રાજકોટ સિવિલના ૩૦૦ સફાઈકર્મીઓ પગાર મુદ્દે ધરણા પર,પોલીસે કરી અટકાયત

0
20
Share
Share

રાજકોટ,તા.૦૨
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. ત્યારે સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા ૩૦૦ જેટલા સફાઈ કર્મચારીઓ પગાર મુદ્દે બેનરો સાથે ધરણાં પર ઉતર્યા છે. વિરોધ પ્રદર્શન કરી રહેલા સફાઈકર્મીઓની પોલીસે અટકાયત કરતા કર્મચારીઓમાં રોષ જોવા મળ્યો હતો. સિવિલના ૩૦૦ જેટલા સફાઈ કર્મચારીઓ હોસ્પિટલ ચોક ખાતે ધરણાં પર ઉતર્યા હતા. સફાઈકર્મીઓએ પગાર વધારા સાથે આઉટ સોર્સિંગ નાબૂદ કરવાની માંગ કરી છે. કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓનો આક્ષેપ છે કે ઓછા પગારમાં અમારી પાસે વધુ કામ કરાવવામાં આવે છે.
ડોક્ટર્સ અને નર્સિંગ સ્ટાફ અમારી પાસે એકસ્ટ્રા કામ કરાવે છે.
એજન્સીઓ દ્વારા મહિનાના માત્ર ૭૮૦૦ રૂપિયાના પગારમાં કામ કરાવવામાં આવે છે. તેમાં પણ નાઈટ ડ્યૂટી સહિતની અનેક વધારાની જવાબદારીઓ સોંપી શોષણ કરવામાં આવી રહ્યું છે. તેમજ વિરોધ કરવા પર નોકરીમાંથી કાઢી મુકવાની ધમકી આપવામાં આવે છે. ત્યારે કોરોનાની મહામારીમાં જીવના જોખમે કામ કરતા હોય સરકારે ત્વરિત અમારી માંગણીઓ પુરી કરવામાં આવે તેવી માંગ કરી છે. સિવિલ હોસ્પિટલના સફાઈ કર્મચારીઓ હડતાળ પર ઉતરતા દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવે તેવી સંભાવના છે. હાલ તો પોલીસે વિરોધ કરી રહેલા સફાઈ કર્મીઓની અટકાયત કરી છે અને હોસ્પિટલનાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા સમજાવટથી મામલો થાળે પાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here