રાજકોટ તા. ૯
શ્રમ આયુક્તની ગાંધીનગર ખાતેની કચેરી દ્વારા રાજ્યના ૧૬ કર્મચારીઓને મદદનીશ શ્રમ અધિકારી ના પ્રમોશન આપવામાં આવ્યા છે. દ્વારકાના એન.ડી. પંડ્યાને પ્રમોશન આપી ગાંધીનગર ખાતે બદલવામાં આવ્યા છે. અમરેલીના સી આર ચોવટિયા ને જુનાગઢ બઢતી સાથે મુકવામાં આવ્યા છે જ્યારે મોરબીના એમ.આર સુરાણીનેે પ્રમોશન અપાયું છે પરંતુ મોરબીમાં જ પોસ્ટિંગ અપાયું છે. ગુજરાત સરકારના શ્રમ નિયામક દ્વારા પ્રમોશનના કરાયેલા હુકમમાં જણાવાયું છે કે જે ૧૬ કર્મચારીને પ્રમોશન સાથે ટ્રાન્સફર ના ઓર્ડર કરાયા છે તેમણે સાત દિવસમાં નવી જગ્યાએ હાજર થઈ જવાનું રહેશે.જો ૭ દિવસમાં હાજર નહીં થાય તો તેઓ પ્રમોશન મેળવવા ઇચ્છતા નથી તેમ માનીને ઉચ્ચતર પગાર ધોરણનો લાભ મેળવતા હશે તો તે બંધ કરવામાં આવશે અને જો નહીં મેળવતા હોય તો ભવિષ્યમાં કાયમી ધોરણે તેને આવો લાભ આપવામાં આવશે નહીં.