રાજકોટ શહેરમાં મોદી તથા રૂપાણી દ્વારા દિપાવલી-નૂતન વર્ષની શુભેચ્છાના હોડીગ્સથી અલભ્ય નજારો

0
18
Share
Share

આવનારી મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં પણ ભાજપનાં કાર્યકર્તાઓની તાકાત અને તપસ્યા, સમર્પણ ને કારણે ગુજરાતભરમાં કમળ ખીલશે : કમલેશ મિરાણી

રાજકોટ તા. ૧૪

શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કીશોર રાઠોડની એક સંયુકત અખબારી યાદીમાં જણાવેલ છે કે પ્રકાશના પર્વ દિપાવલી તથા નુતન વર્ષના મંગલ પર્વે શહેરના રાજમાર્ગો પર દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તથા રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા શહેરીજનોને દિપાવલી તથા વિક્રમ સંવતનું નુતન વર્ષ સૌ કોઇ માટે સુખરૂપ, સમુધ્ધિ, એશ્વર્ય અર્પનારૂ અને સ્વસ્થ આરોગ્યની પ્રાપ્તિ કરનારૂ નિવડે તેવી શુભેચ્છા પાઠવતા વિશાળ હોડર્ીગ્સો-બેનરો થી બેનમુન નજારો છવાયો છે. ત્યારે તાજેતરમાં ગુજરાતની પેટાચુંટણીમાં આઠે આઠે બેઠકો પર ભાજપના જવલંત વિજય બાદ જનતા જનાદર્ન તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડાજી, ગૃહમંત્રી અમિતભાઇ શાહ, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલજી, નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ સહીતના સક્ષમ નેતૃત્વનો રાજકોટ શહેર ભાજપ અગ્રણીઓ આભાર વ્યકત કરે છે. ત્યારે દેશમાં અનેક રાજકીય પક્ષોમાં ભાજપ જ એક એવો પક્ષ છે જે કાર્યકરોનો પક્ષ ગણાય છે. આ કેડર બેઇઝ પાટર્ીના કાર્યકર્તા હોવુ એ ગૌરવની વાત છે. કાર્યકર્તાઓની પક્ષ પ્રત્યેની નિષ્ઠા, પ્રતિબધ્ધતા, સમર્પણની ઉમદા ભાવના અને જાતને ભુલીને કામ કરવાની અનેરી વૃતિ અને સક્ષમ અને સબળ નેતૃત્વને કારણે રાજયની આઠે આઠ જિલ્લાઓની વિધાનસભાની પેટાચુંટણીમાં ભારતીય જનતા પાટર્ીએ ભવ્ય વિજય હાંસલ કર્યો છે. અને આગામી સમયમાં આવનારી મહાનગરપાલીકાની ચુંટણીઓમાં પણ ભારતીય જનતા પાટર્ીના કાર્યકર્તાઓની તાકાત અને તપસ્યા ને કારણે ભાજપનો ભવ્ય વિજય થશે એમ અંતમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડે જણાવેલ હતુ.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here