રાજકોટ : સગીરા સાથે દુષ્કર્મ આચરનાર કલાસ સંચાલક સામે નોંધાયો ગુન્હો

0
19
Share
Share

રાજકોટ તા. ર૦

શહેરમાં રામાપીર ચોકડી નજીક આવેલા એક ક્લાસીસના સંચાલકે ક્લાસીસમાં આવતી સગીર વયની છાત્રાનું યૌનશોષણ કરાયાનો કિસ્સો પ્રકાશમાં આ મામલે ક્લાસીસ સંચાલક સામે ફરિયાદ નોંધાઇ છે.

શહેરમાં રામાપીર ચોકડી નજીક આવેલા એક ક્લાસીસના સંચાલકે સગીરવયની વિદ્યાર્થીની ક્લાસીસમાં જતી હતી ત્યારે કલાસીસ સંચાલક દ્વારા સગીરાને જાળમાં ફસાવી હતી અને યૌનશોષણ કરાયું હતું. અઢી માસથી વધુ સમય સુધી ક્લાસીસ સંચાલક યૌનશોષણ કરતો રહ્યો હતો. ક્લાસીસ સંચાલકનો એક મિત્ર પોલીસમાં હોય અને તે પોલીસના નામે સગીરાને ધમકી આપતો હતો.

સગીરાએ ક્લાસીસ સંચાલકની આવી ગંદી હરકતો અને યૌનશોષણનો વિરોધ કર્યો તો ભાઈ અને પિતાને મારી નાખવાની ધમકી આપાઇ હતી.સંચાલકના યોન શોષણનો ભોગ બનેલી સગીર વયની છાત્રાએ અંતે માતા સમક્ષ હિંમતભેર વિતક વર્ણવી હતી. માતાએ પણ પુત્રી પણ ગુજારાયેલા અમાનુષી સિતમની વાત સાંભળીને પતિને વાત કરી હતી.

અંતે આ મામલે આજે મહિલા પોલીસે ભોગ બનનાર સગીર વયની વિધાર્થિની ફરિયાદને આધારે કલાસીસના સંચાલક વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે.સમગ્ર ઘટના અંગે પી.આઈ. એસ. આર. પટેલ સહિતના સ્ટાફે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here