રાજકોટ શહેર ભાજપના પુર્વ પ્રમુખ ભીખાભાઇ કોરોના સામે જંગ હાર્યા

0
30
Share
Share

પોઝીટીવ આવ્યા બાદ ખાનગી હોસ્પીટલમાં સારવાર બાદ તબીયત લથડતા મોત : પટેલ પરીવારમાં અને ભાજપમાં શોક

રાજકોટ તા. ૯

રાજકોટ શહેર ભાજપના પુર્વ પ્રમુખ ભીખાભાઇ વસોયા રપ દીવસથી કોરોના સામે જંગ લડી રહયા હતા. ત્યારે આજે તબીયત લથડતા ખાનગી હોસ્પીટલમાં સારવાર દરમ્યાન મોત નીપજતા પટેલ પરીવારમાં અને ભાજપમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.

વધુ વિગત મુજબ શહેરમાં રહેતા અને શહેર ભાજપના પુર્વ પ્રમુખ ભીખાભાઇ વસોયાને રપ દિવસ પહેલા કોરોના પોઝીટીવ આવતા ખાનગી હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જયા તેઓને દસ દિવસ પુર્વે કોરોના રીપોર્ટ નેગેટીવ આવ્યો હતો. પરંતુ ફેફસામાં ઇન્ફેકશન વધી જતા અને ઓકસીજન લેવલ નીચુ જતા જેના લીધે તબીયત લથડતા ઇકમો ઉપર સારવાર આપવામાં આવી રહી હતી. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ભીખાભાઇ વસોયાના સતત સંપર્કમાં રહી અને  આવતીકાલે ચેન્નાઇ સારવાર માટે ખસેડવાની પ્રક્રિયા ચાલી રહી હતી તે પુર્વે આજે વધુ તબીયત લથડતા ભીખાભાઇ વસોયાનું મોત નીપજયુ હતુ. પટેલ પરિવાર અને ભાજપમાં શોકનું મોજુ ફેલાયુ છે. ભીખાભાઇ વસોયા ભાજપના કર્મનિષ્ઠ કાર્યકર હતા. તેઓ કોર્પોરેટર, ડેપ્યુટી મેયર અને શહેર ભાજપ પ્રમુખ તરીકે સેવાઓ આપી ચુકયા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here