રાજકોટ શહેરમા ચાર ઝોન બનાવી ભિક્ષાવૃતિ કરનારનું રૂબરૂ કાઉન્સેલીંગ કરાશે

0
21
Share
Share

રાજકોટ,તા.૧૨

રાજકોટ (શહેર) ખાતેથી ભિક્ષાવૃતિ કરતા ભિક્ષુકોને દુર કરવા ભિક્ષાવૃતિ મુક્ત રાજકોટ અભિયાન સમાજ સુરક્ષા ખાતુ-રાજકોટ  અને જિલ્લા બાળ સુરક્ષા એકમ-રાજકોટના લીડ રોલ સાથે રાજકોટ પોલીસ તથા રાજકોટ મ્યુનિ. કોર્પોરેશન સ્ટાફ દ્વારા સયુંક્ત પણે તા. ૦૪/૧૧/૨૦૨૦ થી ચલાવવામાં આવે છે.  આ અભિયાનમાં રાજકોટ શહેરમા કુલ-૦૪ ઝોન બનાવી ભિક્ષુકો જે જગ્યા પર ભિક્ષાવૃતિ કરે છે તે તથા તેઓનાં રહેણાંકનાં વિસ્તાર ખાતે કુલ ૦૪ ટીમો દ્વારા ભિક્ષાવૃતિ કરતા મહિલા/પુરુષો તથા બાળકોનું રુબરુ કાઉન્સેલીંગ કરી ભિક્ષાવૃતિ બંધ કરવા સમજાવવાની કામગીરી ચાલુ છે. આ કાર્યવાહીમાં ખુબ જ સારુ પરિણામ મળી રહેલ છે. આ કામગીરીને ખુબ જ સારો પ્રતિસાદ મળી રહેલ છે.

આ કામગીરી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી રાજકોટ, મ્યુનિ. કમિશ્નરશ્રી રાજકોટ, જિલ્લા બાળ સુરક્ષા એકમ રાજકોટ, પોલીસ કમિશ્નરશ્રી રાજકોટના અધિકારી/કર્મચારીઓ દ્વારા સંયુક્તપણે ખુબ જ સારી કામગીરી કરવામાં આવી રહી છે. આ અભિયાન અંતર્ગત રાજકોટ ખાતે કુલ-૦૪ ઝોન બનાવી તા.૦૪/૧૧/૨૦૨૦ થી ભિક્ષુકોની આઇડેન્ટીફાય જગ્યા પર જઇ તમામ ભિક્ષાવૃતિ કરતા ભિક્ષુકોને આ કામગીરી બંધ કરી પોતાના રહેણાંક ખાતે જતા રહે અને અન્ય ધંધો/રોજગાર કરી સ્વનિર્ભર જીવન જીવે તે માટે કાઉન્સેલીંગ કરવામાં આવેલ છે ત્યારબાદ આ કામગીરીમાં જોડાયેલ તમામ વિભાગો દ્વારા ભિક્ષુકો સામે રાઉન્ડઅપની કાર્યવાહી કરવામાં આવશે.આ કાર્યવાહી મ્યુનિ. કમિશ્નર ઉદિત અગ્રવાલ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એમ.એન.ગોસ્વામી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી મિત્સુબેન જે.વ્યાસ તથા આસી. પોલીસ કમિશ્નર ચાવડાના માર્ગદર્શન હેઠળ આ તમામ વિભાગના અધિકારી/કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહી છે

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here