રાજકોટ શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા “વર્લ્ડ ઈન્વેસ્ટર વીક” ઉજવાશે

0
14
Share
Share

રાજકોટ, તા.20

નાણા રોકાણકારોની જાગૃત્તિ – સશકિતકરણ અને સલામતિ “વર્લ્ડ ઈન્વેસ્ટર વીક-૨૦૨૦” માટે ચર્ચાનો વિષય.

સમગ્ર વિશ્વમાં નવેમ્બર,૨૩ થી ૩૦ “વર્લ્ડ ઈન્વેસ્ટર વીક” તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વમાં નાણા રોકાણકારોને છેતરવાના અનેક નુસખાઓ અમલમાં મુકવામાં આવે છે. નાણા રોકાણકારોની અજ્ઞાનતા તેઓને અવળે માર્ગે લઈ જાય છે. “ઉંચુ વળતર”, “એકના બે “, એક સાથે એક મફત”,”રોકાણ સામે મફત પ્રવાસની મજા” વિગેરે લાલચો રોકાણકારોને ધોળે દિવસે નવડાવી રોવડાવી દે છે.

કાયદાની છટકબારીઓ ધુતારોને સલામતિનો સરળ રસ્તો બને છે. વર્તમાન સમયમા સાયબર સીસ્ટમ વ્યવહારમાં અમલમાં આવી છે. આવા સમયે નાણા રોકાણકારોને જાતે જ્ઞાન અને અનુભવ પ્રાપ્ત કરવો જરૂરી છે.સીકયુરીટીઝ એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઈન્ડીયા (સેબી),મુંબઈના આદેશથી ભારતમાં “વર્લ્ડ ઈન્વેસ્ટર નીક-૨૦૨૦” ની ઉજવણી માટે આયોજન કરવામાં આવેલ છે. જેના અનુસંધાનમા રાજકોટ શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ,શ્રી જાગૃત્તિ ગ્રાહક સુરક્ષા મહિલા મંડળ ,રાજકોટ દ્વારા અઠવાડીયાની ઉજવણીનું આગોતરૂ આયોજન કરવામા આવેલ છે. બન્ને સંસ્થાઓ દ્વારા વેબીનાર, પ્રદર્શનો, જાગૃત્તિ હરિફાઈ અને પ્રેસ મીડીયા સાથે સવાંદનું આયોજન થયેલ છે.

કેન્દ્ર સરકારના નાણા વિભાગ, સીકયુરીટીઝ એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઈન્ડીયા (સેબી),બોમ્બે સ્ટોક એકસચેન્જ (બી.એસ.ઈ.), નેશનલ સ્ટોક એકસચેન્જ (એન.એસ.ઈ.) ના અગ્રણી વેળીનારમાં જોડાનાર છે. સ્થાનિક એન. એમ. વારાણી (ન્યાયમૂર્તિ), ૨માબેન માવાણી,  કાર્તિકભાઈ બાવીસી,અશોકભાઈ કોયાણી ,વિરલભાઈ પીપળીયા, કું, પૂર્વિબેન દવે વિગેરે મહાનુભાવો શ્રોતાઓને માર્ગદર્શન આપનાર છે.

નાણા રોકાણકારોને કોઈ સમસ્યા કે સુચનો હોય તો  રમાબેન માવાણી (માજી સંસદ સદસ્યા,લોકસભા)પ્રમુખ,રાજકોટ શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ, ૩૨૯,પોપટભાઈ સોરઠીયા ભવન, સદર બજાર,રાજકોટ-૩૬૦૦૦૧.ફોન : ૦૨૮૧ ૨૪૭૧૧૨૨, ૨૪૭૧૧૨૦, ફેકસ: ૨૪૭૧૧૨૨ મો. ૯૪૨૨ ૦૧૬૧૧,૭૦૧૬૧ ૩૧૮૭૨

સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here