રાજકોટ : હિંચકા ખાતા ચુંદડી વિંટળાતા માસુમ બાળકીનું મોત

0
25
Share
Share

રાજકોટ તા. ર૩

રાજકોટના કોઠારીયા રોડ વચ્છરાજનગર શેરી નં. ૧ માં રહેતી શ્રમિક પરિવારની નવ વર્ષની બાળકી પોતાના ઘરે હિંચકા ખાતી હતી ત્યારે અકસ્માતે ચુંદડી ગળામાં વીંટળાઇ જતા શ્વાસ રૂંધાઇ જતા બાળકીનું મોત નિપજયુ હતુ. મોતનું કારણ જાણવા સિવિલ હોસ્પિટલે મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાયું છે. આ ઘટના અંગે આજી ડેમ પોલીસે પણ વધુ તપાસ આદરી છે.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર કોઠારીયા રોડ રણુજા મંદિર પાસે માનશી અજયસિંહ રાણા (ઠાકુર) (ઉ.વ. ૯) નામની બાળકીને બેભાન હાલતમાં ઘર નજીક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી. તેમના પિતા અજયસિંહેે જણાવ્યું હતું કે તેઓ મુળ દિલ્હીનાં અને ૧૦ વર્ષથી રાજકોટમાં જ રહેતા હતા. માનશી ધો.પમાં અભ્યાસ કરતી હતી. એક ભાઇ એક બહેનમાં નાની હતી. માનશીનાં માતા-પિતા કારખાનામાં મજુરી કામ કરે છે. માનશી ઘરે હિંચકા ખાતી હતી તે વેળાએ તેની ચુંદડી ગળામાં વીંટાઇ જતાં શ્વાસ રૂંધાયો હતો અને તેણીને બેભાન હાલતમાં જ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી.

આ ઘટનાને પગલે મૃતકના પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. આજીડેમ પોલીસ મથકનાં હેડ કોન્સ્ટેબલ સવજીભાઇ બાલાસરા સહિતના સ્ટાફે કાગળો કર્યા હતા અને મોતનું સાચુ કારણ જાણવા બાળકીનાં મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાયુ હતુ.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here