તા.૨૮ ફેબ્રુઆરી સુધી જાહેરનામું અમલમાં રહેશે
રાજકોટ તા.૩
હાલમાં વિશ્વભરમાં નોવેલ કોરોના વાયરસ COVID-૧૯ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. વધુમાં દિન પ્રતિદિન કેસોની સંખ્યા વધતી જાય છે. જે અટકાવવા સારું અનલોક-૮ ને તકેદારીના ભાગ રુપે લોકોની વધુ અવર-જવર વાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાયસને ફેલાતો અટકાવવા સારુ તા.૦૨૮/૦૨/૨૦૨૧ ના કલાક ૨૪/૦૦ સુધી અનલોક-૯ વધારવામાં આવેલ છે.
રાજકોટ શહેર પોલીસ કમિશ્નરેટની હદ સુધીના સમગ્ર વિસ્તારમાં કેટલા નિયંત્રણો મુકવા જરુરી જણાય છે.જેથી રાજકોટ પોલીસ કમિશનરે ભારતીય ફોજદારી કાર્યરીતી અધિનિયમ ૧૯૭૩ (૧૯૭૪ ના નં-૨) ની કલમ ૧૪૪ તથા ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૩૭ (૪) મુજબની મળેલ અધિકારની રુએ કેટલાક પ્રતિબંધ મુકેલ છે. રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના મુજબ જાહેરમાં યોગ્ય રીતે ચહેરો ન ઢાંકવા બદલ વ્યક્તિ રુ.૧૦૦૦ દંડને પાત્ર થશે. તથા રાજ્ય સરકારના ગૃહ વિભાગના હુકમ મુજબ જાહેરમાં થૂંકવા બદલ વ્યક્તિ રુ.૫૦૦ના દંડને પાત્ર થશે. કન્ટેઇમેન્ટ ઝોન/માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોન જાહેર કરેલ છે. તે વિસ્તારમાં તેમજ ભવિષ્યમાં કન્ટેઇમેન્ટ ઝોન/માઇક્રો કન્ટેઇમેન્ટ ઝોન જાહેર કરવામાં આવે તે સમગ્ર વિસ્તારમાં તા.૧૫/૦૨/૨૦૨૧ સુધી રાત્રીના ૨૩/૦૦ થી સવારના ૬/૦૦ કલાક સુધી લોકડાઉન અમલમાં રહેશે. આવા વિસ્તારોમાં માત્ર જીવન જરુરીયાતની વસ્તુઓ અને તબીબી કારણોસર જ હેરફેર કરી શકાશે.
રાત્રિ કર્ફયુનો અમલ હોય કર્ફયુ સમય દરમ્યાન લગ્ન/સત્કાર સમારંભ જેવી અન્ય ઉજવણીઓ પર પ્રતિબંધ રહેશે. લગ્ન/સત્કાર સમારંભ જેવી અન્ય ઉજવણીઓમાં વધુમાં વધુ ૨૦૦ કે સ્થળની ક્ષમતાના ૫૦ ટકા વ્યક્તીઓ તથા મુત્યુબાદની અંતીમ ક્રિયાઓમાંસ/ધાર્મીક વિધિમાં મહત્તમ ૫૦ માણસોની મર્યાદા રહેશે. આ હુકમનો અમલ તા.૨૮/૦૨/૨૦૨૧ના ૨૪/૦૦ કલાક સુધી કરવાનો રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વિરુધ્ધ ભારતીય દંડ સંહીતાની કલમ ૧૮૮ તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબ શિક્ષાને પાત્ર રહેશે.