રાજયમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો, વધુ ૧૧૮પ કેસ : ૧૩૨૯ ડીસ્ચાજર્

0
20
Share
Share

કુલ કેસ ૧,૫૬,૨૮૩ : ૧,૩૭,૮૭૦ લોકો કોરોના સામે જંગ જીત્યા : કુલ મૃત્યુઆંક ૩૬૦૯

 

સુરત ૨૪૯, અમદાવાદ ૧૮૬, વડોદરા ૧૧૯, રાજકોટ   ૧૦૯, જામનગર ૮૨, ગાંધીનગર ૪૩, જુનાગઢ ૩૪ અને ભાવનગર ૧૯ મળી ૩૫ જિલ્લા અને ૮ મહાનગરોમાં નવા કેસ નોંધાયા

 

રાજકોટ તા.૧૫

રાજયમાં સતત નવા કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. જેની સામે સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યા સતત વધી રહી છેે. જયારે મૃત્યુઆંક પર કાબુ મેળવવામાં તંત્ર સફળ રહયુ છે.  પોઝીટીવ આવેલા દર્દીઓ ઘરે જ  સારવાર લઇને સ્વસ્થ થઇ રહયા છે. સરકારી અને ખાનગી હોસ્પીટલોમાં બેડ ખાલી પડી રહયા છે. નવરાત્રી, દીવાળી અને પેટાચુંટણીમાં લોકો જાગૃતતા નહી દાખવે તો કોરોના બેકાબુ બની શકે તેમ છે. અને છ મહીનાની આરોગ્ય વીભાગની મહેનત ઉપર પાણી ફરી શકે તેમ છે.

રાજયમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૧૮૫  કેસ સાથે કુલ કેસનો આંકડો ૧,૫૬,૨૮૩  છે. ૧૩૨૯  દર્દી સ્વસ્થ થયા છે. કુલ ૧,૩૭,૮૭૦ દર્દીઓ કોરોના સામે જંગ જીત્યા છે.૧૧ દર્દીના મોત સાથે કુલ મૃત્યુઆંક ૩૬૦૯  છે.  ૮૬ દર્દીઓ વેન્ટિલેટર પર છે. ૧૪૮૦૪ એકટીવ કેસ છે. સૌરાષ્ટ્રના ૧૨ જિલ્લા અને ૪ મહાનગરોમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો જોવા મળ્યો છે. આજે વધુ ૨૩૫ કેસ નોંધાયા છે.  જેમાં રાજકોટમાં શહેરમાં ૭૫ નવા કેસ સાથે ૭૫૭૫   કુલ દર્દી. ૧૦૫ દર્દીને ડીસ્ચાજર્ કરવામાં આવ્યા. ગ્રામ્યમાં ૩૪  કેસ નોંધાયા છે.  કુલ રાજકોટ શહેર અને ગ્રામ્યના પોઝીટીવ કેસનો  આંકડો ૧૧૨૫૯ પર પહોંચ્યો છે.

રાજયમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૩ જિલ્લા અને ૮ મહાનગરોમાં વધુ ૧૧૮૫ દર્દીઓ મળી આવ્યા છે. સુરત ૨૪૯, અમદાવાદ ૧૮૬, બરોડા ૧૧૯, રાજકોટ ૧૦૯, જામનગર ૮૨, ગાંધીનગર ૪૩, જુનાગઢ ૩૪, ભાવનગર ૧૯, મહેસાણા ૩૩, કચ્છ ૩૧, ભરુચ ૨૮, અમરેલી ૨૪, પંચમહાલ ૨૩, પાટણ ૨૩, બનાસકાંઠા ૨૨, મોરબી ૧૯, ગીર સોમનાથ ૧૪, નર્મદા ૧૪, આણંદ ૧૩, સાબરકાંઠા ૧૩, મહીસાગર ૧૦, અરવલી ૯, દાહોદ ૮, બોટાદ ૭, દેવભુમી દ્વારકા ૭, ખેડા ૭, નવસારી ૭, છોટાઉદેપુર ૬, તાપી ૫, પોરબંદર ૨ અને વલસાડ ૧ નવા કેસ નોંધાયા છે. જયારે ડાંગ જીલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં નવો એકપણ કેસ નોંધાયો નથી.રાજ્યમાં કોરોનાના કેસો

ગુજરાતમાં કોરોના વિસ્ફોટ જારી રહ્યો છે. આજે વધુ ૧૧૮૫ કેસ સપાટી પર આવ્યા હતા.  રાજ્યમાં કોરોનાના કેસો નીચે મુજબ છે.

શહેર  કેસ

સુરત કોર્પોરેશન   ૧૭૬

અમદાવાદ કોર્પોરેશન     ૧૬૮

વડોદરા કોર્પોરેશન ૭૭

રાજકોટ કોર્પોરેશન ૭૫

સુરત ૭૩

જામનગર કોર્પોરેશન     ૫૯

વડોદરા     ૪૨

રાજકોટ      ૩૪

મહેસાણા     ૩૩

કચ્છ  ૩૧

ભરૂચ ૨૮

અમરેલી     ૨૪

ગાંધીનગર કોર્પોરેશન     ૨૪

જામનગર   ૨૩

પંચમહાલ   ૨૩

પાટણ ૨૩

બનાસકાંઠા  ૨૨

જુનાગઢ     ૨૦

ગાંધીનગર  ૧૯

મોરબી       ૧૯

અમદાવાદ  ૧૮

સુરેન્દ્રનગર  ૧૮

ભાવનગર કોર્પોરેશન     ૧૫

ગીર સોમનાથ      ૧૪

જુનાગઢ  કોર્પોરેશન      ૧૪

નર્મદા ૧૪

આણંદ       ૧૩

સાબરકાંઠા   ૧૩

મહીસાગર   ૧૦

અરવલ્લી    ૯

દાહોદ ૮

બોટાદ       ૭

દેવભૂમિ દ્ધારકા     ૭

ખેડા  ૭

નવસારી     ૭

છોટા ઉદેપુર ૬

તાપી ૫

ભાવનગર   ૪

પોરબંદર    ૨

વલસાડ     ૧

કુલ   ૧૧૮૫      

 

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here