રાજકોટ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ સ્વ. ભીખાભાઇ વસોયાને અગ્રણીઓની શ્રધ્ધાંજલી

0
18
Share
Share

રાજકોટ તા. ૧ર

ગુજરાત મ્યુનીસીપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કલેશ મિરાણી, શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, વિધાનસભા-૭૧ ના ઇન્ચાજર્ રાજુભાઇ બોરીચાએ શહેર ભાજપના પુર્વ પ્રમુખ અને પુર્વ ડે. મેયર ભીખાભાઇ વસોયાના અવસાન બદલ શોકાંજલી પાઠવતા જણાવેલ કે ભીખાભાઇ વસોયાના અણધાર્યા અવસાનથી પુરી ન શકાય તેવી ખોટ પડી છે. ત્યારે સ્વ. ભીખાભાઇ વસોયા સાલસ, હસમુખો અને મળતાવળો સ્વભાવ ધરાવતા હોવા ઉપરાંત સંગઠનમાં મજબુત પકકડ ધરાવતા હોવાથી કાર્યકર્તાઓના હૃદયમાં અમિટ સ્થાન ધરાવતા હતા. ત્યારે એમની સ્મૃતિગાથા સદા આપણી મનોભુમિમાં જીવંત જ રહેશે. ત્યારે પરમકૃપાળુ પરમાત્મા એમના દિવ્ય આત્માને સદગતિ આપે અને તેમના પરિવારને આ અસહય વેદના સહન કરવાની શકિત આપે તેવી ઇશ્વર પાસે પ્રાર્થના કરતા ગુજરાત મ્યુનીસીપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, રાજુભાઇ બોરીચાએ શ્રધ્ધાજંલી અર્પણ કરી હતી.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here