રાજકોટ સિવિલમાં રાઉન્ડ ધ ક્લોક કાર્યરત પેરામેડીકલ સ્ટાફની સંનિષ્ઠ કામગીરી

0
26
Share
Share

રાજકોટ તા.૨૦

સમગ્ર રાજ્યમાં કોરોનાને નાથવા આરોગ્યકર્મીઓ દ્વારા સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ કોવિડ-૧૯ હોસ્પિટલમાં ચોવીસ કલાક અવિરત સારવાર અને ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી રહી છે. જેઓની નિઃસ્વાર્થ સેવા અને ફરજનિષ્ઠાને કારણે અનેક સંક્રમિત લોકો કોરોના મુકત બની સ્વગૃહે પરત ફરી રહયાં છે. ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આવા જ એક ફરજનિષ્ઠ આરોગ્યકર્મી ક્રિષ્નાબેન કાશીયાણી કાર્યરત છે, જેમના માટે કોરોના સંક્રમિત દદર્ીઓની સેવા-સારવાર મારા માટે ભગવાનની સેવા સમાન છે.

ક્રિષ્નાબેન તેમની કામગીરી વિશે જણાવતા કહે છે કે,‘‘ મારુ મુખ્ય કાર્ય અહીં દાખલ દદર્ીઓની સેવા-સારવાર કરવાનું છે, હું દરરોજ અહીં દાખલ થયા દદર્ીઓ સાથે વાતચીત કરીને તેમને આત્મીયતા સભર હૂંફ આપી કોરોના સામે લડવા મક્કમ મનોબળ પુરુ પાડું છું, જેથી દદર્ીઓ સ્વસ્થ થઈ કોરોના મુક્ત થઈ શકે, સારવારની આ પદ્ધતિથી દદર્ીના સ્વાસ્થ્યમાં જલ્દી સુધારો પણ આવે છે. અહીં દાખલ વયોવૃધ્ધ દદર્ીઓની દિકરી બની હું તેમની સેવા-સારવાર કરું છું, એક વાર એવું બન્યું કે અહીં સારવાર લઈ રહેલ ડાયાબિટીસની બીમારી ધરાવતા એક અંકલ ખૂબ જ ચિંતામાં હતા. ઓક્સિજનની કમીને કારણે તેમને સતત ઓક્સિજન આપવામાં આવતું હતું, પણ અંકલને એ ભય હતો કે તે મૃત્યુ પામશે ત્યારે હું તેમને સમજાવતી હતી કે જરુરી નથી કે તમે સંક્રમિત થયા એટલે અસાધ્ય રોગ થયો છે, સુયોગ્ય ઉપચાર અને મક્કમ મનોબળ દ્વારા આપણે સાથે મળીને કોરોનાને પરાસ્ત કરીશું, મારી આ વાત સાંભળીને તેમને બળ મળ્યું અને તેઓ કોરોનામુક્ત થયા, આમ પરિવાર જેવા જ માહોલમાં સારવાર આપી દદર્ીઓને સ્વસ્થ કરીને પોતાના ઘરે પરત મોકલીએ છીએ ત્યારે ઘણો આનંદ થાય છે કે જે સેવા આપી છે તે વ્યર્થ નથી ગઈ. મારા માટે તો કોરોનાનાં દદર્ીઓની સેવા-સારવાર ભગવાનની સેવા સમાન છે, હું નસીબદાર છું કે આ મહામારીના સમયમાં પેરામેડિકલ સ્ટાફમાં કાર્ય કરી દદર્ીઓને કોરોનામુક્ત બનાવવામાં મહત્વની ભૂમિકા અદા કરું છું.‘‘

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here