રાજયમાં કોરોનાના વધુ ૧૧૧૨ કેસ, સ્વસ્થ થનારા ૧૨૬૪ દર્દી : ૧૩૯૦૦ દર્દી એકટીવ

0
29
Share
Share

કુલ કેસ ૧.૬૫ લાખ, ૧,૪૭,૫૦૦ લોકો કોરોના સામે જંગ જીત્યા : કુલ મુત્યુુઆંક ૩૬૭૬

સુરત ૨૩૯, અમદાવાદ ૧૮૨, બરોડા ૧૨૧, રાજકોટ ૧૦૭, જામનગર ૫૫, ગાંધીનગર ૩૮, જુનાગઢ ૨૩ અને ભાવનગર ૧૫ નવા કેસ નોંધાયા

રાજકોટ તા.૨૩

રાજયમાં કોરોનાના કેસોમાં નજીવો ઘટાડો જોવા મળ્યો છે. જયારે રીકવરી રેટમાં વધારો જોવા મળ્યો છે. તેમજ મૃત્યુદર પર આરોગ્યતંત્ર કાબુ મેળવવામાં મહદઅંશે સફળ રહયુ છે. કેસો ઘટવા પાછળ ઓછા ટેસ્ટીંગ થતા હોવાનું નિષ્ણાંતો જણાવી રહયા છે. નવરાત્રી, પેટાચુંટણી અને દીવાળી જેવા તહેવારોમાં લોકો બેદરકાર રહેશે તો કોરોના વિસ્ફોટ થાય તો નવાઇ નહીં.

રાજયમાં કોરોનાનો કહેર ધીરે ધીરે હળવો થઇ રહયો છે. નવા કેસ ૧૧૧૨ સાથે ૧૨૬૪ દર્દી સ્વસ્થ થયા. કુલ કેસનો આંકડો ૧.૬૫ લાખ નોંધાયો છે. ૧,૪૭,૫૦૦ લોકોએ કોરોના સામે જંગ જીત્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૬ ના મોત સાથે કુલ મુત્યુઆંક ૩૬૭૬ પર પહોંચ્યો છે. ૧૩૯૧૬ દર્દી ની સ્થીતી સ્થીર છે.

સૌરાષ્ટ્રના ૧૨ જિલ્લા અને ૪ મહાનગરોમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો જોવા મળ્યો છે. તેમજ રીકવરી રેટ પણ વધયો છે. અને આજે વધુ ૨૭૬ કેસ નોંધાયા છે. જેમાં રાજકોટમાં શહેરમાં ૬૯ નવા કેસ સામે ૧૦૭ દર્દીને ડીસ્ચાજર્ કરવામાં આવ્યા.   સારવારમાં ૬૧૭, કુલ કેસ ૮૧૨૯ જયારે ગ્રામ્યમાં ૩૮ કેસ નોંધાયા છે. રાજયમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૦ જિલ્લા અને ૮ મહાનગરોમાં વધુ ૧૧૧૨ દર્દી ઓ મળી આવ્યા છે.

સુરત ૨૩૯, અમદાવાદ ૧૮૨, રાજકોટ ૧૦૭, વડોદરા ૧૨૧, જામનગર ૫૫, ગાંધીનગર ૩૮, જુનાગઢ ૨૩, ભાવનગર ૧૫, મહેસાણા ૩૭, સાબરકાંઠા ૩૪, ભરુચ ૨૪, બનાસકાંઠા ૨૩, પાટણ ૨૧, સુરેન્દ્રનગર ૨૧, નર્મદા ૨૦, પંચમહાલ ૧૯, અમરેલી ૧૮, કચ્છ ૧૮, આણંદ ૧૬, મોરબી ૧૬, ખેડા ૧૪, દાહોદ ૧૩, ગીર સોમનાથ ૧૨, છોટા ઉદેપુર ૭, અરવલી ૬, દેવભુમી દ્વારકા ૫, બોટાદ ૩, મહીસાગર ૨, નવસારી ૨ અને પોરબંદરમાં ૧ જયારે ડાંગ અને તાપીમાં છેલ્લા ૨૪ કલાકમાં એકપણ કેસ નોંધાયો નથી.

ગુજરાતમાં ૨૪ કલાકમાં કોરોનાના ૧૧૧૨ નવા કેસ અને ૬ મોત નોંધાયા છે. જેથી કોરોનાનો કુલ આંકડો ૧૬૫૨૩૩ થયો છે.૨૪ કલાકમાં રાજ્યમાં કોરોનાના કુલ ૫૨,૯૪૭ ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં. જેથી કુલ ટેસ્ટનો આંકડો પણ ૫૬,૩૮,૩૯૨ થયો છે. રાજ્યમાં ૧૧૧૨ નવા દર્દીઓ સામે ૧૨૬૪ દર્દીઓ સ્વસ્થ થયા છે. જેથી સ્વસ્થ દર્દીઓનો આંકડો પણ ૧,૪૭,૫૭૨ એ પહોંચ્યો છે. રાજ્યની વસ્તીને ધ્યાનમાં લેતા દસ લાખની વસ્તી સામે પ્રતિ દિવસે ૮૧૪.૫૭ ટેસ્ટ થાય છે.રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ ૫,૩૩,૮૯૨ વ્યક્તિઓને ક્વોરન્ટીન કરવામાં આવ્યાં છે.જે પૈકી ૫,૩૩,૬૩૯ વ્યક્તિઓ હોમ ક્વોરન્ટીનમાં છે અને ૨૫૩ વ્યક્તિઓને ફેસિલિટી ક્વોરન્ટીનમાં રાખવામાં આવ્યાં છે.આ ઉપરાંત રાજ્યમાં કુલ ૧૩,૯૮૫ એક્ટિવ કેસ છે.જેમાંથી ૬૯ દર્દીઓને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યાં છે. જ્યારે ૧૩,૯૧૬ની સ્થિતિ સ્ટેબલ છે.રાજ્યમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. રાજ્યમાં આજરોજ કોવિડ-૧૯ના કારણે વધુ ૬ વ્યક્તિઓના દુઃખદ મૃત્યુ નોંધાયેલા છે. અમદાવાદ કોર્પોરેશનમાં ૨, બનાસકાંઠામાં ૧, સુરત કોર્પોરેશનમાં ૨, ગાંધીનગરમાં ૧ એમ કુલ ૬ મોત નીપજ્યા હતાં. જેથી હવે રાજ્યમાં કુલ મૃત્યુઆંક  ૩૬૭૬ પર પહોંચ્યો છે.ભારતમાં બે મહિના પછી એક્ટિવ કેસ ૭ લાખથી ઓછા થયા છે.જ્યારે ૨૨ ઓગસ્ટના રોજ ભારતમાં એક્ટિવ કેસની સંખ્યા ૭ લાખને પાર થઈ હતી. અત્યાર સુધીમાં કોરોનાને ૬૯,૪૮,૪૯૭ દર્દીઓ કોરોનાને હરાવી ચૂક્યા છે તો ૧,૧૭,૩૦૬ લોકો મોતને ભેટી ચૂક્યા છે.

રાજ્યમાં કોરોનાના કેસો

ગુજરાતમાં કોરોના વિસ્ફોટ જારી રહ્યો છે. આજે વધુ ૧૧૧૨ કેસ સપાટી પર આવ્યા હતા.  રાજ્યમાં કોરોનાના કેસો નીચે મુજબ છે.

શહેર   કેસ

સુરત કોર્પોરેશન        ૧૬૯

અમદાવાદ કોર્પોરેશન   ૧૬૬

વડોદરા કોર્પોરેશન     ૮૦

સુરત   ૭૦

રાજકોટ કોર્પોરેશન      ૬૯

વડોદરા        ૪૧

રાજકોટ ૩૮

જામનગર કોર્પોરેશન    ૩૭

મહેસાણા        ૩૭

સાબરકાંઠા      ૩૪

ભરૂચ   ૨૪

બનાસકાંઠા     ૨૩

પાટણ  ૨૧

સુરેન્દ્રનગર     ૨૧

ગાંધીનગર      ૨૦

નર્મદા  ૨૦

પંચમહાલ      ૧૯

અમરેલી        ૧૮

ગાંધીનગર કોર્પોરેશન   ૧૮

જામનગર      ૧૮

કચ્છ   ૧૮

અમદાવાદ     ૧૬

આણંદ  ૧૬

મોરબી ૧૬

ખેડા    ૧૪

દાહોદ  ૧૩

જુનાગઢ કોર્પોરેશન     ૧૩

ભાવનગર કોર્પોરેશન   ૧૨

ગીર સોમનાથ  ૧૨

જુનાગઢ        ૧૦

છોટા ઉદેપુર    ૭

અરવલ્લી       ૬

દેવભૂમિ દ્ધારકા ૫

ભાવનગર      ૩

બોટાદ  ૩

મહીસાગર      ૨

નવસારી        ૨

પોરબંદર       ૧

કુલ     ૧૧૧૨

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here