રાજકોટ : સ્વામીનારાયણ મુખ્ય મંદિરનાં બોસ સ્વામીનો કોરોનાથી અક્ષરવાસ

0
26
Share
Share

રાજકોટ, તા.૨૪

રાજકોટનાં ભુપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિરના સંત બોસ સ્વામી કોરોનાને લીધે અક્ષરધામ સિધાવ્યા છે. સંત બોસ સ્વામીની સારવાર ચાલુ હતી પણ કોરોના તેમનાં માટે જીવલેણ સાબિત થયો છે. આ સામાચારથી હરિભકતોમાં દુઃખની લાગણી છવાઈ છે. જૂનાગઢના અને હાલ રાજકોટ મંદિરમાં સેવા આપતા હરિપ્રકાશ સ્વામી બોસ સ્વામીથી ઓળખાતા તેઓ અક્ષરધામ નિવાસી થતા હરિચરણદાસસ્વામી, વિવેકસાગરદાસજી, દેવપ્રકાશદાસજી સ્વામી સહિત સંતોએ ભાવાંજલિ અર્પણ કરી છે.

ભુપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિરમાં અનેક સંત કોરોના પોઝિટિવ થતા મંદિરમાં દર્શન બંધ રાખવામાં આવ્યા હતા. મંદિરના ૪ જેટલા સંત અને પાર્ષદોને કોરોના થયો છે. સંત બોસ સ્વામી હોસ્પિટલમાં સારવાર ચાલુ હતી. સંત બોસ સ્વામી અક્ષરનિવાસી થતા હવે ૧ ઓકટોબર સુધી નિજ મંદિર બંધ રહેશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here