રાજકોટ : ૬૦ બોટલ દારુ સાથે બુટલેગર ઝડપાયો

0
19
Share
Share

રાજકોટ તા. ૧પ

રાજકોટ શહેરના પ્રધુમન પાર્ક પાછળ ભીચરી જવાના રસ્તે અવાવરુ સ્થળે કીશોર ડાયા રાઠોડ નામના શખ્સે વીદેશી દારુનો જથ્થો છુપાવ્યો હોવાની આજીડેમ પોલીસ મથકના સ્ટાફને મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી ખરાબામાં જાળીમાં છુપાવેલો રુ.ર૮૦૦૦ ની કીંમતનો ૬૦ બોટલ દારુ સાથે કીશોર રાઠોડની ધરપકડ કરી પ્રાથમીક તપાસમાં તે અગાઉ ૩ વખત દારુના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયો છે.

બે મહીલા સહીત પ શખ્સો જુગાર રમતા ઝડપાયા

શહેરના ૧પ૦ ફુટ રીંગ રોડ પર આવેલ સરસ્વતી શેરી નં. ૧૬ માં માતૃકૃપા નામના મકાનમાં જુગાર રમાતો હોવાની મળેલી બાતમીનાં આધારે સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા વાલીબેન શાંતીભાઇ પરમાર, ગીતાબેન રમેશભાઇ ગુજરાતી, સાગર ભીખા ચાવડા, શૈલેષ ગોરધન માકડીયા, અને વાઘજી ચોથા સોલંકી ની ધરપકડ કરી જુગારના પટમાંથી ૧૮૪૫૦ નો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here