રાજકોટ: સ્કૂલ ફી મામલે એનએસયુઆઇએ કોટેચા ચોકમાં ચક્કાજામ કરી વિરોધ કર્યો

0
21
Share
Share

રાજકોટ,તા.૨૪

ખાનગી શાળા-કોલેજોની એક સત્રની સંપુર્ણ ફી માફીની માંગણી સાથે એનએસયુઆઇ દ્રારા કોટેચા ચોક ખાતે ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેને પગલે થોડીવાર ટ્રાફિક જામ થયો હતો. જેને લઇ પોલીસ દોડી ગઈ હતી અને એનએસયુઆઇના પ્રમુખ સહિત ૧૦ જેટલા કાર્યકરોની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી.

ખાનગી શાળાઓ-કોલેજોના વિદ્યાર્થીઓ એક સત્રની ફી માફીની માંગણી સાથે રાજકોટ જિલ્લા એનએસયુઆઇએ કોટેચા ચોક ખાતે ચક્કાજામ કરી ઉગ્ર વિરોધ દર્શાવતા પોલીસે તમામ કાર્યકરોની અટકાયત કરી હતી. સમ્રગ ગુજરાતમા એનએસયુઆઇ વિદ્યાર્થીઓની ખાનગી શાળા- કોલેજોની એક સત્રની ફી માફી નહી મળે ત્યાં સુધી વાલોઓને સાથે રાખી અલગ અલગ પ્રકારના વિરોધ પ્રદર્શનો અને કાર્યક્રમો આપશે તેવું જિલ્લા પ્રમુખ રોહિતસિંહ રાજપુતે જણાવ્યુ હતું.

કોરાનાની મહામારી વચ્ચે શાળા-કોલેજો બંધ હોવાના તેમજ રોજગાર-ધંધાઓમા મંદી જેવા કારણોસર સમ્રગ રાજ્યના વાલીઓમાં ફી માફી માંગણીઓ ઉઠી છે. પંરતુ રાજ્ય સરકાર વાલીઓને લોલીપોપ આપતી હોય તેવા નિર્ણયોથી ક્યાંક ખાનગી શાળા-કોલેજોના સંચાલકો સાથે સરકારની સાંઠ-ગાંઠ સ્પષ્ટપણે દેખાય આવે છે. હાલની કોરાનાની ભયભીત પરિસ્થિતિઓને ધ્યાનમા રાખીને સ્કુલો-કોલેજો ક્યારે શરૂ થશે તે કહેવુ હજુ પણ કઠીન છે.ત્યારે સરકારની જવાબદારી બને કે આવા સંવેદનશીલ મુદ્દાઓ પર સકારાત્મક વલણ દાખવવુ પંરતુ શૈક્ષણિક ક્ષેત્રે સુવિધાઓ આપવામાં સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here