રાજકોટ : સાધુવાસવાણી રોડ પર ગેસ લાઈનમાં લીકેજથી હાલાકી

0
12
Share
Share

રાજકોટ, તા.૨૪

રાજકોટ મહાપાલિકાના વેસ્ટ ઝોન હેઠળના વોર્ડ નં.૯ માં સાધુ વાસવાણી રોડ પર આજે બપોરે ગેસ લાઈન લીકેજ થતા ગોપાલ ચોકથી નાગરીક બેંક સુધીના વિસ્તારમાં ગેસ પુરવઠો ઠપ્પ થઈ જતા ગૃહીણીઓમાં દેકારો બોલી ગયો હતો.

દરમિયાન આ અંગે મહાપાલિકાના સુત્રોનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, વોર્ડ નં.૯ માં મહાપાલિકાની વોર્ડ ઓફીસ પાસે કોમ્યુનીટી હોલનુ બાંધકામ ચાલી રહ્યું છે ત્યાં આગળ આજે ખીલાસળી ઠાલવવા માટે ટ્રક આવ્યો હતો. ખીલાસળી ભરેલો આ ટ્રક તદન અજાણતા જ ગેસ લાઈનની વાલ્વ ચેમ્બર પરથી પસાર થતા વાલ્વ ચેમ્બર તુટી જતા ગેસ લીકેજ થયો હતો અને સમગ્ર વિસ્તારમાં ગેસની દુર્ગંધ પ્રસરી ગઈ હતી. આ બનાવના પગલે ગેસ કંપનીએ તત્કાલ પુરવઠો બંધ કરી રીપેરીંગ શરૂ કર્યુ હતુ. જેના લીધે ગોપાલ ચોકથી નાગરીક બેંક ૧૫૦ ફુટ રીંગ રોડ સુધીના વિસ્તારમાં આવેલા ૪૦૦ જેટલા મકાનોમાં ગેસ પુરવઠો ખોરવાઈ ગયો હતો.

બનાવની જાણ થતા વોર્ડ નં.૯ ના જાગૃત વોર્ડ ઓફિસર ધવલભાઈ જેસડીયા સ્થળ પર દોડી ગયા હતા. શાસક પક્ષના નેતા દલસુખભાઈ જાગાણીએ પણ આ અંગે મ્યુનિ.ઈજનેરો સાથે વાતચીત કરી યોગ્ય કરવા તાકીદ કરી હતી.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here