રાજકોટ: સૌરાષ્ટ્ર-કચ્છમાં ચૂંટણી નિરિક્ષકોની કરાઇ નિમણુંક

0
31
Share
Share

રાજકોટમાં મનિષા ચાંન્દ્રા, જામનગરમાં ભીમજીયાણી, મોરબીમાં દેસાઇ, જૂનાગઢમાં આર.પી. પટેલ, દ્વારકામાં ચુડાસમા, સુરેન્દ્રનગરમાં કૂચારા મુકાયા

 

રાજકોટ તા. ૩૦

મહાનગર પાલિકાઓ અને પંચાયતોની આગામી દિવસોમાં યોજાનારી ચૂંટણી માટે ચૂંટણીપંચ દ્વારા નિરિક્ષકોની નિમણૂક કરવામાં આવી છે રાજકોટના પૂર્વ કલેક્ટર મનીષા ચંદ્રાને રાજકોટ મહાનગરપાલિકા ઉપરાંત ગોંડલ નગરપાલિકા જેતપુર નવાગઢ નગરપાલિકા અને રાજકોટ જિલ્લા પંચાયત તથા તમામ તાલુકા પંચાયતોની ચૂંટણીના ઓબ્ઝર્વર તરીકે મૂકવામાં આવ્યા છેે ગુજરાત સરકારના સેટલમેન્ટ કમિશનર કે.એમ. ભીમજીયાણીને જામનગર જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે જ્યારે મહેસુલ તપાસણી ની કચેરીના અધિકારી કલેકટર વાય એ દેસાઈને મોરબી જિલ્લા માટેની જવાબદારી આપવામાં આવી છે સુપ્રિટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સ ડીજી પટેલને ભાવનગર જિલ્લાનો હવાલો સોંપાયો છે જૂનાગઢ જિલ્લામાં લેન્ડ રેકર્ડ વિભાગના પ્રોજેક્ટ ઓફિસર આર.પી. પટેલને મૂકવામાં આવ્યા છે. રજીસ્ટ્રેશન કચેરીના ખાસ ફરજ પરના અધિકારી એમ. ડી. ચુડાસમાને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મુકાયા છે કચ્છ જિલ્લામાં હાયર એજ્યુકેશન વિભાગના કમિશનર એન.એન.સાધુને મુકાયા છે. ગુજરાત રુરલ હાઉસિંગ બોર્ડના સભ્ય સચિવ આર. એન.કૂચારાને સુરેન્દ્રનગર તથા સિવિલ સપ્લાય ઓફિસના સંયુક્ત કમિશનર પી.ટી. સાધુને અમરેલી જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે. ચૂંટણી નિરીક્ષકે મતદાનના દિવસ સુધીનો પ્રથમ અહેવાલ અને મત ગણતરીના દિવસનો બીજો અહેવાલ સમયસર ચૂટણી આયોગને રજૂ કરવા સહિતની સુચનાઓ આપવામાં આવ્યા છે. જેમાં કમિશનર ઓફ મ્યુનિસિપાલીટીઝ રાજકુમાર બેનીવાલની અમદાવાદ મહાનગરપાલિકા  સહિતની ચૂંટણી નિરીક્ષક તરીકે નિમણૂંક કરાઇ છે. જયારે સુરત  મહાનગરપાલિકા સહિતની ચૂંટણીઓ માટે સામાન્ય વહીવટ વિભાગના સચિવ રાકેશ શંકરની જયારે વડોદરા મહાનગરપાલિકા સહિતની વડોદરા  જિલ્લાની ચૂંટણીઓ માટે વાહનવ્યવહાર કમિશનર રાજેશ માંઝુને મુકવામાં આવ્યા છે. આ ચૂંટણી નિરીક્ષકને જરુરી સાહિત્ય અને કોવિડ ૧૯ સંબંધિત માર્ગદર્શિકા અત્રેથી તેમ જ સંબંધિત કલેકટર દ્રારા આપામાં આવશે. આ નિરીક્ષકોએ રાજય ચૂંટણી આયોગની સૂચનાઓ પ્રમાણે દરેક  તબક્કાની કામગીરીનું નિરીક્ષણ કરશે અને રાજય ચૂંટણી આયોગને પોતાનો અહેવાલ મોકલશે. નિરીક્ષકો મતદાન મથકે તથા મતગણતરી  સ્થળે પ્રવેશ કરી શકશે. આ ચૂંટણીમાં ઉમેદવારોએ નિભાવવાના ખર્ચના વાઉચર તથા રજીસ્ટર તપાસી શકશે. વધુમાં આ નિરીક્ષકોએ ચૂંટણી વિજાણુ મતદાન યંત્રોથી કરવામાં આવશે. સર્વિસ/ ટેન્ડર મતપત્રો તથા લેબલ મતપત્રો વગેરે છપાવેલા હશે તેની ચકાસણી કરવી, મતપત્રોના માપસાઇઝ, કાગળની ગુણવત્તા તતા પ્રતિકોની ડીઝાઇન/આકુત્તિની  ચકાસણી કરવાની રહેશે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કાયદો-વ્યવસ્થા જળવાઇ રહે તે માટે તથા જરુરી પોલીસ બંદોબસ્ત અંગે જિલ્લા મેજીસ્ટ્રેટ, સંબંધિત પોલીસ અધિક્ષક અને રાજય ચૂંટણી આયોગ સાથે પરામર્શ  કરીને જરુર જણાયે તાત્કાલિક પગલાં લેશે. આ ઉપરાંત કોવિડ ૧૯ સંબંધે રાજય ચૂંટણી આયોગની તેમ જ આરોગ્ય તથા ગુહ વિભાગની માર્ગદર્શિકા મુજબ ચૂંટણી વ્યવસ્થામાં ગોઠવાયેલ છે કે કેમ તે પણ તપાસશે. વીજાણું મતદાન યંત્રોના ઉપયોગ અંગેની તાલિમ સંબંધિત અધિકારી/ કર્મચારીઓને આપવામાં આવી છે તે તથા મતદારોને સર્વે પક્ષોને પણ વીજાણું મતદાન યંત્રોના ઉપયોગ અંગેની જરુરી જાણકારી આપવામાં આવે છે કે નહીં તેનું પણ નિરીક્ષણ કરશે. ચુંટણી નિષ્પક્ષ અને મુક્ત રીતે યોજાય છે કે નહીં તે જોશે અને તેમ કરવા રાજય ચૂંટણી આયોગ સાથે પરામર્શ કરી જરુરી પગલાં પણ લેશે. મતદાન દૂષિત થયું હોય તેવા કિસ્સામાં રાજય ચૂંટણી આયોગને પોતાનો અહેવાલ તાત્કાલિક મોકલશે.  ચૂંટણી નિરીક્ષકે મતદાનના દિવસ સુધીનો પ્રથમ અહેવાલ અને મત ગણતરીના દિવસનો બીજો અહેવાલ સમયસર આયોગને રજૂ કરવા સહિતના નિર્દેશો આપવામાં આવ્યા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here