રાજકોટ : શ્રમિક યુવાનનો ફાંસો ખાઇ આપઘાત

0
29
Share
Share

રાજકોટ તા. ર૯

શહેરના કોઠારિયા રોડ ઉપર આવેલી કિરણ સોસાયટીમાં રહેતા યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. પ્રાપ્ત વિગત મુજબ કોઠારીયા રોડ ઉપર આવેલી કિરણ સોસાયટીમાં રહેતા અને ફર્નિચરનું  કામ કરતા વનીતભાઈ મનસુખભાઇ ધરૈયા (ઉ.વ.૨૫) નામના યુવાને  બપોરના બે વાગ્યાના અરસામાં પોતાના ઘરે પંખામાં ચાદર બાંધી ગળેફાંસો ખાઈ લેતા બેભાન હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરતાં પરિવારમાં ગમગીની છવાઈ હતી. બનાવ અંગે ભક્તિનગર પોલીસને જાણ કરતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. પ્રાથમિક તપાસમાં   મૃતક વનીત  ત્રણ ભાઈમાં નાનો અને અપરિણીત હતો. અને ફર્નિચરનું  કામ કરી પરિવારને આર્થીક મદદ કરતો હોવાનું જાણવા મળ્યું છે. આપઘાત પાછળનું કારણ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here