રાજકોટ : સફાઈ કોન્ટ્રાકટરનો ફાંસો ખાઈ આપઘાત

0
11
Share
Share

રાજકોટ, તા.૧૭

મૂળ રૂખડિયાપરાનો અને છેલ્લા દોઢેક વર્ષ પૂર્વે પ્રેમલગ્ન કર્યા બાદ પેડક રોડ ઉપર બી.ડીવીઝન પોલીસ સ્ટેશનની સામે આવાસ યોજનાના કવાર્ટરમાં રહેતો અને મહાનગરપાલિકામાં સફાઈ કોન્ટ્રાકટર તરીકે કામ કરતા સાગર સુરેશભાઈ સરધારા નામના યુવાને આજે બપોરે પોતાના ઘરે પંખામાં દોરી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પોલીસ કાફલો દોડી ગયો હતો અને મૃતદેહ પીએમ અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક બે બહેનોનો એકનો એક ભાઈ હોવાનુ અને તેને સંતાનમાં એક દીકરો હોવાનુ જાણવા મળ્યું છે જો કે આપઘાત કરવો પડે તેવુ કોઈ કારણ નહિ હોવા છતા આવુ પગલે શા માટે ભર્યુ તે જાણવા પોલીસે તપાસ યથાવત રાખી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here