રાજયનાં પૂર્વ કેબીનેટ મંત્રી મનસુખભાઇ જોષીનો આજે ૮૮માં વર્ષમાં મંગલ પ્રવેશ, શુભેચ્છાઓનો વરસાદ

0
23
Share
Share

પત્રકારિત્વની કારકેદીનો પ૭ વર્ષ પૂર્વે શ્રી નૂતન સૌરાષ્ટ્ર દૈનિકથી શરૂ કરનાર….

સેવા-ખંત અને નિષ્ઠાથી અનેકવિધ સંસ્થાઓ-બેન્કો ટ્રસ્ટમાં પદભાર ગ્રહણ કરી દિપાવનાર ગાંધીવાદીનેતા છે રાજકોટની શાન

રાજકોટ તા. ર૬

ગુજરાત રાજયના પૂર્વ કેબીનેટ મંત્રી તથા ગુજરાતના જાહેર જીવનના મોભી, અનેક સેવાકીય સંસ્થાઓ સાથે સંકળાયેલા મનસુખભાઇ જોષી આવતીકાલ તા. ર૭મીના રવિવારે જીવન યાત્રાના ૮૭ વર્ષ પૂર્ણ કરીને ૮૮મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. ત્યારે નૂતન પરિવાર તેમને શુભેચ્છા પાઠવી છે.

ગાંધી મૂલ્યોને વરેલા માજી શ્રમ મંત્રી મનસુખલાલ છગનલાલ જોષીનો જન્મ તા. ૨૭-૧૨-૧૯૩૩ના જામનગર જીલ્લાના ધ્રોલ ખાતે થયો તેમણે પ્રાથમિક શિક્ષણ ધ્રોલ સાંઢવાયા રામોદ ગામે લીધું. ગોંડલ ખાતે ઉચ્ચ માધ્યમિક શિક્ષણ તથા રાજકોટ ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં અર્થશાસ્ત્ર વિષયમાં ગ્રેજયુએટ થયા.

મનસુખભાઇએ વિદ્યાર્થીકાળમાં કોટડાસાંગાણી ખાતે વિદ્યાર્થી સંઘની સ્થાપના કરી હતી. વ્યાયામ શાળા શરૂ કરી, મેટ્રીકની પરીક્ષા પાસ કરીને સૌરાષ્ટ્ર રાજયના મુખ્યમંત્રી ઢેબરભાઇના મુખ્યમંત્રી કાર્યાલયમાં ફરજ બજાવી તેઓ રાજકોટ શહેર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બન્યા. નગરપાલિકાના વોર્ડ નં.૧૪માં ચૂંટાઇને બાંધકામ સમિતિના ચેરમેન બન્યા. ૧૯૬૯માં સુધરાઇના પ્રમુખ બન્યા, તેમના શાસનકાળમાં પાણીની અછત નિવારવા રાજકોટ ભાદર ડેમ વચ્ચે પાણીની પાઇપ લાઇન વિક્રમજનક સમય માત્ર ૬ર દિવસમાં નાખી શહેરનું પાણી સંકટ હળવું કર્યું.

૧૯૬૩થી નનૂતન સૌરાષ્ટ્રથ દૈનિક રાજકોટના પત્રકાર તરીકે પત્રકારીત્વ કારકીદિર્નો આરંભ કર્યો. ૧૯૬૯માં નજનસત્તાથ દૈનિકના તંત્રી બન્યા ૧૯૭૬થી નજનસત્તાથના જનરલ મેનેજર તરીકે કામ કર્યું, ૧૯૮૪ થી ૧૯૮૮ સુધી નફૂલછાબથના જનરલ મેનેજર બન્યા. ૧૯૬૯માં કોંગ્રેસના ભાગલા થયા બાદ તેઓ રાજકોટ જીલ્લા ઇન્દીરા કોંગ્રેસના પ્રમુખ બન્યા. ૧૯૮૭થી ૧૯૯૧ સુધી ગુજરાત વિદ્યુત બોર્ડના ડાયરેકટર બન્યા. ૧૯૭૧માં ધારાસભાની ચૂંટણી થતા સ્વ.અરવિંદભાઇ મણિયારને હરાવીને વિજેતા થયા, તેઓ ધારાસભ્‌ય અને વિધાનસભાના મુખ્ય દંડક બન્યા. ૧૯૭૩માં ચીમન પટેલની સરકારમાં ગૃહનિર્માણ અને શ્રમ રોજગાર ખાતાના કેબીનેટ મંત્રી થયા. ૧૯૭૪માં રાજકોટ પાલિકાને મ્યુ.કોર્પો. બનાવવાનું શ્રેય તેમને ફાળે જાય છે.

તેઓ હાલ મહાત્મા ગાંધી ચેરી. ટ્રસ્‌ટના મેનેજીંગ ટ્રસ્‌ટી તરીકે કાર્યરત છે. જેમાં ર૦ હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. ૧૯૬૯માં કર્મચારી બેંક હાલની આરસીસી બેંક તથા ૧૯૭૭માં સીટીઝન્સ બેંકની સ્થાપના કરી. તેઓ બાલભવનના ૧૯૮૭થી માનદ મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે. ૧૯૬૬માં નૂતન સર્વોદય સોસાયટી, કાલાવડ રોડ પર સ્થાપના કરી નનૂતનનગરથ સોસાયટીના સ્થાપક ચેરમેન તરીકે હાલ કાર્યરત છે. તેઓ ભારત સેવક સમાજના ગુજરાતના તથા રાજકોટ શાખાના પ્રમુખ તરીકે ફરજ બજાવી છે. અમદાવાદની સંસ્થા યુવક વિકાસ ટ્રસ્‌ટના ટ્રસ્‌ટી છે. વિશ્વ ગુજરાતી સમાજના તેઓ સ્થાપક ટ્રસ્‌ટી છે.

સરદાર વલ્લભભાઇ પટેલ સ્મારક ટ્રસ્‌ટ, પુસ્તકાલયના ટ્રસ્‌ટી, ક.બા.ગાંધીના ડેલાના ટ્રસ્‌ટી, હિંદીપ્રચાર સમિતિ વર્ધા, ભારતીય સ્કાઉટ એન્ડ ગાઇડ સમિતિ વગેરેમાં સેવા આપે છે. તેમના પરિવારમાં ત્રણ ભાઇઓ સ્વ. નાનુભાઇ, દિલીપભાઇ, ગજેન્દ્રભાઇ (અમેરિકા), બે બહેનો સ્વ.સવિતાબેન તથા ગીતાબેન છે. તેમના પોતાના પરિવારમાં પત્ની સુશીલાબેન, બે પુત્રો યજ્ઞેશભાઇ, મેહુલભાઇ, પાંચ પુત્રીઓ રક્ષાબેન, ભાવનાબેન, તૃપ્તિબેન, શૈલાબેન, વંદનાબેન છે. મનસુખભાઇ જોષીનો મો.નં. ૯૮૨૫૨ ૨૯૯૦૦ છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here