રાજકોટ : શહેર કિસાન કોંગ્રેસ દ્વારા કૃષિ બીલ પર ફેર વિચારણાની માંગ સાથે આવેદન

0
28
Share
Share

રાજકોટ, તા.૨૪

અત્યારે સંસદનાં ચાલુ સત્ર દરમિયાન ત્રણ કૃષિ વિધેયક બિલ બંને ગૃહમાં પસાર કરવામાં આવ્યા છે. જે બિલ ખેડૂતોનું અહિત કરતા જણાય છે અને આવનારા સમયમાં દેશના ખેડૂતો મુશ્કેલીમાં મુકાય તેવુ લાગી રહ્યુ છે. બીલનો અભ્યાસ કરતા આવનારા દિવસોમાં ખેડૂતોની જમીન કોર્પોરેટ કંપનીઓનાં હાથમાં જતી રહેશે અને ખેડૂતોની સ્વતંત્રતા છીનવાય જશે. બીલમાં ખેડૂતોની ખેત પેદાશનાં મીનીમમ (ટેકાના) ભાવનો કોઈ ઉલ્લેખ નથી આથી કંપનીઓ તેના મરજી મુજબનાં ભાવ લેશે જેથી કૃષિ પ્રધાન દેશનો ખેડૂત બરબાદ થઈ જશે તથા આ બીલના કારણે કોર્પોરેટ કંપનીઓ દ્વારા ખેત પેદાશની ખરીદી વખતે ભાવમાં ખેડૂતોનું શોષણ થશે. અને આ માલ બજારમાંથી ખરીદી વખતે સામાન્ય ગ્રાહકને વધુ કિંમત ચુકવવી પડશે. ખેડૂત સામે કંપની કોઈ કાવાદાવા કરે તો ખેડૂતોએ પોતાની ફરીયાદ કયાં કરવી તેની કોઈ સ્પષ્ટતા નથી. આથી દેશના ખેડૂતોના હિતમાં રાષ્ટ્રપતિને આ બીલને ફેર વિચારણા માટે પરત કરવાની માંગ રાજકોટ શહેર કિસાન કોંગ્રેસે ઉઠાવી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here