રાજકોટ સેક્સ રેકેટના તાર ઝારખંડ સુધી પહોંચ્યા, દલાલે જાણવી રેકેટની રીત

0
17
Share
Share

વલસાડ,તા.૧૨
હરાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ દ્વારા માત્ર ત્રણ દિવસના જ સમયગાળા દરમિયાન બે જેટલા દેહવિક્રયના ધંધા ના પર્દાફાશ કર્યા હતાં. ત્યારે રાજકોટમાંથી ઝડપાયેલા સેકસ રેકેટ ના તાર ઝારખંડ સુધી પહોંચ્યા હોવાનું સામે આવ્યું છે. જે અંતર્ગત રાજકોટ પોલીસ દ્વારા દેહ વ્યાપારના દલાલ રાકેશકુમાર સિંઘ ઉર્ફે અજય સિંઘ ની ધરપકડ કરવામાં આવી છે. ગત સપ્તાહ માં રાજકોટ શહેર પોલીસ દ્વારા છટકુ ગોઠવી રંગીનમિજાજી લોકોને સ્વરૂપવાન સ્ત્રી ઓ પૂરી પાડતા એજન્ટની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે પોલીસ પૂછપરછમાં ભરત ઉર્ફે રવિ ગોહેલે સ્વરૂપવાન લલના સવારે જ મુંબઈથી આવી હોવાનું જણાવ્યું હતું. તો સાથે જ યુવતી દીઠ રૂપિયા ૨૦૦૦ ગ્રાહક પાસેથી વસૂલ તો હોવાનું પણ સામે આવ્યું હતું. ત્યારે રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ દ્વારા ડમી ગ્રાહક મારફતે ચાલતા સેકસ રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો.
ત્યારે પોલીસે આરોપીનો મોબાઇલ કબજે કર્યો હતો. તો સાથે જ આરોપીની સાથે કયા કયા રાજ્યના ગર્લ્સ સપ્લાયરો પણ સામેલ છે તે અંગે પણ તપાસ કરવામાં આવી હતી. ત્યારે પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી રાજકોટ એસ્કોર્ટ.કોમ નામની વેબસાઈટ મારફત ગ્રાહકો મેળવતા હોવાનું સામે આવ્યું હતું. એ ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર સી.જે. જોષીએ જણાવ્યું હતું કે, કોઈ પણ ગ્રાહક જ્યારે વેબસાઈટ માં રહેલા કોન્ટેક નંબર પર ફોન કરે ત્યારે તે ફોન ઝારખંડમાં બેઠેલા રાકેશ કુમાર સિંઘ ઉર્ફે અજય સિંઘ ઉપાડતો હતો, ત્યારબાદ તે ગ્રાહક સાથે ભાવતાલ નક્કી કરતો હતો તેમજ ગ્રાહકને રાજકોટ શહેરની કોઈ હોટલ બુક કરાવવા માટે પણ કહેતો હતો.
જ્યારે ગ્રાહક પાસે ભાવતાલ નક્કી થઈ જાય તેમ જ હોટલ પણ બુક થઈ જાય ત્યારબાદ તે રાજકોટ સ્થિત ભરત ઉર્ફે રવિ ગોહેલનો સંપર્ક સાધતા હતો ત્યારબાદ ભરત ઉર્ફે રવિ ગોહેલ પોતાના સંપર્કમાં રહેલી સ્વરૂપવાન સ્ત્રી ને હોટલે પોતાની સાથે લઈ જતો હતો. હોટેલ પર લઈ જઈ ગ્રાહક પાસેથી સૌપ્રથમ ભરત ઉર્ફે રવિ ગોહેલ સ્વરૂપવાન સ્ત્રી સાથે મોજ મજા કરવા માટેના રૂપિયા લઈ લેતો હતો. ત્યારે રાજકોટ માંથી ઝડપાયેલા સેક્સ રેકેટના તાર ઝારખંડ સુધી જોડાયેલા છે. ત્યારે રાજકોટ પોલીસના અધિકારીઓ ઝારખંડ પહોંચ્યા હતા અને ત્યાં ઝારખંડ પોલીસની મદદથી તેઓએ આરોપી રાકેશકુમાર સિંઘની ધરપકડ કરી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here