતાઓને નિયમોનું ચુસ્તપાલન કરવા તેમજ પક્ષનાં કાર્યકરો તેમજ જનતા પાસે પાલન કરાવવા જણાવેલ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here