રાજકોટ: સુહાગરાતના બીજા દિવસે ખબર પડી કે પતિનું અફેર છે

0
31
Share
Share

 

રાજકોટ,તા.૨૦

રાજકોટ શહેરમાં વધુ એક પરિણીતાએ પોતાના પતિ સહિત સાસરિયા પક્ષના લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પરિણીતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે સુહાગરાતના બીજે દિવસે તેને જાણ થઈ કે તેનો પતિ પાડોશમાં રહેતી યુવતી સાથે પ્રેમ સંબંધ ધરાવે છે. મળતી વિગત મુજબ મોરબી રોડ પર માવતરના ઘરે રહેતા જીજ્ઞેસાબેન સોનાણીએ મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં સણોસરા ગામમાં રહેતા પતિ મનિષ વલ્લભભાઇ સોનાણી, સાસુ લક્ષ્મીબેન વલ્લભભાઇ સોનાણી અને મોરબી રોડ પર રહેતી જેઠાણી કાજલ સોનાણીના નામ આપ્યા છે. જીજ્ઞેસાબેને ફરીયાદમાં જણાવ્યું છે કે પોતાના પાંચ વર્ષ પહેલા સણોસરા ગામના મનીષ વલ્લભભાઇ સોનાણી સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ પોતે પતિ, સાસુ, સસરા અને જેઠ-જેઠાણી સંયુકત પરીવારમાં રહેતા હતા. લગ્નના બીજા જ દિવસે પતિને ઘરની બાજુમાં રહેતી યુવતી સાથે અફેર હોવાથી તેની સાથે પોતે કહ્યા વગર જતો રહેલ. જે બાબતની પોતાને ખબર પડી હતી અને પોતે તે વાતને જતી કરી હતી. એક વખત જવા દીધું હતું તો પણ પતિને અવાર નવાર છોકરી સાથે અફેર કરવાની ટેવ હતી. પતિ અભ્યાસ માટે સરદાર પટેલ ભવન ખાતે આવ્યા ત્યાં પણ આવી જ રીતે અવાર નવાર બીજી યુવતીઓ સાથે ફરતો જેની જાણ પોતે તેના મોબાઇલમાં વાંચી લેતા ખબર પડી હતી ત્યારે પોતે તેને આ બધુ શું છે? પુછતા પતિએ કહેલ કે હવે હું આવું કંઇ નહી કરૂ અને જો આવુ કરૂ તો તું મારા પપ્પાને જાણ કરી શકે છે તેમ જણાવ્યું હતું. લગ્ન બાદ સાસુ તથા જેઠાણી પોતાને ઘરકામ બાબતે રોકટોક કરતા અને કરીયાવર બાબતે મેણા ટોણા મારતા હતા. સાસુ પોતાના મમ્મીને ફોન કરીને કહેતા કે ’તમે તમારી દીકરીને કરીયાવરમાં કંઇ આપ્યુ નથી’ આ બાબતે પોતાને પણ મેણા ટોણા મારતા હતા તથા તારી પત્નીને કાઇ કામ નથી આવડતુ તેમ કરીને પતિને ચઢામણી કરતા પતિ પોતાની સાથે ઝઘડો કરતો હતો. ઘર સંસાર ન બગડે તે માટે પોતે બધુ સહન કરતા હતા. એક વખત પોતે રસોડામાં કમા કરતા હતા ત્યારે જેઠાણીએ ઝઘડો કરી ગરમ કુકર મારી દેતા પોતે દાઝી ગયેલ ત્યારે સાસુએ તેનું ઉપરાણુ લઇ પોતાને ’તુ મરી જા તો મારા દિકરાને બીજે પરણાવી દેશુ એટલે વધુ કરીયાવર આવે’ તેમ કહયું હતું. ફરિયાદીના મતે પોતે પ્રેગ્નેટ હોવા છતા પતિ કોઇ જાતનું ધ્યાન આપતા ન હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here