રાજકોટ : ૧૩ વર્ષ પૂર્વેનાં બનાવમાં છેતરપીંડીનો ફરાર આરોપી મુંબઈથી ઝડપાયો

0
14
Share
Share

રાજકોટ, તા.૧૭

શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ૧૩ વર્ષ પૂર્વે બોગસ પોલિસી બટકાવી કૌભાંડ આચરી નાશી છૂટેલા છેતરપિંડીના આરોપીને યુનિવર્સિટી પોલીસે દબોચી લઈ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે આ શખ્સ કૌભાંડ આચરી મુંબઈ ભાગી ગયો હતો અને ફરી રાજકોટ આવી સરનામુ બદલાવી રહેતો હતો.

૧૪ ડિસેમ્બર-૨૦૦૭ ના રોજ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં અંકુર નલીનભાઈ મહેતા નામના શખ્સ સામે બજાજ એલીયન્સ કંપનીની ડુપ્લીકેટ પોલિસી બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરી માર્કેટમાં લોકોને વહેંચી પૈસા ઉઘરાવી કૌભાંડ આચરી લોકો સાથે છેતરપિંડી કરી ભૂગર્ભમાં ઉતરી ગયો હોય તે અંગેની ફરિયાદ નોંધાવાઈ હતી જેને ઝડપી પાડવા ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી યુનિવર્સિટી પીઆઈ એ.એસ.ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ અરવિંદસિંહ જાડેજા અને તેની ટીમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન હરપાલસિંહ જાડેજા અને જેન્તીગીરી ગોસ્વામીને મળેલી હકીકત આધારે મહેન્દ્રસિંહ ડોડીયા, મુકેશભાઈ ડાંગર, અજયભાઈ ભુંડિયા, બ્રિજરાજસિંહ ગોહિલને સાથે રાખીને આરોપી એરપોર્ટ ફાટક પાસે રાજકૃતિ એપાર્ટમેન્ટમાંથી અંકુર મહેતાને દોબોચી લીધી હતો પોતે કૌભાંડ આચરી મુંબઈ ભાગી ગયો હતો અને થોડા સમય પહેલા રાજકોટ આવી સરનામુ બદલાવી અહીંયા રહેતો હતો આ અંકુર દોઢેક વર્ષ પહેલા એ.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં જુગારના કેસમાં પકડાયો હોવાની કબુલાત આપી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here