રાજનીતિમાં આવવાનુ દબાણ ન કરો, મને તકલીફ થાય છેઃ રજનીકાંત

0
19
Share
Share

ચેન્નાઇ,તા.૧૧

તમિલ અભિનેતા રજનીકાંતે ગયા મહિને રાજનીતિમાં ન આવવાનુ એલાન કરીને સૌને ચોંકાવી દીધા હતા. રજનીકાંત માટે તેમના ફેન્સ લાંબા સમયથી તેમના રાજનીતિમાં આવવાની આશા લગાવીને બેઠા હતા પરંતુ તેમણે સ્પષ્ટ રીતે એ કહી દીધુ કે તે રાજનીતિમાં એન્ટ્રી નહિ લે પરંતુ રજનીકાંતના ફેન્સ હજુ પણ તેમના પર રાજનીતિમાં આવવા માટે દબાણ કરી રહ્યા છે. આ અંગે હવે રજનીકાંતે પોતાના ફેન્સને અપીલ કરી છે કે તે આવુ ન કરે. રજનીકાંતે કહ્યુ કે ફેન્સનુ દબાણ વારંવાર મને પીડા આપી રહ્યુ છે. રજનીકાંતે રાજનીતિમાં નહિ આવવાના કારણ વિસ્તારથી જણાવ્યા છે.

રજનીકાંતે કહ્યુ છે કે વિરોધ પ્રદર્શન દરીને મારા પર રાજનીતિમાં આવવાનુ દબાણ ન કરો, આ રીતે મને તકલીફ થાય છે. રજનીકાંતે ટિ્‌વટ કરીને કહ્યુ કે, ’મે રાજનીતિમાં ન આવવા અંગે પોતાના કારણોને વિસ્તારથી બતાવી દીધા છે, આ રીતના વિરોધ પ્રદર્શન કરીને મને રાજનીતિમાં આવવા માટે ન કહો, મને તકલીફ થાય છે.’ તબિયતનો હવાલો આપીને રાજનીતિમાં ન આવવાનો નિર્ણય કર્યો.

તમને જણાવી દઈએ કે ૭૦ વર્ષીય રજનીકાંતના રાજનીતિમાં આવવાની માંગ માટે રવિવારે એક વિરોધ પ્રદર્શન આયોજિત કરવામાં આવ્યુ હતુ જેમાં તેમના ફેન્સે એ માંગ કરી હતી કે તેમણે રાજનીતિથી બહાર રહેવાનો જે નિર્ણય કર્યો છે, તેને પાછો લઈ લો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here