રાજકોટ : શ્રમિક યુવાનને આંતરી રૂા.રપ૦૦ની લૂંટ ચલાવતો લુખો શખ્સ

0
17
Share
Share

રાજકોટ તા. ર૧

શહેરના શિવપરામાં રહેતા શ્રમિક યુવકને મોડી રાત્રે આંતરી એક લુખ્ખે છરી દેખાડી રોકડા ૨૫૦૦ રૂપિયાની લૂંટ ચલાવ્યાની ફરિયાદ નોંધાતા ગાંધીગ્રામ પોલીસે આરોપીને  ગણતરીની કલાકોમાં જ દબોચી લઇ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે

શહેરના શિવપરા શેરી નંબર ૫માં રહેતા અને છૂટક મજૂરીકામ કરતા મહેબુબભાઇ ઉમરભાઈ તરકબાણી નામના મુસ્લિમ યુવાને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત ૧૯ તારીખે રાત્રે ૧૧ વાગ્યે પોતે ચાલીને  ફાકી ખાવા જતો હતો

ત્યારે શેરીના ખૂણે વીરેન રવાણી નામનો શખ્સ ઉભો હતો તેણે મને આંતરી છરી દેખાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને પૈસાની માંગણી કરી હતી મેં ના પાડતા તેણે મારુ ઉપરનું ખિસ્સું પકડી રાખી તેમાંથી બળજબરીથી ૨૫૦૦ રૂપિયા હતા તે કાઢી લીધા હતા જેથી હું ડરીને ઘરે જતો રહ્યો હતો અને મિત્રને સાથે લઈને ફરિયાદ નોંધાવતા પીઆઇ ખુમાનસિંહ વાળા અને તેમની ટીમે ગણતરીની કલાકોમાં જ લૂંટારાને ઝડપી લઇ જરૂરી કાર્યવાહી કરી હતી .

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here