રાજકોટ : સગપણ વિચ્છેદ મામલે બે પરિવાર વચ્ચે મારામારી, સામ સામી ફરિયાદ

0
19
Share
Share

રાજકોટ તા. ૧૬

શહેરના બહુમાળી ભવન ચોક પાસે સગાઈ ફોક કરવા મુદે બઘડાટી બોલી હતી જેમાં જૂનાગઢના ઇજનેર યુવાને યુવતી તેમજ તેના મામા અને ભાઈને ઢીકાપાટુનો માર મારી તેમજ છરી વડે હુમલો કર્યો હતો. સામાપક્ષે યુવાનને યુવતીના મામા-ભાઇએ લાકડી-ઢીકાપાટુનો માર માર્યો હતો. બનાવ અંગે પોલીસે સામસામી ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ રાજકોટમાં ગોંડલ રોડ પર ખોડીયાર ચોક પાસે રહેતા અને મેડીકલ સ્ટોરમાં નોકરી કરનાર યશ અલ્પેશભાઈ ચૌહાણ (ઉ.૨૨) દ્વારા પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે જૂનાગઢના તુષાર મનસુખભાઈ ટાટમીયાનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવાયા મુજબ તેના ફઇની દિકરી અમી રમેશભાઈ પરમાર (ઉ.૨૫)જે બહુમાળી ભવનમાં કોટર્ ક્લાર્ક તરીકે નોકરી કરે છે તેનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે જેના સાથે સગાઈ ફોક કરી નાંખી છે તે તુષાર અહીં આવ્યો છે અને મને તથા મારા પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપે છે જેથી યશ તથા તેના પિતા અલ્પેશભાઇ ચૌહાણ (ઉ.૫૨), બહુમાળી ભવન ચોક પાસે ગયા હતા. હવે લગ્ન નથી કરવા તેમ કહેતા તુષારે ઉશ્કેરાઈ અમીને ઢીકાપાટુનો માર માર્યો હતો. તેમજ છરી કાઢી અલ્પેશભાઈને ડાબા હાથે કાંડાના ભાગે મારી દીધી હતી. તથા ફયિાદી યશને માથાના ભાગે છરી મારી દીધી હતી.

સામાપક્ષે જૂનાગઢમાં જોષીપુરામાં રહેતા અને સીસીટીવી કેમેરાની કંપનીમાં ઇજનેર તરીકે નોકરી કરતા તુષાર મનસુખભાઈ ટાટમીયા (ઉ.૩૦) દ્વારા પ્ર.નગર પોલીસ મથકમાં નોંધવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ તેના સવા વર્ષ પૂર્વે રાજકોટની અમી રમેશભાઈ પરમાર નામની યુવતી સાથે સગાઈ થઇ હતી. બંને વચ્ચે મનદુઃખ થતા ગત તા. ૧૦નાં રોજ સગાઈ તોડી નાંખી હતી. જે યુવાનને સારુ નહીં લાગતા ગઇકાલે સમજાવવા આવ્યો હતો ત્યારે યુવતીના મામા અલ્પેશ બચુભાઇ ચૌહાણ તથા ભાઈ યશ ધસી આવ્યો હતો. અને મુંઢ માર તથા લાકડી વડે માર માર્યો હતો. પ્ર.નગર પોલીસે સામસામી ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બનાવની વધુ તપાસ એએસઆઈ હરેશભાઈ રત્નોતર ચલાવી રહ્યા છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here