રાજકોટ : સ્ટે. કમિટીની બેઠકમાં ૩૦.૨૯ કરોડનાં વિકાસ કાર્યોને બહાલી

0
15
Share
Share

ગાંડી વેલ દૂર કરવાનાં બે મશીનની ખરીદી કરાશે

રાજકોટ તા. ૧૧

રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં આજરોજ કમિશ્નર વિભાગમાંથી રજૂ કરવામાં આવેલ એક અરજન્ટ દરખાસ્ત સહિત ૪૦ દરખાસ્ત મંજૂર કરી રૂા.૩૦.૨૯ કરોડના ખર્ચને બહાલી આપવામાં આવી હતી. અરજન્ટ દરખાસ્તમાં વર્ષોથી આજી નદીમાં જ્વાળાની માફક પથરાયેલ અને મચ્છર ઉત્પન્ન કરતી ગાંડીવેલ કાઢવા માટે બે હેવી મશીનની ખરીદી કરવામાં આવશે. તેમજ ગાંડીવેલ કાઢવા માટેનો કોન્ટ્રાકટ પણ આપવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી. જેના કારણે વર્ષો જૂની ગાંડીવેલની સમસ્યાનો હલ આવશે.

સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં ૩૯ દરખાસ્ત રજૂ કરવામાં આવેલ. જે પૈકી વોર્ડ નં.૧૪માં શેઠ હાઈસ્કૂલના મેદાનમાં આવેલ વ્યાયામ શાળાનું નવીનીકરણ તેમજ વોર્ડ નં.૧ અને ૯માં પ્રાઈવેટાઈઝેશનથી ભુગર્ભ ગટરની ફરિયાદ નિકાલનો કોન્ટ્રાકટ તેમજ વોર્ડ નં.૧૨માં શણેશ્વર પાર્ક પાસે બોકસ કલ્વર્ટ બનાવવા તથા વોડર્ નં.૮માં તપોવન સોસાયટી શેરી નં.૧થી ૭ અને વોર્ડ નં.૩માં સાધુવાસવાણી કુંજ રોડ સહિતના વિસ્તારોમાં પેવીંગ બ્લોક નાંખવાની કામગીરી તેમજ વોર્ડ નં.૯મા ૈયા મુકિતધામ ખાતે નવા ઈલેકટ્રીક તથા ગેસ આધારીત ક્રિમીટોરીયમ બનાવવા તથા વોર્ડ નં.૧૬ અને ૧૫૦ ફુટ રીંગરોડ ઉપર બીઆરટીએસ રૂટ ઉપર તથા વોર્ડ નં.૯માં અને વોડર્ નં.૭ તેમજ ૧૪માં પાર્ટ ટાઈમ સફાઈ કામદારો દ્વારા સફાઈ કામગીરી અને કચરો ઉપાડવા સહિતની ત્રિવાર્ષિક કામગીરી આપવા માટેની દરખાસ્ત રજૂ કરાયેલ જે મંજૂર કરવામાં આવી હતી.

સ્ટેન્ડીંગ કમિટીમાં ડ્રેનેજ વિભાગના પુનિતનગર અને વાવડીના સુએઝ પમ્પીંગ સ્ટેશનના ઓપરેશન અને મેન્ટેનન્સનો કોન્ટ્રાકટ આપવા તેમજ માધાપર સુએઝ ટ્રિટમેન્ટ પ્લાન્ટ કેમ્પસની ફરતે કમ્પાઉન્ડ વોલ  બાંધવા  તથા કોલસાવાડી વિસ્તારમાં ડામર રિકાર્પેટ કરવા અને મનપા હસ્તકના પુસ્તકાલયો માટે પુસ્તકો ખરીદવા અંગેની દરખાસ્ત રજૂ કરવામાં આવેલ. સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા શહેરના મધ્ય ઝોનમાં  કલસ્ટર-૩માં સમાવિષ્ટ વોર્ડ નં.૨, ૩ તથા ૧૩, ૧૪માં મીનીટીપર વાહનો મારફતે ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન ઓપરેશન અને મેન્ટેનન્સની ત્રિવાર્ષિક કામગીરી માટે કોન્ટ્રાકટ આપવામાં આવશે આમ  આવતીકાલની સ્ટેન્ડીંગ કમિટીમાં કમિશ્નર વિભાગમાંથી અલગ અલગ પ્રોજેકટના ખર્ચ માટેની એક અરજન્ટ દરખાસ્ત સહિત ૪૦ દરખાસ્ત રજૂ કરવામાં આવેલ જે સર્વાનુમતે મંજૂર કરવામાં આવી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here