રાજકોટ : સગપણ નહી થવાથી યુવતિનો આપઘાત

0
11
Share
Share

રાજકોટ, તા.૧૭

શહેમાં દૂધસાગર રોડ પર ગુજરાત હાઉસિંગ બોર્ડ કવાર્ટર નજીક આવેલી બાલકૃષ્ણ સોસાયટીમાં રહેતી ઉર્મિલાબેન ભગવાનજીભાઈ સોરઠીયા નામની ૨૦ વર્ષની યુવતીએ સાંજના પોતાના ઘરે પંખામાં ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઈ લેતા તેને બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં તેની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ યુવતીએ હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી સાથે કરૂણ કલ્પાંત સર્જાયો હતો. બનાવનાં પગલે થોરાળા પોલીસ મથકના જમાદાર ભુપતભાઈ સહિતના સ્ટાફે હોસ્પિટલે દોડી જઈ તપાસ કરતા મૃતક યુવતી એકના એક ભાઈની એક બહેન હતી અને તેને બચપણથી ડાબા ગાલે લાખુ હોય તેની સારવાર કર્યા બાદ ત્રણ ત્રણ ઓપરેશન પણ કર્યા હતા છતા કોઈ ફેર ન પડતા તેને કેટલાક સમયથી લાખના કારણે તેનુ સગપણ નહીં થાય તેની ચિંતાથી આત્મઘાતી પગલુ ભર્યુ હોવાનુ જાણવા મળ્યું છે. બનાવને પગલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here