રાજપુર-ડીસા પાંજરાપોળનાં સ્વ. ભરતભાઈ કોઠારીને એનીમલ હેલ્પલાઈન પરીવારની શ્રધ્ધાંજલી

0
19
Share
Share

રાજકોટ, તા.૨૯

ગુજરાતના જાણીતા ગૌસેવક, ગૌરક્ષક, રાજપુર ડીસા પાંજરાપોળના સ્વ.શ્રી ભરતભાઈ કોઠારી, તથા તેમના બે સાથીદારો સ્વ.શ્રી ધારીવાલ તથા સ્વ.શ્રી બોથરાજી (ઝાલોર, રાજસ્થાન)નો અબોલ જીવ બચાવવાં જતા માર્ગ અકસ્માતમાં સ્વર્ગવાસ થયો છે. દશકાઓથી જીવદયાના કાર્યોમાં સમર્પિત રહેનાર સમગ્ર વિશ્વનાં અબોલ જીવો, પશુઓના જીવ બચાવવાળા સાહસી વીર, સ્વ. ભરતભાઈ કોઠારીને તેમની ઉકૃષ્ટ સેવાઓ બદલ  પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીએ પણ સન્માનીત કર્યા હતા.

તેમના સાહસનું અનુમાન એના પરથી લગાવી શકાય કે પશુ તસ્કરી કરવાવાળા તથા અનેક કસાઈઓ દ્રારા તેમના પર અસંખ્યવાર હુમલાઓ કરવામાં આવ્યા છે. તેમ છતાં પણ ભરતભાઈ તેમના જીવદયાના કાર્યોથી કયારેય પણ વિમુખ થયા ન હતાં. ગૌવંશ-અબોલ જીવને બચાવવા માટે તેમના પર ૭૦૦ જેટલા કેસો પણ થયેલ હતાં.

પરંતુ તેમણે કયારેય હાર માની નહોતી અને ગૌમાતાને, અબોલ જીવોને બચાવવા માટે કયારેય પાછુ વાળીને જોયું નહોતું. સેવાભાવી સ્વ. શ્રી ભરતભાઈ કોઠારી તથા તેમના સાથીમિત્રો સ્વ. ધારીવાલ તથા સ્વ. બોથરાજીના આકસ્મીક નિધનથી લાખો જીવદયા પ્રેમીઓમાં કયારેય ન પુરાય તેવી મોટી ખોટ પડી છે.સ્વ. ભરતભાઈ કોઠારીજી તથા તેમના સાથીમિત્રો સ્વ. ધારીવાલ તથા સ્વ. બોથરાજીના આત્માને પરમાત્મા ચીર શાંતી આપે  તેવી પ્રભુ પ્રાર્થના એનીમલ હેલ્પલાઈન પરીવારનાં મિતલ ખેતાણી, પ્રતીક સંઘાણી, રમેશભાઈ ઠકકર, ધીરુભાઈ કાનાબાર, ઘનશ્યામભાઈ ઠકકર, એડવોકેટ કમલેશભાઈ શાહ, રજનીભાઈ પટેલે કરી છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here