રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વેપારી સાથે ઠગાઇ આચરે તે પૂર્વે ત્રિપુટી ઝડપાઇ

0
53
Share
Share

રાજકોટ તા.૨૯

રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક વેપારીને  સસ્તામાં માલ આપવાના બહાને રોકડની ઠગાઇ કરતી અબુડીયા-ટબુડીયા ગેંગના ૪ શખ્સોને તાલુકા પોલીસ મથકના સ્ટાફે ઉઠાવી લઇ રૂા.૧ લાખ રોકડ કબ્જે કરી અનેક વેપારીને શિકાર બનાવ્યાની કબુલાત આપતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરમાંથી સસ્તા માલ આપવાની લાલચે વેપારીને ઠગાઇ કરતી ગેંગને ઝડપી  લેવા પોલીસ કમિશ્નરે આપેલી સૂચનાને પગલે તાલુકા પોલીસ મથકના પીએસઆઇ એન.ડી.ડામોર સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે તાલુકા પોલીસ મથક વિસ્તારમાં જોડીયાના પીઠડ ગામનો રમણીક ચમન પઢીયાર, રમેશ કરશન પઢીયાર અને ટંકારાના ધુનડા ગામના ભરત વાઘજી પરમાર સહિતના શખ્સો વેપારીને શિકાર બનાવવાની પેરવીમાં હોવાની મળેલી બાતમીના આધારે એએસઆઇ હર્ષદસિંહ ચૂડાસમા અને અરજણભાઇ ઓડેદરા સહિતના સ્ટાફે ત્રણેય શખ્સોની અટકાયત કરી પ્રાથમિક  પુછપરછમાં ચાર દિવસ પૂર્વે યુનિવર્સિટી રોડ પર આવેલ રવિરત્ન પાર્કમાં રહેતા અને બાપાસીતારામ ચોકમાં ઉમિયા ડ્રાયફૂટ નામે વેપાર કરતા અભિષેક વિજયભાઇ કણસાગરાને સસ્તામાં કાજુ આપવાની લાલચે એક લાખની ઠગાઇ કર્યાની કબુલાત આપી હતી.

પોલીસે ઝડપેલા ત્રણેય શખ્સોની પ્રાથમિક પુછપરછમાં રાજકોટ શહેર અને સૌરાષ્ટ્રના અનેક વેપારીને શિકાર બનાવ્યાની  તેમજ આરોપીઓ ફેસબુક ગ્રુપમાં જઇ બિઝનેસ કરતા વેપારીના મોબાઇલ નંબર મેળવીને તેનો સંપર્ક કરીને મોટા પ્રમાણમાં ઓર્ડર આપી ઠગાઇ કરતા હોવાની મોડસ ઓપરેન્ડી હોવાનું કહ્યું હતું તેમજ ઝડપાયેલા આરોપી અગાઉ છેતરપીંડી અને દારૂના ગુનામાં ઝડપાઇ ચૂકયા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here