રાજકોટ તા. ર૯
રાજકોટની ભાગોળે હરિપર ગામે ચાલતા કોલસેન્ટર ઉપર એસઓજીએ દરોડો પાડી અમદાવાદના ચાર શખ્સની ધરપકડ કરી આવતીકાલ સુધીના રિમાન્ડ મેળવી પૂછપરછ શરુ કરવામાં આવી હતી તે દરમિયાન આપ કોલ સેન્ટરમાં ચારેય આરોપીઓને રાજકોટ માં મૂકી જનાર અને તમામ વ્યવસ્થા ઉભી કરનાર અમદાવાદના શખ્સની ધરપકડ કરી છે.ઝડપાયેલા ચારેય શખ્સ અમેરિકાના નાગરિકોનો ડેટા એકત્ર કરી લોન માટે ફોન કરતા હતા. બાદમાં ટેક્સનાઉ મોબાઇલ એપ્લિકેશન મારફતે ઇન્ટરનેટની મદદથી કોલિંગ અને મેસેજ કરતા હતા અને અમેરિકન નાગરિકોને લોન અપાવી દેવાના અને તેનો ક્રેડિટ સ્કોર વધારી દેવાના બહાને તેઓને ભોળવી તેની સાથે ઠગાઇ કરતાં છેલ્લા એક મહિનાથી અહિ આ કોલ સેન્ટર ચાલુ કર્યું હતું. કોલસેન્ટર ઉપર દરોડામાં ઝડપાયેલા મનોજ સત્યરામ શર્મા, રતન શત્રુઘ્ન વીકી સંજયસિંહ અને અમદાવાદમાં રહેતો સાહિલ અરવિંદની પૂછપરછમાં આ પ્રકરણમાં અમદાવાદના રોનક ધર્મેન્દ્ર જાદવ નું નામ ખૂલ્યું હતો એસઓજીની ટીમે અમદાવાદથી રોનક જાદવ ની ધરપકડ કરી છે ઝડપાયેલા ચાલી શકશો અને રોનક જ રાજકોટમાં હરીપર ખાતે કોલ સેન્ટર માં મૂકી ગયો હતો અને તેની તમામ વ્યવસ્થા તેણે ચારેય શખ્સો માટે કરી દીધી હતી ચારેય શખ્સો અગાઉ કોલ સેન્ટરમાં નોકરીનો અનુભવ લઇ ચૂક્યા છે. ચારેય પકડાયેલા કોલસેન્ટર માં કામ કરતા કર્મચારીઓને ૧૨ હજાર પગાર અને તે ઉપરાંત જેટલી છેતરપીંડી કરી તેના પર કમિશન એટલે કે ૧ હજાર ડોલરે ૩ હજાર કમિશન મળતું હતું. પોલીસે તપાસનો દોર અમદાવાદ તરફ લંબાવ્યો હતો જેના આધારે રોનક નું નામ બહાર આવતા રોનક ની ધરપકડ કરી છે રોનક કે રાજકોટ ઉપરાંત અન્ય ક્યાં ક્યાં કોલ સેન્ટર માં માણસો ની વ્યવસ્થા કરી છે તે તપાસમાં જાણવા મળશે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી.વી. બસીયાની માર્ગદર્શન હેઠળ એસઓજીના પીઆઇ આર.વાય. રાવલ તેમજ પરોલ સ્કવોડના પીએઅસાઇ એમ. એસ. અન્સારી અને ટીમના વીજેન્દ્રસિંહ ઝાલા, અનીલસિહ ગોહીલ, ઝહીરખાન ખફીફ, અઝહરુદીનભાઇ બુખારી, સોનાબેન મુળીયાએ આ કામગીરી કરી હતી.