રાજયમાં કોરોનાના નવા ૧૪૦૮ કેસ, સ્વસ્થ થનારા દર્દી ૧૫૧૦ : મૃત્યુઆંક ૩૩૮૪

0
27
Share
Share

કુલ કેસ ૧.૨૯ લાખ, ૧.૦૯ લાખ લોકોએ કોરોનાને મ્હાત આપી : ૧૬૨૬૫ સ્ટેબલ

સરકાર દ્વારા અપાતા મૃત્યુઆંક અને જમીન પરની હકિકત વચ્ચે મોટો તફાવત : માત્ર લક્ષણો ધરાવતી વ્યકિતના જ ટેસ્ટીંગ કરાતા દર્દી ઓનો આંક ઘટયો

સુરત ૨૭૮, અમદાવાદ ૧૮૫, વડોદરા ૧૩૩, રાજકોટ ૧૪૭, જામનગર ૯૮, ભાવનગર  ૩૮, જૂનાગઢ ૩૬, ગાંધીનગર ૫૦ મળી ૩૨ જિલ્લા અને ૮ મહાનગરોમાં નવા કેસ નોંધાયા

રાજકોટ તા.૨૪

કોરોનાગ્રસ્ત દર્દી ઓની સંખ્યામાં ખરેખર ઘટાડો થઇ રહ્યો છે અને વધુમાં વધુ દર્દી ઓ સ્વસ્થ થઇ રહ્યા છે તેમજ મૃત્યુઆંક ઘટી રહ્યાના સરકારી દાવાઓમાં કેટલી સત્યતા છે! છેલ્લા ત્રણ દિવસથી રાજયમાં અગાઉ જે ટેસ્ટીંગની સંખ્યા વધારવામાં આવી હતી તેના કારણે દર્દી ઓની સંખ્યા તેમજ મૃત્યુઆંક વધતા ઉપરાંત વિધાનસભાનું ટુંકૂ સત્ર ચાલુ હોવાથી વિપક્ષ સરકાર પર માછલા ધોઇ ન શકે તેવુ આયોજન ઘડાયેલ. છેલ્લા ત્રણેક દિવસથી રાજયમાં ફરી ટેસ્ટીંગની ગતિ પર બ્રેક લગાવવામાં આવ્યાનું જાણવા મળેલ છે. તેમજ જિલ્લા કક્ષાએ દર્દી ઓની સંખ્યા ઘટાડવા તાલુકા કક્ષાએ કોવિડ હોસ્પિટલ-સેન્ટરો શરૂ કરવામાં આવેલ છે જેના કારણે જિલ્લા કક્ષાએ સારવાર માટે આવતા દર્દી ઓની સંખ્યા ઘટવા પામેલ છે. પરંતુ હકિકતે કોરોનાગ્રસ્તો સ્થાનિક કક્ષાએ સારવાર મેળવતા થયા છે.

કોરોનાએ સામાન્ય માનવીઓની સાથે સાથે અમલદારો, નેતાઓ, તબીબો, ધર્મસંપ્રદાયના સાધુ-સંતો, પત્રકારો, સાંસદો, ધારાસભ્યો અને કોર્પોરેટરો પણ કોરોનાનો શિકાર બન્યા છે. તેમજ અનેકના ભોગ પણ લીધા છે.

રાજયમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૪૦૮ કેસ સાથે કુલ કેસનો આંકડો ૧.૨૯ લાખ પર પહોંચ્યો છે. ૧૫૧૦ દર્દી સ્વસ્થ થયા છે. કુલ ૧.૦૯ લાખ નજીક દર્દી ઓ કોરોના સામે જંગ જીત્યા છે. ૧૪ દર્દી ના મોત સાથે કુલ મૃત્યુઆંક ૩૩૮૪ નજીક છે. ૮૯ દર્દી ઓ વેન્ટિલેટર પર છે. ૧૬૨૫૫ એકટીવ કેસ છે.

સૌરાષ્ટ્રના ૧૨ જિલ્લા અને ૪ મહાનગરોમાં આજે કોરોનાનો વિસ્ફોટ થયો હોય તેમ ૪૩૬ કેસો નોંધાયો છે. જેમાં રાજકોટમાં શહેરમાં ૧૦૨ નવા કેસ સાથે હાહાકાર મચી જતાં લોકોમાં ગભરાટનો માહોલ ઉભો થયો છે.લોકો બહાર નીકળતા પણ ગભરાટ અનુભવી રહ્યા છે. ગ્રામ્યમાં ૪૫ કેસ નોંધાયા છે. રાજકોટની સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા વધુ ૧૭ લોકોના મોત થયા છે. કુલ કેસનો આંકડો ૫૫૪૫ ની નજીક પહોંચી ગયો છે. આજે ૧૧૭ દર્દી ઓને ડિસ્ચાજર્ કરવામાં આવ્યા છે. ૯૭૪ દદર્ી સારવારમાં છે. આજે ભાજપના પૂર્વ નગરસેવક ચારૂબેન ચૌધરી, પીઢ પત્રકાર સ્વ.કાંતિભાઇ કતિરાના ભાઇ  અને ભૂપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિરના બોસ સ્વામીનું કોરોનાથી મૃત્યુ થયું છે. જયારે ચાર જૈન સાઘ્વીજીઓ કોરોના પોઝીટીવ આવ્યા છે.

રાજયમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૩ જિલ્લા અને ૮ મહાનગરોમાં વધુ ૧૪૦૮ દદર્ીઓ મળી આવ્યા છે.સુરત ૨૭૮, અમદાવાદ ૧૮૫, વડોદરા ૧૩૩, રાજકોટ ૧૪૭, જામનગર ૯૮, ભાવનગર  ૩૮, જૂનાગઢ ૩૬, ગાંધીનગર ૫૦, મહેસાણા ૪૯, બનાસકાંઠા ૪૪, કચ્છ ૩૩, પાટણ ૩૩, અમરેલી ૨૮, પંચમહાલ ૨૮, ભરૂચ ૨૩, મોરબી ૨૨, ગીર સોમનાથ ૨૦, સુરેન્દ્રનગર ૨૦, મહિસાગર ૧૯, દાહોદ ૧૪, સાબરકાંઠા ૧૩, નર્મદા ૧૨, દેવભૂમિ દ્વારકા ૧૧, નવસારી ૧૦, તાપી ૧૦, ખેડા ૯, પોરબંદર ૯, આણંદ ૮, વલસાડ ૮, અરવલ્લી ૭, બોટાદ ૭, છોટાઉદેપુર ૪ અને ડાંગમાં નવા ૪ કેસ મળી આવ્યા છે.

લોકડાઉનની વાતનો ફરી છેદ ઉડાવતા નીતિન પટેલ

કોરોનાનો ફૂંફાડો નિયંત્રણમાં આવતો ન હોવાથી લોકડાઉન આવી રહ્યાની વાતો ગપગોળા જ

દેશભરમાં લોકડાઉન બાદ હાલ અનલોકનો ચોથો તબક્કો ચાલી રહ્યો છે. ત્યારે કેટલાક લેભાગુ તત્વો દ્વારા લોકોમાં ભ્રમ અને ભય ફેલાવી પોતાના કાળાબજારીના ધંધાને પુર્નજીવીત કરવા સમાજમાં ખોટા સંદેશાઓ વહેતા કોરોના પર નિયંત્રણ મેળવવામાં તંત્રની પક્કડ ન હોવાથી દિવસે દિવસે કોરોનાગ્રસ્ત દર્દી ઓની સંખ્યા-મૃત્યુઆંક વધી રહેલ છે તેવી તકનો લાભ ઉઠાવી રાજયમાં ફરી લોકડાઉન લાગુ થઇ રહ્યાની વાતો વહેતી કરી લોકોને અસમંજસ સ્થિતિમાં મૂકી રહ્યા છે. આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજયમાં લોકડાઉન આવી રહ્યાની વાતનો સ્પષ્ટ છેદ ઉડાડી દીધેલ છે.

રાજયમાં અનલોક-૧ના પ્રારંભથી કોરોનાના ચેપે જે ગતિ પકડેલી છે. તેના પર નિયંત્રણ મેળવવાના તંત્ર દ્વારા પ્રયાસો થતા હોવાના અવાર-નવાર દાવાઓ કરવામાં આવે છે. પરંતુ કોરોના સતત બેકાબુ બની રહ્યો છે. કોરોના બેકાબુ બનતો હોવાથી લોકડાઉનના સમયગાળામાં કાળાબજારી કરી રસ્તે કમાણી કરવા આફતને અવસરમાં પલટાવનાર કેટલાક લોકો દ્વારા લોકડાઉન આવી રહ્યું છે. તેવા સંદેશા વહેતા કરી લોકોમાં ભય અને ભ્રમ પેદા કરી રહ્યા હોવાથી સરકાર દ્વારા આ મામલે આજે વધુ એકવાર સ્પષ્ટતા કરવામાં આવી છે અને લોકડાઉન નથી આવતું તેવા શબ્દો વાપરવા પડયા છે.

રાજ્યમાં કોરોનાના કેસો

ગુજરાતમાં કોરોના વિસ્ફોટ જારી રહ્યો છે. આજે વધુ ૧૪૦૮ કેસ સપાટી પર આવ્યા હતા.  રાજ્યમાં કોરોનાના કેસો નીચે મુજબ છે.

શહેર   કેસ

સુરત કોર્પોરેશન        ૧૭૬

અમદાવાદ કોર્પોરેશન   ૧૫૬

રાજકોટ કોર્પોરેશન      ૧૦૨

સુરત   ૧૦૨

જામનગર કોર્પોરેશન    ૯૧

વડોદરા કોર્પોરેશન     ૯૧

મહેસાણા        ૪૯

રાજકોટ ૪૫

બનાસકાંઠા     ૪૪

વડોદરા        ૪૨

કચ્છ   ૩૩

પાટણ  ૩૩

અમરેલી        ૨૮

પંચમહાલ      ૨૮

અમદાવાદ     ૨૭

ગાંધીનગર કોર્પોરેશન   ૨૭

ભાવનગર કોર્પોરેશન   ૨૫

ભરૂચ   ૨૩

ગાંધીનગર      ૨૩

મોરબી ૨૨

ગીર સોમનાથ  ૨૦

સુરેન્દ્રનગર     ૨૦

મહીસાગર      ૧૯

જુનાગઢ        ૧૮

જુનાગઢ કોર્પોરેશન     ૧૮

દાહોદ  ૧૪

ભાવનગર      ૧૩

સાબરકાંઠા      ૧૩

નર્મદા  ૧૨

દેવભૂમિ દ્ધારકા ૧૧

નવસારી        ૧૦

તાપી   ૧૦

ખેડા    ૯

પોરબંદર       ૯

આણંદ  ૮

વલસાડ        ૮

અરવલ્લી       ૭

બોટાદ  ૭

જામનગર      ૭

છોટા ઉદેપુર    ૪

ડાંગ    ૪

કુલ     ૧૪૦૮

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here